મને ગમેલો અત્યાર સુધીનો સૌથી સારો ચુંટણી લક્ષી મેસેજ, તમને પણ ગમે તો શેયર જરૂર કરજો.

0
2231

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ચુંટણી આવે ત્યારે બધે એની જ વાતો થતી હોય છે. વોટ માંગવા માટે લોકો જાત જાતની વાતો કરે છે. અમે આમ કરીશું અમે તેમ કરીશું વગેરે વગેરે…અને તમે બધા એનાથી સારી રીતે માહિતગાર હશો. પણ આજે અમે તમને થોડીક એવી મહત્વની વાતો જણાવવાં જઈ રહ્યા છીએ, જે તમને ઘણી ઉપયોગી થશે. આ લેખ તમારો વધુ સમય નહિ લે. પણ મહત્વની વાતો જરૂર કહી જશે. ફક્ત એકવાર ધ્યાન આપી વાંચજો અને શાંતિથી એના વિષે વિચારજો.

રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.

સારા માણસ ટિકિટથી વંચીત રહે છે. અને બાહુબલીને ટિકિટ મળે છે ત્યારે દિલને એટેક આવેછે.

બધા ભારતીયોને ચાહવું. કોઈથી નફરત કરવી નહીં.

ગામમાં સંપ રહે, સોસાયટીમાં સંપ રહે, કુટુંબમાં સંપ રહે એનુ ધ્યાન રાખવું.

રાજકીય ઉમેદવારનું ખેંચવું નહિ.

બાકી આજે જે ભાજપમાં છે, એ કાલે કોંગ્રેસમાં જતા રહેશે,

અને જે આજે કોંગ્રેસમાં છે, એ કાલે ભાજપમાં જતા રહેશે.

બહુ દુઃખી થવું નહીં. જાડી ચામડીના થવું. અને ધંધામાં ધ્યાન રાખવું.

કોઈ પક્ષને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.

 

તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.

1. પાવરની ચોરી ના કરવી.

2. ટ્રાફિકના નિયમો પાળવા.

3. ગંદગી ના કરવી.

4. સગા ભાઈને આર્થિક મદદ કરવી.

5. કોઈને નડવું નહીં.

6. સોસાયટીમાં ગાડીનું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.

7. ગરીબ ફેરિયા પાસે બહુ કસનો મારવો.

8. ઘરમાં મ્યુનિસિપાલિટીના નળનું પાણી બહુ બગાડવું નહીં.

9. તમાકુ અને પાન, માવા ખાઇને જ્યાં – ત્યાં થુકવું નહીં.

આવી અનેક દેશહિતની સેવા છે, જે તમે કરી શકો છો.

બાકી ટીવીના ડિબેટમાં દેશહિતમાં જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં, અને મોટેથી ટીવીનો અવાજ કરી ઘરમાં પત્ની, બાળકો અને માતાપિતાને ખલેલ પહોંચાડવી નહીં. તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સએપમાં ફોરવર્ડ કરી સામે વાળાનો સમય બગાડવો નહીં.

આ બધી દેશસેવા જ છે.

પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો, જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ દેશહિતના હોતા નથી, પણ ફક્ત ચૂંટણી જીતવાના જ હોય છે, માટે ધંધામાં ધ્યાન આપો.

મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.

વિચારવા જેવુ છે ખરુ કે નહી???

બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે,

એક : શિક્ષણમાં રાજકારણ વધુ છે એ, અને

બીજુ : રાજકારણમાં શિક્ષણ ઓછું છે એ.

અને આ આજનું કડવું સત્ય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.