અડધાથી પણ ઓછું થઇ જશે વીજળીનું બિલ, આ છે મીટર રીડિંગને ઓછું કરવાની 4 સૌથી સરળ રીત

0
6890

આજના મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ વીજળીના બિલથી પણ પરેશાન છે. અને તેમાં કોઈ શંકા નથી. આપણે બધા જાણીએ છીએ કે શીયાળાની સરખામણીમાં ઉનાળામાં વીજળીનું બીલ વધુ આવે છે. તે એટલા માટે કેમ કે ઉનાળામાં પંખા, એસી, કુલર, ફ્રીઝ વગેરેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેવામાં જયારે ગરમીની સીઝન આવે છે ત્યારે લોકોને પણ ઘણું બધું વીજળીનું બીલ આવી જાય છે. જે ઘણા બધા લોકોના ખર્ચમાં વધારો કરે છે.

એવામાં જો તમે પણ તમારા ઘર કે દુકાનના વધતા વીજળીના બીલથી પરેશાન છો, તો એના માટે આજે અમે તમને તેનાથી છુટકારો મેળવવા માટેનો એવો રસ્તો બતાવીશું, જે તમને ફાયદો અપાવશે. આ રીતને અજમાવ્યા પછી ખરેખર તમારું વીજળીનું બીલ ઓછું તો જરૂર થઇ જશે. જો તમે થોડી એવી સાવચેતી રાખશો, તો તમે વધતા જતા વીજળીના બીલને બચાવી શકો છો.

જાણકારી માટે જણાવી દઈએ કે જેટલી પણ કંપનીઓ વીજળી બનાવે છે, તેને ભારતીય વિદ્યુત નિયામક આયોગ તરફથી એ સ્પષ્ટ રીતે નિર્દેશ આપવામાં આવે છે, કે જેટલા પણ વીજળી વાપરનારા છે તેમની પાસે ત્રીસ દિવસોના જ વીજળીના પૈસા લેવામાં આવે. તેની સાથે જ તેને ત્રીસ દિવસનું વીજળીનું બીલ આપવામાં આવે. આમ તો આ બધા છતાં પણ જે કર્મચારી વીજળીના મીટરના રીડીંગ કરવા માટે આવે છે. તે પોતાની જ મનમાની કરે છે. જેથી આપણે તેમના મુજબ જણાવવામાં આવેલુ પૂરું વીજળીનું બીલ આપી દેતા હોઈએ છીએ. જો કે તે તમારી સૌની મોટી ભૂલ છે. આવો હવે તમને વીજળીનું બીલ ઓછું કરવાની રીતો વિષે વિસ્તાર પૂર્વક જણાવીએ.

૧. મિત્રો વીજળીનું બિલ ઓછું કરવા માટે જેટલું બની શકે એટલું તમારા ઘરમાં ઇલેક્ટ્રિક સાધનોને પાવર એક્સટેન્શન કાર્ડ સાથે જોડીને જ ઉપયોગ કરો. પરંતુ સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે રાત્રે સુતી વખતે તેને બંધ કરીને જ સુવો. કારણ કે એવું ન કરવામાં આવે, તો જો કોમ્પ્યુટર, ડીવીડી, ટીવી અને પ્રિન્ટર આ બધી વસ્તુઓ કામ વગર ચાલુ રહેશે તો તમારા વીજળીના બીલને વધારી દેશે.

૨. સાથે જ શક્ય હોય તો એક સામાન્ય બલ્બને બદલે કોમ્પેક્ટ ફ્લોરોસેંટ લેમ્પ એટલે સીએફએલ અથવા એલીડીનો જ ઉપયોગ કરો. તે સારી એવી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. ત્યાં સુધી કે તે દસથી પંદર ગણો વધુ ઝડપે ચાલે છે. હાલમાં એલઇડીનો ઉપયોગ વીજળી બચાવવા માટે ઘણો વધારે કરવામાં આવી રહ્યો છે, તો તમે પણ એલઇડી બલ્બ, એલઇડી ટ્યુબલાઈટ વગેરે વાપરવાનો આગ્રહ રાખો.

3. તમારું વીજળીનું બીલ ઓછું કરવા માટે ત્રીજો સૌથી સરળ ઉપાય એ છે, કે જો તમે પાણી ગરમ કરવા માટે વોટર હીટરનો ઉપયોગ કરો છો, તો તમે તેનું તાપમાન લગભગ ૪૫ ડીગ્રી ઉપર જ સેટ કરીને રાખો. તેનાથી પણ તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.

૪. મિત્રો ઘણા જાણકારોનું એવું કહેવું છે, કે ફ્રીઝને ક્યારે પણ ખાલી રાખવું જોઈએ નહિ. ફ્રીરમાં તાજા શાકભાજી અને બીજી વસ્તુઓ જરૂર મુકો. તે ઉપરાંત ફ્રીઝને નોર્મલ મોડ ઉપર જ ચલાવો. વીજળીનું બીલ ઓછું કરવા માટેની આ સૌથી ઉત્તમ રીત છે.

અમને વિશ્વાસ છે કે તમે આ તમામ રીતોનો સારી રીતે ઉપયોગ કરશો તો તમારું વીજળી બીલ હકીકતમાં ઓછું આવશે. તેમજ તમારી પાસે પણ વીજળી બીલ ઓછું કરવાની કોઈ ટ્રીક કે ટીપ્સ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. જેથી બીજાને પણ એનાથી ફાયદો થઈ શકે.