તમે જાણો છો કે શા માટે રોડના કિનારે અલગ અલગ રંગના માઈલસ્ટોન હોય છે? જાણો એનો અર્થ

0
2577

મિત્રો રોડ મુસાફરી તો દરેક વ્યક્તિ કરે છે. કોઈ કામ માટે કરે છે, તો કોઈ ફરવા માટે કરે છે. કોઈ બસમાં કરે છે, તો કાર કે પછી રિક્ષા કે બાઈક પર કરે છે. અને મુસાફરી દરમ્યાન તમે રસ્તાના કિનારે પથ્થરો મુકેલા જોયા હશે. એના પર શહેર કે ગામનું નામ અને અંતર લખેલું હોય છે. એને માઈલસ્ટોન કહે છે. અને તે જુદી જુદી જગ્યાએ જુદા જુદા રંગના હોય છે. એટલે હાઇવે ઉપર મુસાફરી કરતા સમયે આ માઈલના પત્થરો કે માઈલસ્ટોન પોતાનો રંગ બદલ્યા કરે છે. પણ શું તમે જાણો છો કે રોડની સાઈડ ઉપર કે હાઈવે ઉપર માઈલના પત્થરો કેમ હોય છે? તેમજ તેનો રંગ અલગ અલગ કેમ હોય છે.

તો જણાવી દઈએ કે માઈલનો પત્થર એક જાતનો પત્થર જ હોય છે, જે આપણને જણાવે છે કે તે સ્થળથી આપણે જ્યાં જવાનું છે એ સ્થળ કેટલું દુર છે. ભારતમાં દરેક રોડ ઉપર એક જેવા માઈલના પત્થરો નથી હોતા. તે નિર્ભર કરે છે હાઇવે ઉપર જેમ કે રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ, ધોરી માર્ગ, જીલ્લા અને ગામના રોડ માટે જુદા જુદા રંગની પટ્ટીઓ વાળા પત્થર હોય છે. આવો જાણીએ એમના અલગ અલગ રંગ હોવનું કારણ.

(1) માઈલોસ્ટોન ઉપર પીળા રંગની પટ્ટી :

જયારે પણ તમે મુસાફરી કરી રહ્યા હોવ, અને તમને મુસાફરી કરતા સમયે સાઇડમાં એક એવો પત્થર જોવા મળે જેનો ઉપરનો ભાગ પીળા રંગનો હોય. તો સમજવું કે તમે નેશનલ હાઇવે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર જઈ રહ્યા છો. તેનાથી તે વાતનો ખ્યાલ આવે છે કે પીળા રંગના પેંટેડ માઈલોસ્ટોન કે માઈલના પત્થર ભારતમાં ફક્ત રાષ્ટીય ધોરીમાર્ગ ઉપર જ લગાવવામાં આવે છે.

(2) માઈલસ્ટોન ઉપર લીલા રંગની પટ્ટી :

મિત્રો મુસાફરી દરમ્યાન જયારે તમને રોડના કિનારે લીલા રંગનો પથ્થર જોવા મળે, તો સમજવું કે તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નહી પણ રાજ્ય ધોરીમાર્ગ કે સ્ટેટ હાઇવે ઉપર જઈ રહ્યા છો. ભારતમાં જયારે રોડનું નિર્માણ રાજ્ય દ્વારા થાય છે તો લીલા રંગના માઈલસ્ટોન કે માઈલના પથ્થર લગાડવામાં આવે છે. તેમજ જણાવી દઈએ કે આ રોડની જાળવણી સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર કરે છે.

(3) માઈલસ્ટોન ઉપર કાળા, લીલા કે સફેદ રંગની પટ્ટી :

હવે જયારે તમને રોડના કિનારે કાળા, લીલા કે સફેદ રંગની પટ્ટી વાળા માઈલસ્ટોન જોવા મળે, તો તમારે સમજી જવું કે તમે કોઈ મોટા શહેર કે જીલ્લામાં આવી ગયા છો. સાથે જ તે રોડ આવનારા જીલ્લાના નિયંત્રણમાં આવે છે. તે રોડની જાળવણી તે શહેરના પ્રશાસન દ્વારા જ કરવામાં આવે છે.

(4) માઈલસ્ટોન ઉપર નારંગી રંગની પટ્ટી :

મુસાફરી કરતા દરમ્યાન જયારે તમને રોડની સાઇડમાં નારંગી રંગની પટ્ટીવાળા માઈલસ્ટોન જોવા મળે, તો સમજીજવું કે તમે કોઈ ગામ કે ગામના રોડ ઉપર છો. આ પટ્ટી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આવે છે.

તમારા માંથી કેટલા જાણે છે, કે રાજ્ય ધોરીમાર્ગ કે સ્ટેટ હાઇવે કોને કહે છે?

રાજ્ય ધોરીમાર્ગ (SH) : રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઇવેની લંબાઈ લગભગ 15000 કી.મી. હોય છે. દરેક રાજ્યો દ્વારા રાજ્યમાં પ્રવેશ અને શહેરોમાં આંતરિક સંપર્ક સ્થાપિત કરવા માટે તે તૈયાર કરાયેલા હોય છે.

તમારા માંથી કેટલા જાણે છે, કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે નેશનલ હાઇવે (NH) કોને કહેવામાં આવે છે?

રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) : રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઇવે ભારતના મુખ્ય ધોરીમાર્ગ હોય છે. તે બધા શહેરો અને રાજ્યોને જોડવાનું કામ કરે છે. NH ને ભારત સરકાર (એટલે કે NHAI) દ્વારા અનુરક્ષણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 70000 કી.મી. થી પણ વધુ લાંબા હોય છે, અને તે હાઇવે દ્વારા ઉત્તર-દક્ષીણ અને પૂર્વ-પશ્ચિમ કોરીડોર (NS-EW corridor) અને Golden Quadrilateral (GO) પણ બનાવે છે.

ઉત્તર દક્ષીણ કોરીડોર : આ કોરીડોર જમ્મુ-કશ્મીરમાં શ્રીનગરથી ભારતના દક્ષિણી વિસ્તાર એટલે કે કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. તેના મુખ્ય રોડની લંબાઈ 4000 કી.મી. છે.

પૂર્વ -પશ્ચિમ કોરીડોર : આ કોરીડોર ગુજરાતના પોરબંદરને અસમમાં સિલચર સાથે જોડે છે. અને આ રોડની કુલ લંબાઈ 3300 કી.મી. છે. ધ્યાન આપશો કે ઉત્તર-દક્ષીણ અને પૂર્વ-પશ્ચિમ કોરીડોર એક જ કોરીડોર છે નહી કે જુદા જુદા.

Golden Quadrilateral (GQ) : તે ભારતના ચાર મહાનગરોને જોડવાવાળું ધોરીમાર્ગ નેટવર્ક છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા. GO ની કુલ લંબાઈ 5846 છે.

ઉપરના લેખથી એ જાણકારી મળે છે, કે ભારતમાં હાઇવે ઉપર માઈલોસ્ટોન કે પછી પથ્થરના રંગ અલગ-અલગ હોવા જુદા જુદા પ્રકારના હાઇવે વિષે જણાવે છે, અને સાથે જ સાચી દિશાનું પણ જ્ઞાન કરાવે છે.