એવા 5 વ્યક્તિ જેમણે ભૂલ કરીને હજારો-લાખો નહિ પણ કરોડોનું નુકશાન ખાધું…

0
5059

“માણસ માત્ર ભૂલને પાત્ર.” અ કહેવત દરેકે સાંભળી હશે. અને મિત્રો જો ભૂલ થઇ જાય તો તેનો સૌથી સારો વિકલ્પ હોય છે દિલથી માફી માંગી લેવી. ભૂલ તો માણસોથી થાય છે એટલા માટે માણસને ભૂલનો પુતડો કહેવામાં આવે છે.  ઘણી વાર આ ભૂલ વ્યક્તિને એટલું નુકશાન પહોંચાડે છે કે, તેમની આવનારી જિંદગીમાં પણ ખરાબ અસર પડી શકે છે. આજે અમે તમને આવી જ 5 સૌથી મોંઘી ભૂલ જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરીને લોકોએ પોતાનું જીવન ખરાબ અને કંગાળ કરી નાખ્યું.

1. જેમ્સ હોવેલ :

આ યાદીમાં સૌથી પહેલું નામ છે જેમ્સ હોવેલનું. જેમ્સ એક આઇટી કંપનીમાં કામ કરે છે. જેમ્સે 2009 માં 7500 બીટકોઈન ખરીદ્યા હતા. જે ત્યારે તેને ખુબ ઓછી કિંમતમાં ખરીદ્યા હતા. જેમ્સે તેને એક પેન ડ્રાઈવમાં સેવ કરીને રાખેલા. 2012 માં જયારે બીટ કોઈનની કિંમત વધી તો તેણે પોતાના બીટકોઈન વેચવાનું નક્કી કર્યુ. જયારે તેણે બીટકોઈન વાળી પેન ડ્રાઈવ શોધી, તો તેને ખબર પડી કે તેને તે પેન ડ્રાઈવને તેણે ભૂલથી ક્યાંક ફેંકી દીધી છે. આજે એક બીટકોઈનની કિંમત અંદાજે 2.51 લાખ રૂપિયા છે. આજે જેમ્સ પાસે તે બીટ કોઈન હોત તો આજે અરબોના માલિક હોત. ભલી થાય તારી….

2. એલેકઝેન્ડર સેકેંડ :

બીજું નામ છે એલેકઝેન્ડર સેકેંડ. એલેકઝેન્ડરે એક એવી ભૂલ કરી કે તેની પછીની પેઢીઓને ખુબ પસ્તાવું પડ્યું. એલેકઝેન્ડરે અલાશકા પર કબ્જો કર્યો હતો. જેને બરફથી ઢાંકાયેલી જમીન સમજીને અમેરિકાને વેચી નાખ્યું. તે સમયે તે જમીનની કિંમત 50 કરોડ રાખવામાં આવી હતી. આજે અલાસ્કાની કિંમત 30 હજાર લાખ કરોડ છે. કારણ કે ત્યાં અમેરિકાને ખુબ મોટી માત્રામાં સોના અને અન્ય પધાર્થ મળ્યા જેના કારણે અલાસ્કાની કિંમત લાખો ગણી વધી ગઈ. ગજબ છે બોસ.

3. એક્સસાઈટ :

એક્સસાઈટ વિષે કદાચ તમને ખબર નહિ હોય. પણ જેમણે ગૂગલ આવ્યા પહેલા ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે, તો એમને એ તો ખબર હશે કે એક્સસાઈટ શું છે. તમને જણાવી દઈએ કે જયારે ગુગલ નવું નવું હતું ત્યારે એક્સસાઈટ અને યાહૂ સૌથી વધારે ઉપયોગ કરવા વાળા સર્ચ એન્જિન હતા. તે સમયે ગૂગલે એક્સસાઈટને 48 કરોડમાં પોતાને ખરીદવાની તક આપી હતી. જેને એક્સસાઈટએ ઠુકરાવી દીધી હતી. આજે તેનું પરિણામ તમે જોઈ શકો છો, કે આજે ગૂગલની કિંમત લગભગ 32 લાખ કરોડ રૂપિયા છે. એક્સસાઈટનું નામ ગાયબ થઇ ગયું છે.

4. રોનાલ્ડ વેયન :

રોનાલ્ડ વેયન એપલ કંપનીના ત્રીજા કો-ફાઉન્ડર હતા. રોનાલ્ડની આ ભૂલ તેને જિંદગી ભર સતાવતી રહી. હકીકત એ છે કે રોનાલ્ડ પાસે 1976 માં એપલ કંપનીના 10 ટકા શેર હતા, જે તેમણે ફક્ત 5 હજાર રૂપિયામાં વેચી નાખ્યા હતા. તમને જણાવી દઈએ આજે એ શેરની કિંમત 2 લાખ કરોડ રૂપિયા છે. તેમની આ ભૂલના કારણે તે બાકી કોફાઉન્ડરની જેમ અમિર બની શક્યા નહીં. ભાઈએ ધીરજ રાખી હોત તો આવું ન થાત.

5. રુબી :

આમનો કિસ્સો લોટરી સાથે જોડાયેલો છે. રૂબી ઇંગ્લેન્ડની રહેવાશી છે. રુબી પોતાની આ ભૂલને જયારે પણ યાદ કરતી હશે પોતાની નસીબને કોશતી હશે. રુબીને લોટરીની ટિકિટ ખરીદવી ખુબ પસંદ હતી. તે દર વર્ષે આ આશાથી ટિકિટ ખરીદતી હતી ક્યારે તેનું પણ નામ આવશે. તે દિવસ આવી જ ગયો જયારે તેનું લોટરીમાં નામ આવી ગયું. તેને 1100 કરોડની લોટરી જીતી હતી અને તેને આ વાત પોતાના પતિને જણાવી. ત્યારે તે પોતે દંગ રહી ગઈ કારણ કે, તેના પતિએ જણાવ્યું કે તેની ઘણી બધી લોટરી ટિકિટ વગર કામની પડેલી હતી એટલે તેણે બધી ટિકિટ ફેંકી દીધી. એક ભૂલે રુબીને 1100 કરોડનું નુકશાન કરાવી નાખ્યું.

તો મિત્રો આ હતી એ 5 ભૂલ જે ઘણી મોંઘી સાબિત થઈ છે. અમે તો કહીએ છીએ કે આટલી મોટી ભૂલોના કરો કે આપણે પછી પાછળથી બહુ પછતાવું પડે. પણ જયારે કોઈની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો આપણે શું કરી શકીએ.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.