શું તમે 2 દિવસના પ્રવાસે જવાનું વિચારો છો..? તો પહોંચી જાવ ગુજરાતના આ મીની કાશ્મીરને જોવા

0
18315

આપણા ગુજરાતના સાતપૂળાની ગીરીકંદરાઓ ખલખળ વહેતી નદી, ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબજ છે. નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્ય રાજપીપળા શહેરથી માત્ર 36 કિલોમીટર અંતરે ઝરવાણી ધોધ અને નિનાઈ ધોધ આવેલો છે. અને લોકો મીની વેકેશનમાં ત્યાંના રમણીય નજારા જોઈ આનંદ માળી રહ્યા છે. અને પ્રકૃતિથી ભારોભાર એવા નિનાઈ ધોધ ખાતે જોવા પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે.

ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો. અહી સૌથી વધુ અને મોટા વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિંધ્યાનચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ આ સોળે કળાએ ખીલી ઉઠે છે, અને એ કારણે જ ગુજરાતના નર્મદા જિલ્લાને મીની કાશ્મીરનું ઉપનામ મળ્યું છે. નર્મદાડેમની બાજુમાં જ આવેલો ઝરવાણી ધોધ અને ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 150 ફૂટ ઉંચેથી નીચે પડતા જળધોધ સુંદરતામાં વધારો કરે છે.  જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.

અને દિવાળીના મીની વેકેસનમાં તો ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસના સ્થળો માંથી નર્મદા જિલ્લાનાને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. દિવાળી વેકેશનમાં આ ધોધ જોવા દેશવિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. હાલ તો આ સ્થળો પર જવા માટે કાચારસ્તા છે અને પ્રવાસીઓને ઘણું કઠિન પડે છે. ત્યારે સરકાર દ્વારા આવા રમણીય કુદરતી સૌંદર્ય અને ધોધને જોઈ નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવામાં આવે તેવી પ્રવસીઓની માંગ છે.

લોકો અહી આવીને મનમોહક સુંદરતાને માણે છે. પ્રકૃતિના ખોળે ઉછળતો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જિલ્લામાં ખળખળ વહેતા નિનાઈ ધોધનું આકર્ષણ અનેરું છે. અને આની મજા માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે, અને આ ધોધમાં સ્નાન કરવાનો લ્હાવો પણ પ્રવાસીઓ માને છે. પરંતુ નર્મદાના ખુબ જ અંતર્યાળ વેરાન વિસ્તારમાં આવેલ આ સ્થળે પહોંચવા માટે પાકા રસ્તા નથી, છતાંય પ્રવાસીઓનો અહી આવે છે.

860 મિટરની લંબાઈ માંથી પડતો પાણીનો ધોધ હોય તેવું મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે, ત્યારે આ ધોધ જોવા માટે માત્ર દિવાળી વેકેશનમાં 2 થી 3 લાખ પ્રવાસીઓ આવે છે. ત્યારે આખા ગુજરાતમાં પ્રવાસીઓ વોટરપાર્ક કે હિલ સ્ટેશનોમાં પોતાના બાળકોને લઇ જતા હોઈ છે. પરંતુ નર્મદા જિલ્લાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે વહેતા નિનાઈ અને ઝરવાણી ધોધના નજારાના ખડખડ વહેતા ઝરણાંમાં નાહવાની મજા કાંઈક અલગ હોવાથી પ્રવાસીઓ હવે નર્મદા જિલ્લામાં ફરવાનું પસંદ કરતા થઈ ગયા છે

તમને જણાવી દઈએ કે નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબજ રમણીય છે, અને તેમાંય ચોમાસાની સીઝન બાદ નર્મદા જીલ્લાનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે. વળી સોનામાં સુગંધ મળે એમ જિલ્લાના સૌંદર્યમાં નિનાઈ ધોધ અને ઝરવાણી ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે નર્મદા વનવિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને ખાસ કરીને દિવાળીના મીની વેકેસનમાં રોજના 3000 થી 4000 પ્રવસીઓ આવતા હોઈ તો સ્થાનિકોને પણ રોજગારી મળી રહે તે માટે પણ વનવિભાગ પ્રયાસ કરી રહ્યું છે

હવે દિવાળીના મીની વેકેશનમાં નર્મદા જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા માંડ્યો છે, તેથી સરકાર દ્વારા પણ નર્મદા જિલ્લાને ખુશ્બૂ ગુજરાત કિમાં સમાવેશ કરી પ્રવાસન ધામ તરીકે વિકસાવે એમ પ્રવાસીઓ ઇચ્છિ રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.