વાળ કાળા કરવાથી લઈને તમારા ઘણા રોગોનો ઉપચાર કરે છે મીઠો લીંબડો

0
2900

સામાન્ય રીતે દરેક ઘરોમાં મીઠા લીમડાનો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ ઘરમાં બનતા વિવિધ ખોરાકમાં કરવામાં આવે છે. આપણે તેનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરીએ છીએ. જાણકારી માટે જણાવી દઈએ કે, મીઠા લીમડામાં વિટામિન B2, વિટામિન B6, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પ્રકારના વિટામિન મળી આવે છે.

હવે તમે જાતે જ એ વાતનો અંદાજો લગાવી લો કે, જે વસ્તુમાં આટલા બધા ફાયદાકારક તત્વો મળી આવે છે, તે આપણા માટે કેટલી વધારે ફાયદાકારક હશે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એના સ્વાસ્થ્યને લગતા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, મીઠો લીમડો જો તમે તમારા ભોજનમાં ઉમેરો છો, તો એનાથી માત્ર એનો સ્વાદ જ બદલાય છે એટલું નથી, પણ તે તમારા હૃદય, લીવર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એનિમિયા જેવી ઘણી બધી બીમારીઓ પણ દૂર કરે છે.

આ બધા ઉપરાંત મીઠો લીમડો મોટાપો પણ ઓછો કરે છે. સાથે જ એના પાંદડાનો ઘણી બધી હર્બલ ઔષધિમાં ઉપયોગ થાય છે. આ લીમડાની એક બીજી ખાસિયત એ છે કે, તે પેટ સંબંધિત ઘણા રોગોને નિયત્રિત કરે છે. તેમજ આનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે. મીઠા લીમડાનાં સેવનથી શરીરમાં ચરબી ભેગઈ થતી નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, મીઠા લીમડા પર થયેલી એક શોધ અનુસાર પ્રતિ 100 ગ્રામ મીઠા લીમડામાં 66.3 ટકા ભેજ, 6.1 ટકા પ્રોટીન, 1 ટકા ચરબી, 16 ટકા કાર્બોહાઇડ્રેટ, 6.4 ટકા ફાઈબર અને 4.2 ટકા મિનરલ જોવા મળે છે. આમાં કૈલ્શિયમ, ફાસ્ફોરસ, આયર્ન અને વિટામિન સી પણ જોવા મળે છે. આ પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે.

આવો જાણીએ મીઠા લીમડાના સેવનના ફાયદા વિષે :

ઉલ્ટી અને અપચામાં મીઠા લીમડાને લીંબુના રસ અને સાકરની સાથે લેવું ઘણું ફાયદાકારક હોય છે.

પેટમાં કોઈ પણ જાતની ગડબગ થવા પર, મીઠો લીમડો પીસીને છાસમાં મિક્ષ કરીને ખાલી પેટ લેવા પર આરામ મળે છે.

જો તમે પોતાના વધતા વજનથી ચિંતિત છો અને કોઈ ઉપાય નથી મળી રહ્યો તો રોજ થોડો મીઠો લીમડો ચાવો. તમારું વજન નિયંત્રિત થઈને જેટલું જરૂરી હશે એટલું રહેવા લાગશે.

ઝાળા, પેચિશ અને હેમરસ જેવી સમસ્યામાં નરમ મીઠા લીમડાને મધની સાથે લેવા પર આરામ મળે છે.

જણાવી દઈએ કે મીઠા લીમડાના મૂળમાં પણ ઔષધીય ગુણ હોય છે. જે કિડનીના રોગીઓ માટે ઘણા જ ફાયદાકારક હોય છે.

દાઝી જવા પર અને ઘા લાગવા પર પણ મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.

મીઠા લીમડાને નારિયેળના તેલમાં કાળું થાય ત્યાં સુધી ગરમ કરો. આ તેલને વાળના મૂળમાં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકીલા થાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડાયાબિટીસને નિયત્રિત કરવા માટે સવારે દસ તાજા મીઠો લીમડાનું સેવન નિયમિત રૂપથી ત્રણ મહિના સુધી કરો.

જો તમારા વાળ ખરી રહ્યા છે, અથવા અચાનક સફેદ થવા લાગ્યા છે, તો મીઠો લીમડો ખાઓ. તમે સફેદ ચૂર્ણ પણ ખાઈ શકો છો.

મીઠો લીમડો આપણી આંખનું તેજ વધારવામાં ફાયદાકારક છે. સાથે જ તે કેટરેક્ટ એટલે મોતિયાબિંદ જેવી બીમારીને પણ દૂર કરે છે.

આવો જાણીએ મીઠા લીમડાને ચાવીને ખાવાના ફાયદા :

મીઠા લીમડાના પાંદડા ડાયાબિટીસના દર્દીઓ માટે એક રીતે રામબાણ જેવા છે. તમને જણાવી દઈએ કે જો તમે એને ચાવીને ખાવ છો, તો એનાથી તમારું પાચનતંત્ર એકદમ તંદુરસ્ત રહે છે, અને સાથે તમારા સ્વાસ્થ્યને અન્ય રીતે પણ ઘણા ફાયદા પહોંચાડે છે.

તમારા માંથી ઘણા લોકોના વાળ ઘણા નબળા અને બેજાન થઈ ગયા હશે. તો કોઈના વાળ સમય પહેલા સફેદ થઈ ગયા હશે. એમાંથી અમુક તો એવા હોય છે જે ઓછી ઉંમરમાં વાળ ખરવાની સમસ્યાથી ઘણા ચિંતિત રહે છે. એવામાં આ બધા લોકો માટે મીઠા લીમડાનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

આવા લોકોએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ સવારે ખાલી પેટ 4-5 મીઠા લીમડાના પાંદડા ચાવીને ખાવા જોઈએ, એ ઘણા ફાયદાકારક સાબિત થાય છે. એવું એટલા માટે કારણ કે એમાં મળી આવતા વિટામિન અને મિનરલ્સ તમારા વાળને મજબૂતી પ્રદાન કરે છે, અને સાથે-સાથે એમને કાળા બનાવવા, ખરવાથી રોકવા અને વાળમાં થઇ રહેલ ખોડાની સમસ્યા દૂર કરવામાં ઘણા કારગર સાબિત થાય છે.