તમારા મોં અને જીભમાં થતા ચાંદા માટે આ ઉપાય છે રામબાણ સંજીવની, અત્યારે જ વાંચો એના વિષે

0
14072

આપણા માંથી દરેકને મોં માં કે જીભ પર ચાંદા થતા હોય છે. મોં નાં ચાંદાની સમસ્યા દેખાવમાં ભલે નાની છે, પણ તે તેટલી જ વધારે કષ્ટદાયી છે. અને એનો અનુભવ આપણે બધા કરી ચુક્યા છે. જણાવી દઈએ કે ઘણીવાર તીખું અને રુક્ષણ ભોજન કરવાથી કે કબજિયાતની સમસ્યાના કારણે આ સમસ્યા થઇ શકે છે. જો તમને કબજિયાત રહે છે તો પહેલા કબજિયાતનો ઈલાજ કરવો જરૂરી છે. કારણ કે ચાંદા માટે લીધેલી દવાથી ચાંદા મટી જશે, તો કબજિયાતના કારણે આ સમસ્યા પાછી ઉત્પ્ન્ન થઇ જશે. તો સારું એ જ રહેશે કે કબજિયાતનું ધ્યાન રાખીએ જેથી ભવિષ્યમાં એ આપણને પરેશાન ન કરે.

પણ જેને ચાંદા થઈ જાય તો શું? તો એના માટે આજે અમે તમારા માટે થોડા ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ મોં અને જીભનાં ચાંદા માટે વિશેષ રામબાણ ઘરેલુ ઉપાય.

નાની હરડે :

ચાંદા થવા પર નાની હરડેને બારીક પીસીને ચાંદા પર લાગવાથી મોં અને જીભના ચાંદાથી છુટકારો મળે છે. અને ખૂખપાક મટે છે. જે ચાંદા કોઈ પણ દવાથી સારા નથી થતા, તો આ ઔષધી લગાવવાથી ચોક્કસ સારું થઇ જશે.

મિત્રો જો આ પ્રક્રિયા કરવી શક્ય નથી, તો આ નીચે લખેલ પ્રયોગ પણ કરી શકો છો. એ પણ કારગર છે.

1. રાત્રે જમ્યા પછી એક નાની હરડે ચુસો. આનાથી પેટ અને આંતરડાના દોષોના કારણે મહિના સુધી સારું ન થવા વાળા મોં અને જીભનાં ચાંદા સારા થઇ જાય છે. હરડેને ચૂસતા રહેવાથી પાચક અંગ શક્તિશાળી બની જાય છે, અને એનાથી પેટના કૃમિ પણ નાશ પામે છે.

2. તુલસીના ચાર પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવીને ઉપરથી બે ઘુંટળા પાણી પીવો. મોં ના ચાંદા અને મોં ની દુર્ગંધ દૂર થાય છે. આ સતત ચાર પાંચ દિવસ ખાઓ.

3. એ ઉપરાંત બે ગ્રામ સેકેલો સુહાગા(બોરેક્સ) નું બારીક ચૂર્ણ ૧૫ ગ્રામ ગ્લિસરીનમાં મિક્ષ કરીને રાખો. અને આ મિશ્રણને દિવસમાં બે ત્રણ વાર મોં અને જીભનાં ચાંદા પર લગાવો. જલ્દી લાભ મળશે.

તમારી જાણકારી માટે ખાસ જણાવી દઈએ કે, જેના ચાંદા બિલકુલ બરોબર ન થતા હોય તે સવારે ખાલી પેટ અને રાત્રે ઊંઘતા સમયે મોં માં નારિયળનું તેલ 2 ચમચી નાખીને તેને ઘુમાવતા રહો. ધ્યાન રાખો કે આને ગળવાનું નથી. આવું 10 મિનિટ સુધી કરવાનું છે, આવું કરવાથી ફક્ત 1 થી 3 દિવસમાં જ ચાંદા બિલકુલ સારા થઇ જશે. અને એ પણ જણાવી દઈએ કે આ વિધિ ટોન્સિલ માટે પણ સંજીવની છે.

બાળકોના મોં ના ચાંદા :

બાળકો માટે સાકરને બારીક પીસીને તેમાં થોડું કપૂર મિક્ષ કરીને મોં માં લગાવો (સાકર 8 ભાગ, કપૂર 1 ભાગ). આનાથી મોં ના ચાંદા અને મુહપાક મટી જાય છે. આ દવા બાળકોને મોં આવવા પર ખુબ ફાયદાકારક છે.

બીજા સહાયક ઉપચાર :

મિત્રો ટમેટાના રસમાં તાજું પાણી મિક્ષ કરીને કોગળા કરવાથી મોં, હોઠ અને જીભનાં ચાંદા દૂર થઇ જાય છે. અને જેને વારંવાર મોં માં ચાંદા થાય છે તેણે ટમેટા વધારે ખાવા જોઈએ. (પથરીના દર્દી આ ટમેટા ઉપાય ન કરે.)