સાવધાન : મોબાઈલનો ઉપયોગ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, ક્યારે પણ ફાટી શકે છે એની બેટરી

0
2050

આજકાલ મોબાઈલ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. એના વગર આપણા ઘણા બધા કામઅટકી પડે છે. આજના સમયમાં કદાચ જ કોઈ માણસ એવા હશે, જે મોબાઈલનો ઉપયોગ નહિ કરતા હોય. આજના સમયમાં લોકો ભલે કોઈ અગત્યનું કામ ભૂલી જાય, પણ મોબાઈલ વાપરવાનું ક્યારેય નથી ભૂલતા. જો બીજા શબ્દોમાં કહીએ તો આજના સમયમાં મોબાઈલ લોકોનું જીવન બની ગયો છે. ત્યાં સુધી કે કેટલાક લોકો તો એવા હોય છે જે દિવસ રાત મોબાઈલ પર જ લાગ્યા રહે છે.

ઘણા લોકો તો એવા હોય છે કે જયારે મોબાઈલની બેટરી સંપૂર્ણ પૂરી થવાની હોય છે, ત્યારે ચાર્જીંગ પર લગાવ્યા પછી પણ મોબાઈલનો ઉપયોગ કરવાનું શરુ જ રાખે છે. જી હા, આજના સમયમાં મોબાઈલ લોકો માટે એક નશો બની ગયો છે. જેને લોકો ક્યારેય નથી છોડતા. અને પબજી રમવા વાળા તો ખાસ કરીને મોબાઈલને ચોંટેલા રહે છે.

એ વાત ખોટી નથી કે મોબાઈલ આવ્યા પછી ઘણા મુશ્કેલ કામ પણ સરળ બની ગયા છે. પણ દરેક વસ્તુની એક લીમીટ હોય છે. અને તે મોબાઈલ પર પણ લાગુ પડે છે. આથી તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવે તો જ સારું રહે છે. જણાવી દઈએ કે જો જરૂરથી વધુ મોબાઈલનો ઉપયોગ કરવાંથી તમારી સાથે દુર્ઘટના પણ થઇ શકે છે. ત્યાં સુધી કે તેનાથી તમારો જીવ પણ જઈ શકે છે. તેથી મોબાઈલનો ઉપયોગ કરતી વખતે તમારે થોડી સાવધાની રાખવી જોઈએ.

મિત્રો તમારા માંથી ઘણા લોકોને મોબાઈલને ઓશિકા પાસે રાખીને સુવાની આદત હશે. તેમજ અમુક લોકો તો તેને હાથમાં પકડીને પણ સુઈ જતા હોય છે. પણ અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેની ખરાબ અસર તમારા આરોગ્ય પર પડે છે. એટલે રાત્રે કે દિવસે સુતી વખતે મોબાઈલને દુર જ રાખવો જોઈએ.

તેમજ જો મોબાઈલનો જરૂરિયાત કરતા વધુ ઉપયોગ કરવામાં આવે, તો તમારા મોબાઈલની બેટરી ફાટી પણ શકે છે. એટલા માટે તમારે મોબાઈલનો ઉપયોગ કરતી વખતે આ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જી હા, જો તમે પોતે સાવધાની વર્તશો તો કોઈ મોટી ઘટના થવાથી બચી જશે. તો ચાલો હવે તમને તે ખાસ વાતો વિષે વિસ્તારથી જણાવીએ.

તમારા માંથી લગભગ દરેક લોકો એ તો ખબર જ હસે કે મોબાઈલની બેટરી લીથીયમ આર્યનની બનેલી હોય છે. એવામાં જયારે આ બેટરીને ચાર્જ કરવામાં આવે છે. ત્યારે તે ગરમ થાય છે. ત્યાં સુધી કે ઘણી વાર તેનો ઓછો ઉપયોગ કરવા છતાં પણ વધુ ગરમ થઇ જાય છે.

એટલે કે જો તમારા મોબાઈલની બેટરી પણ જલ્દી ગરમ થઇ જાય છે. તો તમારે તરત પોતાનો મોબાઈલને બદલી દેવો જોઈએ. કારણ કે જો તમે એવું ન કર્યુ, તો આગળ જતા તમારી સાથે કોઈ ઘટના બની શકે છે.

ઘણા લોકોના મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોય છે, છતાં પણ તે થોડા પૈસા બચાવવાના ચક્કરમાં એને વાપરતા રહે છે. પણ તે ક્યારેય પણ ફાટી શકે છે. એવામાં તમારે તરત બેટરી બદલી દેવી જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે એવી સ્થિતિમાં મોબાઈલને ફેક્વાથી પણ બેટરી ફાટવાનો ભય રહે છે.

બીજી એક વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે ફોનને ચાર્જ કરતી વખતે ભૂલથી પણ તેનો ઉપયોગ કરવો જોઈએ નહિ. જણાવી દઈએ કે એવું કરવાથી બેટરી ફાટવાનો ભય વધુ રહે છે. ફોનને ક્યારેય પણ લોકલ ચાર્જરથી ચાર્જ ન કરો. તેની ખરાબ અસર ફોનની બેટરી પર પડે છે. તેના સિવાય જયારે ફોન ચાર્જીંગ પર લાગેલો હોય તો ફોનથી ક્યારેય વાત ન કરો. અરજન્ટ હોય તો થોડો ચાર્જ કરી ફોનને ચાર્જીંગ માંથી કાઢી વાત કરીને પાછો ચાર્જીંગમાં મુકી દેવો.

જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખશો તો તમે હંમેશા સુરક્ષિત રહેશો.