તમે પણ હવે કાર્ડ ભૂલી જાવ, કારણ કે હવે મોબાઈલની મદદથી તમે ATM માંથી ઉપાડી શકશો પૈસા

0
3173

મિત્રો તમે ATM માં પૈસા ઉપાડવા જાવ છો ત્યારે તમારે ATM કાર્ડ કે ડેબિટ કાર્ડ ફરજીયાત લઈ જવું પડે છે. કારણ કે એના વગર તમે ATM માંથી પૈસા ઉપાડી શકતા નથી. પણ ટૂંક સમયમાં તમે એવું કરી શકશો. એ પણ મોબાઈલથી. અને એના માટે તમારે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન પણ ડાઉનલોડ નહિ કરવી પડે.

કારણ કે આ કામ થશે યુનિફાઈડ પેમેંટ ઈન્ટરફેસ (UPI) ના ઉપયોગ દ્વારા. એની મદદથી તમે QR કોડ સ્કેન કરીને એટીએમ માંથી કેશ કાઢી શકશો. એમાં તમારા મોબાઈલનો કેમેરો અને UPI ઈનેબલ એપ મદદગાર સાબિત થશે.

એના માટે કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી :

જાણકારી માટે જણાવી દઈએ કે મીડિયાના રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, બેંકને ATM સર્વિસ ઉપલબ્ધ કરાવતી કંપની AGS ટ્રાંઝેક્ટ ટેક્નોલોજીસએ આ ટેક્નિક વિકસાવી છે. જેની મદદથી ગ્રાહક UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેશ ઉપાડી શકશે.

અને એનો QR કોડ કોઈ પણ UPI ઇનેબલ એપ મારફતે સ્કેન કરી શકાય છે. મિત્રો જેવી રીતે તમે કોઈ સામાનની ખરીદી કરતા સમયે પેમેંટ કરો છો, એવી રીતે જ ATM માં જયારે તમે QR કોડ સ્કેન કરશો તો તે તમને કેશ આપશે. આ સુવિધા પર અત્યારે નેશનલ પેમેંટ કોરપોરેશન ઓફ ઈંડિયા (NPCI) પાસેથી મંજૂરી મળવા સુધીની રાહ છે.

બેંકો પર પણ ભાર નહિ વધે :

જો તમને એની જાણકારી ન હોય તો જણાવી દઈએ કે NPCI એટીએમ નેટવર્ક અને યુપીઆઈ પ્લેટફોર્મને કંટ્રોલ કરે છે. એટીએમ અને યુપીઆઈ નેટવર્ક બંને એક જ ફાયનેંન્સિયલ પ્લેટફોર્મ પર કામ કરે છે. UPI પેમેંટની ખાસ વાત એ છે, કે આ સુવિધા લોન્ચ કરવા માટે બેંકોએ પોતાના હાલના એટીએમમાં પરિવર્તન કરી મોટી રકમ ખર્ચ કરવાની જરૂર નહિ પડે.

આ સીસ્ટમ આવી ગયા પછી લોકોએ પોતાના પાકીટમાં કાર્ડ રાખવા નહિ પડે. માત્ર મોબાઈલમાં QR કોડ સ્કેન કરો અને તમારું કામ થઈ ગયું. ઘણી વાર કાર્ડનો વપરાશ વધારે થવાને કારણે તે ઘસાય જાય છે. એવામાં તે ATM મશીનમાં ડીટેક્ટ નથી થતા. અને પૈસા ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ પાકીટમાં રાખેલું કાર્ડ જરા પણ ક્રેક થઈ જાય તો એ ATM મશીનમાં નથી ચાલતું અને તમે મુશ્કેલીમાં મુકાય જાવ છો. પણ આ સીસ્ટમ આવી ગયા પછી એવું નહિ થાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.