બાળકને દૂધ પીવડાવતી હતી માં અને ખોળા માંથી બાળકને વાંદરો છીનવીને લઈ ગયો, એ પછી જે થયું એ વાંચીને દિલ કંપી જશે.

0
5906

વાંદરા જોવા બધાને ગમે છે. અને ભારતમાં અમુક જગ્યાએ તમને હજારોની સંખ્યામાં તમને વાંદરા જોવા મળી જશે. એવા એક વિસ્તાર આગરાના રુનકતા વિસ્તાર માંથી વાંદરા સાથે જોડાયેલો એક ચકિત કરી દેવાવાળો કિસ્સો સામે આવ્યો છે. નગરના કચહરા થોક મહોલ્લામાં એક વાંદરો નેહા નામની મહિલા પાસેથી એના 12 દિવસના બાળક આરુષ ઉર્ફે સનીને છીનવીને લઈ ગયો અને એનો જીવ લઈ લીધો. એ વાંદરાએ બાળકના ગળા પર બચકું ભરી દીધું. એનાથી બાળકનું તરત જ મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ વાંદરો શબને લઈને ભાગી ગયો. લોકોએ એનો પીછો કર્યો તો વાંદરો લોહીલુહાણ થયેલા શબને એક મકાનની છત પર મૂકીને ભાગી ગયો.

આ કરુણ ઘટના સોમવારે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ થઈ હતી. ત્યાંના એક રીક્ષા ચાલક યોગેશની પત્ની બાળકને રૂમમાં દૂધ પીવડાવી રહી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને રૂમનો દરવાજો બંધ કર્યો ન હતો. દરવાજા ખુલ્લા હોવાથી વાંદરો અંદર આવી ગયો, નેહા કંઈ સમજી શકે એ પહેલા જ વાંદરાએ બાળક પર તરાપ મારી.

આ પરિસ્થિતિમાં નેહાએ પોતાના બાળકને બચાવવા પ્રયત્ન તો કર્યો, પણ વાંદરો આક્રમક સ્વભાવ સાથે આગળ વધ્યો અને બાળકને છીનવીને લઈ ગયો. નેહાએ ફરીથી બાળકને બચાવવા પ્રયત્ન કર્યો પણ એની સામે જ વાંદરાએ પોતાના તીક્ષ્ણ દાંતો વડે બાળકના ગળા પર બચકું ભર્યુ અને એના કુમણા શરીર પર પોતાના નખ પણ માર્યા. ત્યાર બાદ વાંદરો એ બાળકને પોતાના મોં માં દબાવીને ભાગી ગયો.

આ જોઇને નેહાએ ચીસો પાડી અને નેહાની ચીસો સાંભળીને ત્યાં આવેલા પરિવાર અને મહોલ્લાના લોકો વાંદરાની પાછળ ભાગ્યા. થોડી વાર પછી વાંદરાએ એ બાળકને એક મકાનની છત પર મૂકી દીધુ અને ભાગી ગયો. પણ ત્યાં સુધીમાં બાળકના શ્વાસ બંધ થઈ ગયા હતા.

છતાં પણ ચમત્કારની આશા રાખી પરિવાર વાળા એને સિકંદરા સ્થિત બે હોસ્પિટલમાં લઈ ગયા. બંને જગ્યાઓ પર ડોક્ટરોએ એને મૃત જણાવ્યો. આ સાંભળી નેહા બેહોશ થઈ ગઈ, અને યોગેશ જોર જોરથી રડવા લાગ્યો. નેહા અને યોગેશના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. સની એમનું પહેલું સંતાન હતું.

માસુમ બાળકો વાંદરાઓના નિશાના પર છે :

આ રુનકતા કસ્બામાં વાંદરાઓએ માસુમ બાળકોને પોતાનો નિશાનો બનાવ્યા છે. ત્યાંના રહેવાસી લોકોનું કહેવું છે કે ચાર દિવસ પહેલા પણ એક વાંદરાએ વાલ્મિકી વસ્તીમાં એક મહિનાની બાળકીને બચકું ભર્યુ હતું. તે લોહીલુહાણ થઈ ગઈ હતી. ત્યારે વાંદરાએ એને છોડી દીધી. બાળકીને પ્રાઈવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.

વાંદરાઓ શહેરમાં પણ ખતરનાક છે :

એક વર્ષ પહેલા શહેરમાં પણ રાવલીની સામે એક વાંદરાએ યુવકને ધક્કો માર્યો હતો. એનું પણ મૃત્યુ થયું હતું. તેમજ એક મહિના પહેલા એમજી રોડ પર એક વાંદરો બાઈક પર સવાર યુવકની સામે અચાનક આવી ગયો હતો. તે યુવક બાઈક પરથી પડી ગયો હતો અને એ પણ મૃત્યુ પામ્યો હતો.