દોઢ મહિનાની મહેનતમાં ફાલસાની ખેતીથી લાખોની કમાણી થાય છે, તમે પણ કરી શકો છો ખેતી…

0
6604

આખા ઉત્તર ગુજરાતમાં વિજાપુર તાલુકામાં આવેલું આનંદપુરા એક માત્ર એવું ગામ છે જ્યાં ફાલસાની ખેતી કરવામાં આવી રહી છે. આ ગામમાં 40 વર્ષ પહેલા અંબાલાલ દ્વારકાદાસ પટેલ નામના એક શિક્ષકે માત્ર અખતરો કરવાં માટે ફાલસાની ખેતી કરી હતી. જેને આજે ગામના 20 ખેડૂતોએ કાયમી ધોરણે અપનાવી લીધી છે અને દર વર્ષે માત્ર દોઢ મહિનાની મહેનતમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં માત્ર આનંદપુરા ગામના 20 ખેડૂતો ફાલસાની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 20 ખેડૂતો 20 વીઘા જમીનમાં ફાલસાની ખેતી કરી રહ્યા છે.

વિજાપુરના કુકરવાડા નજીક આવેલા આનંદપુરાના 20 ખેડૂતોએ 27 વીઘા કરતાં વધુ જમીનમાં ફાલસાની ખેતી કરી છે. ગામના ખેડૂત જીતુભાઇ સોમાભાઇ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલના અંતથી મે મહિનામાં અઢળક ઉત્પાદન મળી શકે છે. એક વીઘા જમીનમાંથી 40 થી 100 મણ જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. જેનો બજારભાવ 20 કિલોએ રૂ.2000 થી લઈને રૂ.3000 સુધીનો મળે છે. ફાલસાની ખેતીમાં રોગ-જીવાતનો ભય રહેતો નથી તેમજ સારી માવજત કરાય તો બાગનું આયુષ્ય 35 થી 40 વર્ષ સુધીનું રહે છે.

20191

આ રીતે કરી શકાય ફાલસાનું વાવેતર :

આ વાવેતર માટે બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે. અને ત્રીજા વર્ષથી ઉત્પાદન મળવાનું શરૂ થઇ જાય છે માટે ઘણી વધારે માટે ઘણી વધારે રાહ જોવાની જરૂર પડતી નથી. ડિસેમ્બર થી ફેબ્રુઆરીની વચ્ચે વર્ષમાં એક વખત કટીંગ કરવું પડે છે. કટિંગ કર્યા બાદ તરત પિયત આપવાનું હોય છે.

આ પાકને છાણિયુ ખાતર, લીંબુડી કે પછી દિવેલાનો ખોળ આપી શકાય. એના ફુલ બેસવાનું બંધ થાય અને દાણાની શરૂઆત થતી દેખાય ત્યારે પિયત આપવું, ત્યાર બાદ જમીનમાં ભેજના પ્રમાણને આધારે પિયત આપવા.

ઉનાળાની ગરમીમાં ફાલસાનું શરબત ખુબ લાભદાયી છે.

આગઝરતી ગરમીનાં કારણે લોકોને ઉનાળો ભલે ન ગમતો હોય, પરંતુ ઉનાળામાં આવતા ફાલસા સૌ કોઈનું પ્રિય ફળ હોય છે. આયુર્વેદમાં પણ ‘ફાલસા’ને ઉત્તમ પૌષ્ટિક દર્શાવવામાં આવ્યા છે. ફાલસા ગ્રીષ્મ ઋતુનું પરમ હિતકારી ફળ છે. જે નાનાથી લઈને મોટેરા સુધી સૌનુ પ્રિય હોય છે. આમ તો ફાલસાની સીઝન ખૂબ જ નાની હોય છે. ફાલસાનું ફળ કદાચ ઘણાએ નહીં ખાધું હોય, પણ એનું શરબત બહુ જ ફેમસ છે. તેમજ બરફગોળામાં ફાલસાનું સિરપ પણ અચૂક ઉમેરવામાં આવે છે. ઉનાળામાં તમે ભુલથી પણ ફાલસાનું સેવન કરવાનું ચૂકશો નહીં. આવો તમે તેના ગુણો અને જોરદાર ફાયદા જાણો, એના વિશે આજે અમે તમને જણાવીશું.

ફાલસાના ગુણો કયા છે?

કાચાં અને પાકાં ફાલસાના ગુણધર્મો અલગ-અલગ હોય છે. કાચું ફળ પિત્ત વધારે છે. ઉષ્ણ, ખાટું, તૂરું અને વાતનાશક છે. જ્યારે પાકાં ફળ મધુર, રુચિકર, શીતળ, હૃદયને પોષણ આપનારાં છે. એ વાત-પિત્ત, રક્તદોષ, તરસ, બળતરા અને પિત્તજ્વરનો નાશ કરનારાં છે. ફાલસાને ક્રશ કરીને ખડી સાકર મેળવીને બનાવેલું શરબત ઉનાળાની અનેક તકલીફોને દુર કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.