ટીવી ઇન્ડસ્ટ્રીની ૮ સૌથી ગોરી અભિનેત્રીઓ, નંબર 5 નો રંગ છે કાગળ જેવો એકદમ સફેદ

0
3195

દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તે ગોરા અને સુંદર દેખાય. અને આજનો સમય તો એવો છે કે લોકોની એ ઇચ્છા વધારે પ્રબળ થતી જોવા મળે છે. ક્યારે ક્યારે એવું જોવા મળે છે કે રંગ સામળો હોવાથી લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે ગોરી દેખાવા માટે સ્કીન લાઈટીંગ ટ્રીટમેંટનો સહારો લઇ ચુકી છે. અને અહિયાં થોડી અભિનેત્રીઓ એવી પણ રહેલી છે જેનો રંગ પહેલાથી જ ઘણો રૂપાળો છે.

એ અભિનેત્રીઓ એટલી ગોરી અને સુંદર છે કે તેમને સીરીયલમાં સુંદર દેખાવા માટે વધુ મેકઅપ કરવાની જરૂર નથી પડતી. સામાન્ય જીવનમાં ઘણી ઓછી છોકરીઓ એવી હોય છે જેની ત્વચા ગોરી હોવાની સાથે સાથે એકદમ ક્લિયર પણ હોય છે. પણ આ અભિનેત્રીઓ એ યાદીમાં નથી આવતી. આજે અમે તમને નાના પડદાની તે અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેની ગણતરી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ગોરી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.

સંજીદા શેખ :

સંજીદા ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી ફેમસ અભિનેત્રી છે. ‘એક હસીના થી’, ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘લવ કા હે ઇન્તજાર’ જેવી ઘણી હીટ સીરીયલોમાં એમણે કામ કરીને દર્શકોને પોતાના દીવાના બનાવી લીધા છે. સંજીદા શેખ દેખાવમાં ઘણી સુંદર છે, અને જેમ કે તમે જોઈ શકો છો તેનો રંગ દૂધની જેમ એકદમ સફેદ છે.

લવીના ટંડન :

આમને તો તમે ઓળખતા જ હશો. લવીના ટંડને ઝી-ટીવીના શો ‘જોધા અકબર’ માં રુકૈયા બેગમનું પાત્ર ભજવ્યું હતું. તેમનું એ પાત્ર દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું. લવીના પણ દેખાવમાં ઘણી સુંદર છે, અને તે કહેવું ખોટું નહિ ગણાય કે તે ટીવીની સૌથી ગોરી અભિનેત્રીઓ માંથી એક છે.

સ્નાયા ઈરાની :

સ્નાયા ઈરાની ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેમણે ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ’, ‘રંગરસિયા’, ‘મિલે જબ હમ તુમ’ જેવા ઘણા સુપરહિટ શોઝમાં કામ કર્યું છે. લોકો તેમને ઘણી પસંદ કરે છે. તેમનું પણ નામ ટીવીની સૌથી ગોરી અભિનેત્રીઓમાં રહેલું છે.

માહી વીજ :

માહી વીજને કોણ નથી ઓળખતું. ટીવી શો જોવા વાળા દરેક લોકો એમને સારી રીતે ઓળખે છે. તે પણ નાના પડદાની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેમને લોકપ્રિયતા ‘લાગી તુઝસે લગન’ સીરીયલમાં ‘નકુષા’ નું પાત્ર નિભાવીને મળી હતી. ત્યાર પછી તેમણે ‘બાલિકા વધુ’ માં ‘નંદીની’ નું પાત્ર નિભાવ્યું હતું. તમે જોઈ શકો છો કે માહી વીજ પણ ઘણી ગોરી છે.

મુનમુન દત્તા :

લોકો એમને સાચા નામથી ઓછા અને એમના ટીવીના પાત્રના નામથી વધારે ઓળખે છે. સબ ટીવી ઉપર આવતી સૌથી સુપરહીટ કોમેડી સીરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માં મુનમુન દત્તા ‘બબીતા’ નું પ્રસિદ્ધ પાત્ર ભજવે છે. આ સીરીયલમાં બબીતા સૌથી વધુ સ્ટાઈલીશ છે, અને રીયલ લાઈફમાં પણ તે ઘણી ગોરી અને સુંદર છે.

સોનારિકા ભદૌરિયા :

આ યાદીમાં સોનારિકા પણ આવે છે. જણાવી દઈએ કે સોનારિકા ભદૌરિયાને પોપુલરીટી ‘દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતીના પાત્રથી મળી હતી. હાલમાં તે ‘દાસ્તાં એ મોહબ્બત’ સલીમ અનારકલીમાં અનારકલીનું પાત્ર નિભાવી રહી છે. સોનારિકા ભદૌરિયાનો પણ રંગ દૂધની જેમ એકદમ સફેદ છે. તે દેખાવમાં ઘણી જ સુંદર છે.

મોનિકા બેદી :

મોનિકા બેદી ટીવી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રી એમ બંને ઇન્ડસ્ટ્રી એક જાણીતી અદાકારા છે. તે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી હીટ સીરીયલમાં કામ કરી ચુકી છે. તમે ફોટામાં જોઈ શકો છો કે તે દેખાવમાં ઘણી સુંદર છે અને તેનો રંગ રૂ જેવો એકદમ સફેદ છે.

ગૌહર ખાન :

આ યાદીમાં છેલ્લું નામ આવે છે ગૌહર ખાનનું. ગૌહર ખાન ટીવી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે બીગ બોસ ૭ ની વિનર પણ રહી ચુકી છે. ગૌહર ખાન દેખાવમાં ઘણી સુંદર છે અને તેનું નામ પણ ટીવીની સૌથી ગોરી અભિનેત્રીઓમાં રહેલું છે. બીગ બોસથી એમનું નસીબ પલટાઈ ગયું અને આજે તે પોપ્યુલર સેલીબ્રીટી બની ગઈ છે.