તો આ રીતે પસાર કરે છે અંબાણી દિવસના 24 કલાક, સવારે પાંચથી લઈને રાતના અઢી વાગ્યા સુધી.

0
2002

મિત્રો મુકેશ અંબાણીને તો આજે દેશના નાના છોકરાથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેક ઓળખે છે. તે દેશના જાણીતા બિઝનેસમેન છે, અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. અંબાણી પરિવારનું નામ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે. અને એ વાત પણ સાચી છે કે આજકાલ આ પરિવાર કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે.

આપણે ત્યાં જયારે પણ પૈસાદાર લોકોની વાત કરવામાં આવે છે, તો સૌથી પહેલા અંબાણી પરિવારનું જ નામ આવે છે. કેટલાય લોકોનું સપનું અંબાણી જેવા મોટા બિઝનેસ મેન બનવાનું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, મુકેશ અંબાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ ના રોજ યમનમાં થયો હતો. અને આજના સમયમાં એ એક ભારતીય ધંધાદારી છે. જો કે ફોર્બ યાદી મુજબ દુનિયાના ૩૬ માં સૌથી પૈસાદાર માણસ છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ, પ્રબંધક, નિર્દેશક અને કંપનીના સૌથી મોટા શેર ધારક છે. તે પોતાના પિતા દ્વારા ઉભા કરેલા સામ્રાજ્યને વિસ્તારવામાં સફળ થયા છે. અને એમના વિશે એક વાત તો દરેકના મનમાં જરૂર આવે છે કે, આખરે તેમની લાઈફસ્ટાઈલ કેવી હશે? તે સામાન્ય લોકોની જેમ નહિ જીવતા હોય, કે પછી તેમનાં જીવવાનો અંદાજ શાહી હશે? આજે તમને અહી આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે.

એમના વિષે પહેલી વાત તો એ જાણી લઈએ, કે તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી અને. અને પોતાના જીવનકાળ દરમ્યાન ઘણી બધી વાતો એમણે મુકેશ અંબાણીને શીખવાડી હતી. પિતાની વાતોનું અનુસરણ કરીને મુકેશ અંબાણી આજે દેશમાં નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાનું નામ બનાવી ચુક્યા છે.

એમની દિનચર્યા વિષે વાત કરવામાં આવે, તો સૌથી પહેલા તે જાણી લઈએ કે તેમના દિવસની શરૂઆત સવારે ૫ વાગ્યાથી થઈ જાય છે. અને સવારે ૫ વાગ્યે ઉઠીને તે સૌથી પહેલા પોતાના અંગત જીમમાં જાય છે. ત્યાં તે વર્કઆઉટ કરે છે, અને ત્યાર બાદ તે ચા સાથે સમાચાર પત્ર વાંચે છે.

ત્યાર બાદ લગભગ ૬ થી ૭.૩૦ વચ્ચે મુકેશ અંબાણી સ્વીમીંગ પણ કરે છે. અને તે બધું કર્યા પછી તે નાસ્તો કરે છે. જેમાં તે પપૈયાનું જ્યુસ, દલીયા કે પછી દહીં સાથે રોટલી લેવાનું પસંદ કરે છે. તે ઉપરાંત રવિવારના દિવસે તે ઈડલી સંભાર લેવાનું પસંદ કરે છે. એમને સાત્વિક ભોજન ઘણું પ્રિય છે.

મુકેશ અંબાણી દરરોજ સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે એન્ટીલિયાના ૧૪ માં માળ ઉપર જાય છે, જ્યાં તેમનું ઘર છે. અને ત્યાં તે પોતાની ઓફીસ જવા માટે તૈયાર થાય છે. અને તે હંમેશા ઘરેથી નીકળતા પહેલા પોતાની માં, પત્ની અને બાળકો સાથે થોડો સમય જરૂર પસાર કરે છે. અને તે ઘણી સરસ વાત કહેવાય.

માત્ર એટલું જ નહિ, તે હેડ ઓફીસે જતા પહેલા પોતાના ઘરમાં ૨૧ માં માળ ઉપર બનેલી પોતાની અંગત ઓફીસમાં જઈને થોડી જરૂરી ફાઈલો કલેક્ટ કરે છે. અને તે બધું કર્યા પછી લગભગ 10 વાગ્યે નરીમન પોઈન્ટ ઉપર બનેલી હેડ ઓફીસે જાય છે.

હેડ ઓફિસમાં પોતાનું કામ પૂરું કરીને તે રાત્રે ૧૧ વાગ્યે પોતાના ઘેર પાછા આવે છે. અને પછી એન્ટીલિયાના ૧૯ માં માળ ઉપર પોતાના રૂમમાં જઈને કપડા ચેઈન્જ કરે છે. ત્યાર બાદ તે ૧૧ થી ૧૨ વાગ્યા વચ્ચે જ ૯ માં માળ ઉપર પોતાની પત્ની નીતા અંબાણી સાથે સમય પસાર કરે છે. ત્યાં તે સાથે ડીનર કરે છે અને પછી સુવા જાય છે.