આ 5 અભિનેતાઓએ પોતાની છોકરીની ઉંમરની છોકરીઓ સાથે કર્યા લગ્ન, નંબર 3 વાળાની પત્ની તો કહેતી હતી અંકલ

0
3960

પોતાની છોકરીની ઉંમરની છોકરીઓ સાથે આ 5 અભિનેતાઓએ કર્યા લગ્ન, ઉંમરનો એટલો અંતર કે તમે વિચારી પણ નહિ શકો

બોલીવુડનું એક પ્રખ્યાત ગીત છે ‘ઉમ્ર કી ન સિમા હો, ન જન્મ ક બંધન હો…’ આ ગીત માત્ર ફિલ્મોમાં જ નથી ગાવામાં આવ્યું. પણ તેને બે પ્રેમ કરવા વાળાએ રીયલ લાઈફમાં પણ ગાયું છે. પ્રેમની કોઈ સીમિત પરિભાષા નથી હોતી. એવું કહેવામાં આવે છે કે જયારે પ્રેમ થાય છે તો તે ન તો બંધન જુવે છે અને ન તો કોઈ મર્યાદા, એ તો બસ થઈ જાય છે. આજે અમે તમને થોડી એવી જોડીઓનો પરિચય કરાવીશું, જેમના વિશે જાણીને તમે પણ કહેશો કે ખરેખર પ્રેમમાં ન તો કોઈ ઉંમર હોય છે અને ન તો કોઈ મર્યાદા હોય છે. તે તો બસ બે દિલ જુવે છે. બોલીવુડમાં ઘણી એવી જોડીઓ છે જેમણે પ્રેમની જુદી જુદી પરિભાષા લખી દીધી છે. અહિયાં માત્ર દિલ મળવું જોઈએ, ત્યાર પછી ન તો ધર્મ, ન જાત-પાત કાંઈ જ નથી જોવામાં આવતું. તો આવો તમને એના વિષે થોડું વિસ્તારથી જણાવીએ.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી જોડીઓ છે, જેમની વચ્ચે ઉંમરનું ઘણું મોટું અંતર જોવા મળે છે. પરંતુ તેમનું લગ્ન જીવન ઘણું જ સારી રીતે ચાલી રહ્યું છે. તેઓ પોતાના પ્રેમને આખી દુનિયા સામે સ્વીકાર કરવામાં પણ પાછા નથી પડતા. તેમની જોડીને જોઈને એવું નથી લાગતું કે એમની ઉંમર વચ્ચે મોટું અંતર છે. તો આવો જાણીએ કે તેમાં ક્યા ક્યા અભિનેતાઓ શામેલ છે, જેમણે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે.

૧. કમલ હાસન અને સારિકા :

પહેલી જોડી છે કમલ હાસન અને સારિકાની. કમલે સારિકા સાથે વર્ષ ૧૯૮૮ માં લગ્ન કર્યા હતા. સારિકા કમલ હાસનથી ઉંમરમાં ઘણી નાની હતી. તેવામાં શરૂઆતમાં આ બન્નેની જોડીમાં ઘણી તકલીફો આવી હતી, પરંતુ પાછળથી બધું વ્યવસ્થિત થઈ ગયું હતું. સારિકા અને કમલ હાસનની જોડી ઘણી સારી લાગતી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે સારિકા પહેલા કમલ હાસને વાણી ગણપતી સાથે લગ્ન કર્યા હતા.

૨. રાજેશ ખન્ના અને ડીમ્પલ :

રાજેશ ખન્ના બોલીવુડમાં જાણીતું નામ રહ્યું છે. રાજેશ ખન્ના અને ડીમ્પલના પ્રેમની ચર્ચા તો તે દિવસોમાં સમાચાર પત્રોની હેડલાઈન બનીને રહેતી હતી. જયારે ડીમ્પલ રાજેશ ખન્નાના પ્રેમમાં પડી હતી ત્યારે ડીમ્પલની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. અને રાજેશ ખન્નાની ઉંમર ૩૧ વર્ષની હતી. તેવામાં તે બન્નેની ઉંમરમાં ઘણું અંતર હતું. અને રાજેશ ખન્ના અને ડીમ્પલની જોડી ઘણી સારી લાગતી હતી.

૩. કરીના કપૂર અને સૈફ અલી ખાન :

આજે કરીના કપૂર બોલીવુડની ઉત્તમ હિરોઈન છે, તેમણે પોતાનાથી ૧૦ વર્ષ મોટા એભિનેતા સૈફ અલી ખાન સાથે ધૂમધામથી લગ્ન કરી લીધા હતા. સૈફ અલી ખાન અને કરીના કપૂરને એક ક્યૂટ દીકરો છે, જેનું નામ તૈમુર છે. તૈમુર પણ એમના માતા પિતાની જેમ મીડિયામાં છવાયેલો રહે છે. જ્યારે સૈફ અલી ખાનના પહેલા લગ્ન થયા હતા, ત્યારે કરીનાએ અંકલ કહીને અભિનંદન આપ્યા હતા, પરંતુ પાછળથી બન્નેએ લગ્ન કરી લીધા અને આજે તે ઘણું જ સારું કપલ છે.

૪. સંજય દત્ત અને માન્યતા દત્ત :

ચોથી જોડી છે સંજય દત્ત અને માન્યતા દત્તની. આ બંને જણા વચ્ચે ઉંમરમાં ૧૯ વર્ષનું અંતર છે. તેવામાં જયારે સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતા તો સંજયની દીકરી ત્રિશાલાની ઉંમર ૨૧ વર્ષની હતી. તેવામાં માન્યતા અને ત્રિશાલાની ઉંમરમાં વધુ અંતર ન હતું. હવે સંજય દત્ત અને માન્યતા વર્તમાન સમયમાં ઘણા વધુ ખુશ છે.

૫. સની દેઓલ અને પૂજા દેઓલ :

આજની આપણી આ યાદીમાં અંતિમ જોડી છે, જાણીતા અભિનેતા સની દેઓલે અને એમની પત્ની પૂજાની. મિત્રો સની દેઓલ પોતાનાથી ૨૪ વર્ષ નાની પૂજા સાથે લગ્ન કરીને ઘણા ચર્ચામાં રહ્યા હતા. સનીને પૂજા ઘણી પસંદ હતી, જેને કારણે તેમણે પોતાની વચ્ચે ઉંમરના બંધનને આવવા ન દીધું. આજે બન્ને એક સારું અને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.