ખરીદી લાવો નવી શાનદાર કાર, EMI પણ નહિ ભરવા પડે તમારે, કાર પર કંપનીની જાહેરાત કરવાની છે

0
8464

દરેકનું એવું સપનું તો હોય જ છે કે તેની પોતાની એક કાર હોય. કાર ખરીદવાની ઈચ્છા તો બધાને થાય છે. પણ ઘણા લોકો પૈસાના અભાવે એવું નથી કરી શકતા. કાર લેવા જેટલી રોકડ રકમ મધ્યમ વર્ગના પરિવાર પાસે નથી હોતી, એટલે તેઓ હપ્તેથી લેવાનું વધારે પસંદ કરે છે. એવામાં જો કાર ઈએમઆઈ (હપ્તા) આપ્યા વગર મળી રહી હોય તો કાર લેવું વધારે સરળ થઈ જાય છે.

જી હાં, તમે ઈએમઆઈ આપ્યા વગર પણ નવી કાર ઘરે લાવી શકો છો. આવો તમને જણાવીએ કઈ રીતે. મિત્રો દેશની ઘણી જાહેરાત (વિજ્ઞાપન) કંપનીઓ એવી કમાલની સ્કીમ લઈને આવી છે, જેના અંતર્ગત તમે 10 લાખ રૂપિયા સુધીની કોઈ પણ કાર લઈ શકો છો. અને કારના ઈએમઆઈ એ કંપની પોતે ભરશે. તમારે કોઈ પણ ઈએમઆઈ નહિ ભરવા પડે. એના માટે બસ તમારે પોતાની કાર પર થોડા સ્ટીકર લગાવવા પડશે, જેના કારણે જાહેરાત કરતી કંપની તમારી કારના ઈએમઆઈ ભરશે.

હાલમાં આવી જાહેરાત વાળી ઓફરો 10 લાખ રૂપિયા સુધીની કિંમત વાળી કાર પર જ આપવામાં આવી રહી છે. આ ઓફર અંતર્ગત તમારે કારની કુલ કિંમતની 25% રકમ ડાઉન પેમેન્ટના રૂપમાં ચુકવવાની રહેશે. ત્યારબાદ જે કંપનીની ઓફર અંતર્ગત તમે કાર લઈ રહ્યા છો, એ કંપની તમારી કાર પર 40 થી 60% ભાગ પર પોતાની મરજી મુજબ જાહેરાત કરશે.

અને હા એક ખાસ વાત એ છે કે જાહેરાત કરતી કંપનીની શરત એવી છે કે, આ એમની જાહેરાતની સાથે છેડછાડ નહિ થવી જોઈએ. અને બીજી એ કે તમારી કાર દર મહિને 1000 થી 1500 કિલોમીટર ચાલવી જોઈએ. જો તમે નક્કી કરેલી મર્યાદાથી ઓછી કાર ચલાવો છો તો કંપની ઈએમઆઈ નહિ ભરે. આ બે વાતોનું તમે ધ્યાન રાખો તો કારના ઈએમઆઈનું ધ્યાન કંપની રાખશે.

આ કંપની આપી રહી છે ઓફર : ઈએમઆઈફ્રીકાર ડોટ કોમ – ડ્રિમ્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ, ટેંશનફ્રી કાર ડોટ કોમ.

તમે કંપનીની ફ્રેન્ચાઈઝી પણ લઇ શકો છો :

હા મિત્રો ઈએમઆઈ ફ્રી કાર ખરીદવાની સાથે-સાથે તમે કંપનીની ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો. આવી ઓફર ઈએમઆઈફ્રીકાર ડોટ કોમ આપી રહી છે. આ ઓફર અંતર્ગત તમે જાહેરાતનું કામ શરુ કરી શકો છો. આ ઓફર માટે કંપનીનો દાવો છે કે એમાં જે મૂડીનું તમે રોકાણ કરશો, એના લગભગ 10 મહિના પછી તમને રિટર્ન મળવાનું શરુ થઈ જશે. આ ઓફર વિષે કંપનીનું કહેવું છે કે તે આ અંતર્ગત યુવાઓને નવી તક આપવા માંગે છે.

ફ્રેન્ચાઈઝી કેવી રીતે મળે?

મિત્રો જો તમારે કંપનીની ફ્રેન્ચાઈઝી લેવી હોય, તો એના માટે તમારે એની વેબસાઈટ પર લોગ ઈન કરવું પડશે. ત્યારબાદ માંગેલી બધી જાણકારી આપવી પડશે, ત્યારબાદ કંપની તમને ફ્રેન્ચાઈઝી આપશે. આ લિંક http://www.emifreecar ડોટ com/franchise.php પર જવાથી તમે ફ્રેન્ચાઈઝી વિષે જાણકારી મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.