વિષ્ણુ પુરાણ અનુસાર મનુષ્યએ ભૂલથી પણ નિર્વસ્ત્ર થઈને આ 3 કામ કરવા નહિ.

0
1901

હિંદુ ધર્મ ઘણો જુનો છે અને એમાં ઘણા બધા પુરાણ અને ઉપનિષદ છે. અને દરેક પુરાણ, ઉપનિષદ અને વેદ તેમજ અન્ય ધાર્મિક ગ્રંથો માણસને સારા રસ્તે લઈ જવાનું કામ કરે છે. આ તમામ ગ્રંથો આપણને જીવન જીવવાની સાચી પદ્ધતિ જણાવે છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, માણસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

આ પુરાણો માંથી એક પુરાણ છે વિષ્ણુ પુરાણ, જે હિંદુ ધર્મનું સૌથી મહત્વનું પુરાણ માનવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં કાંઈક એવી વાતો જણાવવામાં આવી છે જેનું દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અનુસરણ કરવું જોઈએ.

પણ આજનો યુગ આધુનિક યુગ બની ગયો છે. અને એવામાં ઘણા ઓછા લોકોને પુરાણો અને ઉપનીષદ ઉપર વિશ્વાસ રહ્યો છે. આજના સમયના લોકોને ધર્મ-કર્મની વાતો ખોટી લાગે છે. એમના માટે તો માત્ર પૈસા જ બધું છે. તે કારણ છે કે લોકો ધાર્મિક ગ્રંથો પર વધુ વિશ્વાસ નથી કરતા. અને તેનું પરિણામ એ આવે છે કે, લોકો ઘણી બધી તકલીફોથી ઘેરાયેલા રહે છે. અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, વિષ્ણુ પુરાણ મુજબ વ્યક્તિ માટે એવા ક્યા કામ છે, જે નિર્વસ્ત્ર થઈને બિલકુલ પણ ન કરવા જોઈએ.

ભૂલથી પણ નિર્વસ્ત્ર થઈને ન કરો આ ત્રણ કામ :

નિર્વસ્ત્ર થઈને સ્નાન :

જાણકારી માટે જણાવી દઈએ કે, વિષ્ણુ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિએ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું જોઈએ નહિ. આમ કરવું કોઈ પાપથી ઓછું નથી હોતું. એટલે કે જયારે પણ તમે સ્નાન કરો છો, ત્યારે તમારા શરીર ઉપર કપડા હોવા જોઈએ. આ વાતનો સંબંધ શ્રીકૃષ્ણના બાલકાંડ સાથે જોડીને જોવામાં આવે છે. શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્ર લઈને ભાગી જતા હતા કારણ કે, ગોપીઓ નિર્વસ્ત્ર થઈને નદીમાં સ્નાન કરતી હતી. એવું પણ કહેવામાં આવે છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી જળ દેવતાનું અપમાન થાય છે.

નિર્વસ્ત્ર થઈને સુવું જોઈએ નહિ :

બીજું જે કામ છે જે નિર્વસ્ત્ર કરવાની મનાઈ છે એ છે સુવું એટલે કે નિંદ્રા લેવી. વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર વ્યક્તિએ ભૂલથી પણ નિર્વસ્ત્ર થઈને સુવું જોઈએ નહિ. અને તે નિર્વસ્ત્ર થઈને સ્નાન જેટલું જ મોટું પાપ હોય છે. રાત્રીના સમયે મનુષ્યને મળવા માટે તેમના પૂર્વજો અને પિતૃજન આવે છે. જો તે તમને નિર્વસ્ત્ર સુતા જોશે તો તેમને કેટલું ખરાબ લાગશે, અને તેઓ તમને મળ્યા વગર જ જતા રહેશે. રાતના સમય ઘણા જીવ જંતુઓ ફરતા રહે છે. નિર્વસ્ત્ર થઈને સુવાથી તે કરડવાનો ડર પણ રહે છે.

નિર્વસ્ત્ર થઈને ન લો સરણામત :

જાણકારી માટે જણાવી દઈએ કે, હાથમાં પાણી લઈને દેવતાઓને અર્પણ કરવાની પ્રક્રિયાને સરણામત કહેવામાં આવે છે. અને જયારે પણ તમે નિર્વસ્ત્ર થઈને હાથમાં પાણી લો છો, તો તેનાથી દેવતાઓનું અપમાન થાય છે. એમ કરવા વાળા વ્યક્તિના ચરિત્રને નુકશાન થાય છે. માટે આવું કામ કરવું જોઈએ નહિ. અને ઈશ્વરની આરાધના કરતી વખતે સીવડાવ્યા વગરના કપડા પહેરવા જોઈએ. સિલાઈ સાંસારિક મોહ-માયાના બંધનની નિશાની હોય છે. ભગવાનની ભક્તિ બંધન મુક્ત થઈને કરવી જોઈએ.