દરેક રસોડામાં વપરાય છે નોનસ્ટીક વાસણો, પણ ૯૯% લોકો નથી જાણતા તેની સત્ય હકીકત

0
4991

મિત્રો આપણે પહેલા ખાવાનું બનાવવા માટે માટીના વાસણ વાપરતા હતા. પછી નિરંતર વિકાસ થવાથી એલ્યુમીનીયમ, સ્ટેઈનલેસ સ્ટીલ અને નોનસ્ટીક જેવા અલગ અલગ ધાતુના વાસણો આપણે વાપરવા લાગ્યા. પણ શું તમે નોનસ્ટીક વાસણોનું અજાણ્યું રહસ્ય જાણો છો? જો નથી જાણતા તો આવો તમને અમેરિકાની જુબાની જણાવીએ.

વાત એમ છે કે ત્યાંના ૯૮% લોકોના લોહીમાં PFC (Perfloro Alkyls Compounds) પ્રાપ્ત થયું. આ આંકડા વિશ્વના વિકસિત દેશ અમેરિકાની પ્રજાના છે. હવે સવાલ એ ઉદ્ભવે છે કે મનુષ્યના લોહીમાં આ ક્લોરીન જેવો ઘાતક પદાર્થ આવ્યો ક્યાંથી?

તો આ વાત શરુ થઈ છે લગભગ ૮૦ વર્ષ પહેલા. સન. ૧૯૩૮ માં દુયોન્ત કંપનીમાં કામ કરતા રોય પ્લંકેટે ટેફલોનની શોધ કરી. આ તત્વને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બમાં યુરેનિયમ હેકસાફલોરાઇડને રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. કારણ કે ટેફલોનએ એક એવું તત્વ છે કે જે સામાન્ય તાપમાન પર વધુ સ્થિર અને અઘર્ષણશીલ છે જે ઉપયોગી છે.

હવે વર્ષ ૧૯૫૪ માં આ કંપનીએ એના પર પોતાનો ટ્રેડમાર્ક લીધો, અને અન્ય તત્વોના ઉત્પાદનો બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ વર્ષ ૧૯૫૧ માં નોનસ્ટીક વસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો. હવે જ્યારે આ વાસણનું વેચાણ શરૂ થયું ત્યારે ખ્યાલ પડ્યો કે આ વાસણોને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તેમાંથી ઝેરીલો ગેસ છૂટે છે. એટલે આ હાનિકારક નોનસ્ટીક વાસણો બજારમાંથી પાછા ખેંચવામાં આવ્યા.

એ પછી વર્ષ ૧૯૫૪ માં ફ્રાન્સમાં આના પેટન્ટ લેવાયા, અને વર્ષ ૧૯૫૬ માં ટેફલ નામની કંપની શરુ કરવામાં આવી. અને આ કંપનીએ આ વાસણનું વેચાણ એ શરત પર શરૂ કર્યુ, કે આ વાસણમાં ઉંચા તાપમાને ખોરાક બનાવવાથી શરીરના સ્વાસ્થ્યને નુકશાન ના પહોંચે. ત્યારબાદ દુપોન્ટ અને અન્ય કંપનીઓએ પણ આ પ્રકારના વાસણ વેચવાની જાહેરાત શરૂ કરી. થોડા જ સમયની સાથે આ પાત્ર લગભગ દરેક ઘરના રસોડાની શોભા બની ગયા.

સમય જતા વર્ષ ૧૯૮૧ માં એક એવો પ્રસંગ બન્યો કે આ કંપનીમાં કામ કરતી સાત ગર્ભવતી મહિલાઓમાંથી બે મહિલાઓને ત્યાં અસામાન્ય શિશુઓને જન્મ થયો. અને આ મહિલાઓના લોહીમાં પેરફ્લોરુટેનોઇક એસિડનું પ્રમાણ મળી આવ્યું. કંપનીએ આ મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકી. ત્યારબાદ વર્ષ ૨૦૦૪ માં આ એસિડ સ્થાનિક પીવાના પાણીમાંથી પ્રાપ્ત થયું, જેથી ડ્યુપોન્ટ પર ૩૪૩ મિલીયન ડોલરનો દંડ લગાવવામાં આવ્યો.

જાણકારી માટે જણાવી દઈએ કે રસોડામાં માત્ર એક જ વસ્તુમાંથી ક્લોરીન પ્રાપ્ત થાય છે, જે નોનસ્ટીક વાસણો છે. નોનસ્ટીક વાસણોમાં રહેલું ટેફલોન જયાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી કંઈ ખરાબ થતું નથી, પણ આ તત્વ ગરમ થવાથી જ વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કોઇપણ નોનસ્ટીક વાસણ ૩૬૦ ડીગ્રી સેલ્શિયસ પર ગરમ થયા પછી છ પ્રકારના ગેસ છોડે છે. અને ૫૩૮ ડીગ્રી સેલ્શિયસ પર ગરમ થયા પછી તે દસ ગણા ઝેરીલા ગેસ જેવા તત્વો છોડે છે.

એવામાં જો કોઇપણ વ્યક્તિ આ વાસણોનો ઉપયોગ જમવાનું બનાવવા માટે કરે છે અને એ તેનું સેવન કરે તો તે જીવલેણ બીમારીના શિકાર બની શકે છે. સંશોધન દરમિયાન આ તત્વ અમેરીકાની ૯૮% પ્રજામાં મળ્યા હતા. આજકાલ આપણા ભારતમાં પણ નોનસ્ટીક વાસણોનો રસોઇઘરમા ઉપયોગ ઘણો વધ્યો છે. હવે નિર્ણય તમારો છે કે તમારે શું કરવું અને શું ન કરવું.