14 કલાક પછી બરફ માંથી જીવતો નીકળ્યો સેનાનો જવાન, ત્યારબાદ એણે જે કહ્યું એ આખા દેશએ વાંચવું જોઈએ

0
11752

જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં જવાહર ટનલ પાસે ગુરુવારે એટલી બધી હિમવર્ષા થઇ, કે એમાં ઘણા પોલીસવાળા હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા. અહીં બરફનો એક પહાડ પોલીસ પોસ્ટ પર પડી ગયો, જેના કારણે 6 પોલીસ કર્મચારી, 2 ફાયર બ્રિગેડના કર્મચારી અને 2 કૈદી બરફ નીચે દબાય ગયા હતા.

આ ઘટના પછી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું, તો હિમસ્ખલનના 14 કલાક પછી એક જવાનને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. બીજા બધાને બહાર કાઢવાનું કામ હજુ શરુ છે. રેસ્ક્યુ કરવામાં આવેલા જવાનનું નામ ગુલઝાર અહમદ છે. બહાર નીકળ્યા પછી એમણે કહ્યું કે ‘મારે દેશની હજી વધારે સેવા કરવી હતી.’ જણાવી દઈએ કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેની જવાહર ટનલ પાસે છેલ્લા 3 દિવસોથી ભારે હિમવર્ષા અને લેંડ સ્લાઈડ્સ (જમીન સરકવી) ને કારણે તે સતત બંધ છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ ચોકીની આસપાસનો બરફ પહેલા હટાવવામાં આવ્યો. આ પ્રયત્નમાં દીવાલ તોડવી પડી, ત્યારે જઈને અંદરથી પોલીસ જવાનોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. રેસ્ક્યુમાં બચાવવામાં આવેલા લોકોને નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. પોલીસ ચોકીની અંદર પણ બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. આ કારણે રેસ્ક્યુના કામમાં મુશ્કેલી પણ આવી. પણ ‘એસડીઆરએફ’ના જવાન પોલીસના જવાનોએ બચાવવામાં સફળ રહ્યા.

હિમવર્ષાને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. હિમવર્ષાને કારણે શિમલા, કેદારનાથ, કુફરી, બિલાસપુર, ચકરાતા, ટિહરી, શ્રીનગર, બારામુલામાં સ્થિતિ ખરાબ થઇ રહી છે. અહીં સતત થઇ રહેલી બરફ વર્ષાને કારણે પ્રભાવ પડી રહ્યો છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફને કારણે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રસ્તા પર પથરાયેલી બરફની ચાદરે વાહનોનું નીકળવું મુશ્કેલ કરી દીધું છે.

આટલા કલાકો બરફમાં રહ્યા પછી જીવતા રહેવું જ સારી વાત કહેવાય. અને બહાર આવ્યા પછી એક કહેવું કે માટે હજી વધારે દેશની સેવા કરવી હતી, એ ઘણી બહાદુરીની વાત છે. મિત્રો આપણા દેશના જવાનો બરફવાળા પ્રદેશોમાં પણ શૂન્ય ડીગ્રી અને એનાથી ઓછા તાપમાનમાં રહે છે. તેઓ પોતાના ઘર પરિવારને છોડીને દેશની સેવા કરી રહ્યા છે. એમની દેશ માટેની આ લગનને આપણી સલામ. એમનું આ રીતનું બલિદાન આપણને સુરક્ષિત રાખવા માટે હોય છે. તો આપણી પણ ફરજ બને છે કે આપણે એમનું સમ્માન કરીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.