સુરતના આ દંપતીએ પોતાના મૃત્યુ પહેલા જ અંતિમ ક્રિયા માટે સ્મશાન ગૃહમાં આપ્યા ૫૦૦૦૦ રૂપિયા

0
2017

આજે અમે તમારા માટે એક એવા દંપતીનો કિસ્સો લઈને આવ્યા જેમણે પોતાની અંતિમ ક્રિયા માટે સ્મશાન ગૃહમાં પહેલાથી 50,000 રૂપિયા આપી દીધા છે. અમને વિશ્વાસ છે કે તમે એની એમના દ્વારા કરવામાં આવેલા કામ જાણશો તો તમે પણ એમના પર ગર્વ અનુભવશો. એમના વિષે જાણ્યા પછી તમે પણ કંઈક સીખશો.

તો વાત છે સુરતના એક પ્રખ્યાત વિસ્તારમાં રહેતા 98 વર્ષની ઉંમરના નરોત્તમભાઈ દાલિયા તથા તેમની 85 વર્ષની ઉંમરની પત્ની લક્ષ્મીબેન દાલિયા એકલા રહીને તેમનું જીવન જીવતા હતા. આ બંને જણાને કોઈ બાળકો હતા નહી. છતાં પણ આ વાતને લઈને એમણે ક્યારેય પ્રભુને દોષી નથી કહ્યા અને આ વાતનુ દુઃખ પણ ક્યારેય વ્યક્ત નથી કર્યુ.

નરોત્તમભાઈ એક સારા ટીચર રહ્યા છે, તથા એમના પત્ની લક્ષ્મીબેને એક સારા સ્વતંત્રસેનાનીની ભુમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે લક્ષ્મીબેને આપણા ભારત દેશના પુર્વ પી.એમ. મોરારજી દેસાઈ સાથે રહીને કામ કર્યુ છે. થોડા સમય પહેલા જ આ યુગલ તેમના ખ્યાતનામ એરીયાનો ત્યાગ કરી વૃધ્ધાશ્રમમાં રહેવા માટે ગયા.

તેમજ તેમણે પોતાના અગ્નિદાહ માટે સ્મશાન ગૃહને પહેલાથી જ 50,000 રૂપિયા આપ્યા હતા. એની પાછળનું કારણ એ હતું, કે તેમના મૃત્યુ પછી તેમની અંતિમ વિધી કરવા માટે વૃધ્ધાશ્રમને પણ કોઈ જાતની પરેશાની ન થાય. આ બંને જણા સેવા ક્ષેત્રમાં કામ કરે છે. વર્ષો પહેલા જ્યારે આમના ગામમાં સ્કુલ બની રહી હતી ત્યારે લક્ષ્મીબેને પોતાના ઘરેણા વેચીને તે પૈસા સ્કુલ બનાવવા માટે આપ્યા હતા.

એ વાત તો તમે જાણો છો, કે દરેક મહિલાને તેમના ઘરેણા કેટલા ગમતા હોય છે. તેમ છતા પણ લક્ષ્મીબેને સ્કુલ માટે પૈસા આપવા માટે પોતાના મનગમતા ઘરેણા વેચ્યા. જયારે એમને પૂછવામાં આવ્યું કે તમે શા માટે આમ કર્યુ? તો આ સવાલના જવાબમાં લક્ષ્મીબેન જણાવે છે, કે તેમણે માત્ર 4 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પણ એમની ઈચ્છા એવી છે કે પોતાના ગામની એક પણ કન્યા અભણ ન રહે. આ ગામડાના બધા જ બાળકો એમના છે.

આજે અમે તમને પરસોત્તમભાઇ તથા લક્ષ્મીબેન દ્વારા કરવામાં આવેલું એક એવુ કામ જણાવવાના છીએ, કે જેને જાણી તમારી પણ છાતી ફુલી ઊઠશે. આ જોડા પાસે ઘણી સંપત્તિ છે, અને એની કિંમત આશરે 180 કરોડ રુપીયા થાય છે. તેમણે આ બધી સંપત્તિ શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા લોકોનું કલ્યાણ કરનારી પ્રવૃતિઓમાં આપી દીધી છે. અને હાલમાં તે એક વૃધ્ધાશ્રમમાં પોતાનુ જીવન પસાર કરી રહ્યા છે.

આપણા દેશમાં એક તરફ કાંડ કરીને પણ પૈસા એકઠા કરતા વ્યક્તિઓ છે, તો બીજી તરફ સમાજ માટે પોતાની જાતને કુરબાન કરનારા વ્યક્તિઓ પણ છે. આપણી ભારતની મહાન સંસ્કૃતિએ ભારતીયોને બધું ત્યજીને ભોગવવાનો સાર કહેલો છે. અમુક લોકો તો માત્ર દેશ અને સમાજ માટે ફક્ત મોટી મોટી વાતો જ કરે છે, પણ આ દંપતીએ તમામ લોકોને ઉદાહરણ પુરુ પાડયુ છે. દેશને ગર્વ છે આ દંપતી પર.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.