જાણીલો પૈસા કમાવવાના મંત્ર અને અચૂક ઉપાય, અને બનાવો તમારું જીવન સુખી.

0
2836

પૈસા કમાવવાના મંત્ર અને અચૂક ઉપાય વિષે જાણી લો, તમારું જીવન સુખી થઈ જશે

મિત્રો વર્તમાન સમયની મોંઘવારીથી તો તમે પરિચિત જ છો. એવામાં અત્યારે લોકો વધારે પૈસા કમાવવા ઈચ્છે છે. કારણ કે એના વગર એમનું કોઈ સપનું અને જરૂરિયાત પૂરી નથી થઈ શકતી. આજે હાલમાં તો પૈસા વગર લોકોને દરેક ખુશી અધૂરી લાગે છે. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો પૈસા કમાવવા માટે ઘણા બધા ઉપાય કરો છો. પણ એમના લાખ પ્રયત્નો કરવાં છતાં પણ અસફળતા અને નિરાશા જ હાથમાં લાગે છે.

જો આપણે જોવા જઈએ તો આ જમાનામાં વ્યક્તિની આવક ઓછી અને ખર્ચ વધારે હોય છે. એવામાં કોઈ પણ વ્યક્તિ પોતાના માસિક પગારથી ખુશ નથી. લોકો અમીર થવાના સપના પોતાની આંખોમાં રાખીને બેઠા છે. પણ પૈસા કમાવવા એ કોઈ નાના બાળકોની રમત નથી. એના માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. અમુક વૃદ્ધોના જણાવ્યા અનુસાર પૈસા નસીબથી જ મળે છે. એવામાં તમારી કિસ્મત જ તમારો સાથ ન આપે, તો તમારા તમામ પ્રયત્નો પછી પણ તમે સફળતા નહિ મેળવો.

એના માટે લોકો ટોના-ટોટકાનો સહારો લે છે. અને હિંદુ ધર્મમાં ટોના-ટોટકાનું ઘણું મહત્વ છે, એ વાત તમે પણ ધ્યાનમાં લીધી જ હશે કે, ઘણા લોકો સમસ્યા સામે લડવા માટે ટોટકાનો સહારો લે છે. જો કે અમુક લોકો ટોટકાને ખરાબ કહે છે અને એનાથી બચવાની સલાહ આપે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દરેક ટોટકા ખરાબ નથી હોતા. અમુક ટોટકા અપનાવીને ખુશીઓ અને ઉન્નતિ પણ મેળવી શકાય છે.

આજે અમે તમને પૈસા કમાવાના મંત્ર અને સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમારા ઘરે ધનનો વરસાદ થશે અને ખુશીઓનું આગમન થશે. તો ચાલો જાણીએ પૈસા કમાવવાના મંત્ર કયા છે અને તમે એનો ક્યારે અને કેવી રીતે જાપ કરશો.

પૈસા કમાવવાના મંત્ર :

મિત્રો આ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. અને એના માટે તેઓ સખત પરિશ્રમ પણ કરે છે. પરંતુ જરૂરી નથી જે મહેનત કરે સફળતા એને મળે જ. કારણકે ઘણા બધા લોકો સખત મહેનત અને લગન પછી પણ જીવનમાં સફળ નથી થઈ શકતા. એવામાં આજે અમે તમને પૈસા કમાવવાના ત્રણ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે રાતો રાત માલામાલ થઈ જશો.

પહેલો મંત્ર :

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज !

मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी !!

અર્થ :

ભગવાન વિષ્ણુનું મંગળ થાય, જેમની ધજામાં ગરુડ છે એમનું મંગળમય થાય, જેમના કમળ જેવા નેત્ર છે એમનું મંગલમય થાય, એ પ્રભુ હરિનું મંગળમય થાય.

જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરશે તે હંમેશા સુખી રહેશે. આ મંત્રના જાપથી એને સુખ સમૃદ્ધિ મળવા લાગશે. વ્યક્તિના જીવનમાં અટકેલા કામ બનવા લાગશે અને એમને સુખનો અનુભવ થવા લાગશે. પરંતુ આ મંત્રને બોલવાનો યોગ્ય સમય છે. એને ગમે ત્યારે બોલવામાં આવતો નથી. આ મંત્રને સવારના સમયે બોલવા પર જ ફળની પ્રાપ્તિ થશે. થોડા દિવસો સુધી સતત આવું કરવાથી તમને ફરકે દેખાવાનું શરુ થઇ જશે.

બીજો મંત્ર :

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर !

परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः !!

અર્થ :

ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ ભગવાન શંકર છે. ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને હું પ્રણામ કરું છું.

ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે આ બીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારના સમયે રોજ કરવો જોઈએ. વ્યક્તિ જયારે આ મંત્રનો જાપ કરે છે, તો એના દ્વારા તે ગુરુઓને નમન કરે છે, અને એમની પાસે આવનાર જીવનમાં શાંતિની કામના કરે છે. વ્યક્તિની સફળતાની પાછળ કોઈ ને કોઈ ગુરુનો હાથ અવશ્ય હોય છે. અને એના માટે રોજ સવારે ઉઠીને આપણે એમને નમન કરવા જોઈએ. રોજ તમે આ મંત્રનો જાપ કરશો તો પરિવર્તન તમને જલ્દી જ દેખાવા લાગશે.

ત્રીજો મંત્ર :

कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती !

करमूले तू गोविन्द: (ब्रह्मा:) प्रभाते कर दर्शनम !!

અર્થ :

આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારા હાથના આગળના ભાગમાં લક્ષ્મી દેવી અને મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં ગોવિંદજી વસે છે.

આ મંત્ર ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ તમારે સવારે ઉઠીને પથારીમાં બેઠા બેઠા કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા સમયે તમે પોતાના બંને હાથ આગળની તરફ જોડીને એને પુસ્તકની જેમ ખોલો અને પછી આ મંત્રનો જાપ કરો. તમે પોતાના ખુલ્લા હાથને જોતા જોતા આ મંત્રનો જાપ કરશો, તો જ એનું ફળ પ્રાપ્ત થશે. રોજ આ મંત્રનો જાપ કરવાથી તમે પોતાના જીવનમાં ફરક અનુભવવા લાગશો અને સાથે જ તમને સુખ શાંતિની પ્રાપ્તિ થશે.આનાથી તમને ધનની પ્રાપ્તિ થવા લાગશે અને ક્યારેય ધનની કમી નહીં થાય.

પૈસા કમાવવાના અચૂક ઉપાય :

1. ઘરમાં દેવી દેવતાઓના ફોટા પર ચઢાવેલ માળાના ફૂલ સુકાવા પર એને તરત ઘરની બહાર કાઢી દો. કારણ કે સૂકા ફૂલ અને હાર ઘરમાં રાખવા બિનલાભકારી સાબિત થાય છે.

2. આ ઉપાય કરવાં માટે કાળા તલ પરિવારના બધા સભ્યોના માથા પરથી સાત વાર ઉતારી (ગોળ ફેરવી) ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ બંધ થશે.

3. આ ઉપાય માટે અડધો કિલો ગાયનું દૂધ લો. પછી આ દૂધને શ્રી ગણેશ અને લક્ષ્મીજીની પૂજામાં મુકો. પૂજા પૂરી થયા પછી આ દૂધને કોઈ ગરીબને દાન કરી દો, અથવા કોઈ મંદિરમાં ચઢાવી દો. જલ્દી જ તમારા પૈસા તમારી પાસે આવવા લાગશે. ધ્યાન રહે કે આ ઉપાય તમારે ફક્ત બુધવારના દિવસે જ કરવાનો છે.

4. તમારે જીવનમાં ક્યારેય સવારે ઉઠીને બ્રશ અને કોગળા કર્યા વગર ચા અથવા પાણી પીવું જોઈએ નહિ. ઉપરાંત ક્યારેય એઠાં હાથથી તથા પગથી ગાય અને બ્રાહ્મણને સ્પર્શ કરવો નહીં.

આ ઉપાયોની સાથે સાથે તમારે મહેનત કરવાનું તો શરુ જ રાખવું પડશે. કારણ કે માત્ર મંત્રનો જાપ કરવાથી કે ઉપાય કરવાથી પૈસા આવતા નથી. બંને સાથે કરવું પડશે, તો ઘરમાં બરકત રહેશે.