જોતા જ મોંમાં પાણી આવી જાય એવી રેસિપી “પાલક મકાઇ હાંડવો”, ક્લિક કરીને જાણો રીત

0
6596

આપણા દેશમાં દરેક રાજ્યની અલગ અલગ અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રખ્યાત હોય છે. આપણા ગુજરાતના જલેબી, ફાફડા, હાંડવો, ખમણ, ઢોકળા, થેપલા વગેરે જેવી ઘણી બધી વાનગીઓ ખુબ વખણાય છે. એવામાં આજે અમે તમારા માટે એક નવા ફ્લેવરનો હાંડવો બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. મિત્રો તમે સાદો હાંડવો તો અનેક વખત ખાધો હશે. પરંતુ શું તમે ક્યારેય પાલક અને મકાઇના કોમ્બિનેશન વાળો હાંડલો ટ્રાય કર્યો છે? જો તમારો ના છે, તો આજે અમે તમારા માટે તદ્દન અલગ રેસીપી લઇને આવ્યા છીએ. આજે અમે પાલક મકાઇ હાંડવો બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તો જાણી લો કે કેવી રીતે પાલક મકાઇનો હાંડવો ઘરે જ બનાવી શકાય છે.

પાલક મકાઇ હાંડવો બનાવવાની સામગ્રી :

ચોખા : 1 કપ

તુવેરની દાળ : 1/4 કપ

અડદની દાળ : 2 મોટી ચમચી

ચણાની દાળ : 1/2 કપ

દુધી (છીણેલી) : 1/4 કપ

પાલકની પ્યોરી : 1/2 કપ

ગાજર (છીણેલું) : 1/4 કપ

મકાઇના દાણા : 1/2 કપ

દહીં : 1/2 કપ

જીરૂ : 1 ચમચી

ખાંડ : 1/2 ચમચી

હળદર : 1 ચમચી

લીલા મરચાની પેસ્ટ : 1 મોટી ચમચી

આદુ લસણની પેસ્ટ : 1 ચમચી

કઢી લીમડો : 10-12 નંગ

ઇનો : 1 પાઉચ

તેલ : 1/2 કપ

રાઇ : 1 ચમચી

હીંગ : 1/4 ચમચી

મીઠું : સ્વાદ અનુસાર

પાલક મકાઇ હાંડવો બનાવવાની રીત :

આ સ્પેશિયલ હાંડવો બનાવવા માટે સૌથી પહેલા ચોખા અને ઉપર જણાવેલી દરેક દાળને ૪ – ૫ કલાક માટે પલાળી દો. ત્યારબાદ મિક્સરના જારમાં ચોખા અને બધી દાળને દહીં નાંખી ગ્રાઈન્ડ કરી દો. આ તૈયાર થયેલા મિશ્રણને ફરીથી ૪ – ૫ કલાક માટે સાઈડ પર મૂકી દેવું. હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, હળદર, મીઠું અને ખાંડ ઉમેરો.

ત્યારબાદ તેમાં છીણેલી દૂધી, છીણેલા ગાજર, મકાઈના દાણા, કાપેલી પાલક અને પાલકની પ્યોરી સારી રીતે મિક્સ કરો. હવે એક કઢાઇ લઈને એમાં તેલ ગરમ કરી રાઈ નાખો. હવે રાઈ તતડે એટલે એમાં જીરું, તલ અને કઢી લીમડો નાંખો. પછી તેને આપણા પહેલા તૈયાર કરેલા મિશ્રણમાં (ચોખા અને દાળ વાળું મિશ્રણ) મિક્સ કરીશું. હવે એ મિશ્રણમાં ઈનો નાખીને એને બરાબર મિક્સ કરો. પછી બીજી પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, તલ અને કઢી લીમડો નાંખો. ત્યારબાદ તેમાં હાંડવાનુ મિશ્રણ ઉમેરો. હવે ઉપરથી થોડા તલ ભભરાવો અને પેનને ઢાંકી દો. હાંડવો બંને બાજુથી કડક થાય એટલી વાર એને ગેસ પર રહેવા દો. બસ હવે તૈયાર છે તમારો સ્વાદિષ્ટ પાલક મકાઇ હાંડવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.