નોકરીના ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું PAN CARD ને હિન્દીમાં શું કહે છે? છોકરીએ જવાબ આપ્યો

0
5795

જયારે ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે, PAN CARD ને હિન્દીમાં શું કહે છે? ત્યારે છોકરીએ આપ્યો આવો જવાબ

આજકાલ હારીફાઈનો જમાનો આવી ગયો છે. અને આજના સમયમાં નોકરી મેળવવી સહેલું કામ નથી. પછી પ્રાઈવેટ નોકરી હોય કે સરકારી, નોકરી મેળવવા માટે લોકોની ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે. અત્યારે હાલમાં જ એક ઘટના વાયરલ થઈ હતી જેમાં એક આઈપીએસ ઓફિસરે આઈએએસ બનવા માટે પોતાની પત્નીની મદદથી છેતરપીંડી કરી હતી. પણ તે પકડાઈ જવાને લીધે હાલમાં તે પતી પત્ની જેલમાં છે.

મિત્રો, એ વાત સાચી છે કે આજકાલ પરીક્ષા પાસ કરવી કોઈ છોકરાની રમત નથી હોતી. માની લો જો કોઈ વ્યક્તિ આ અઘરી પરિક્ષા માંથી પસાર થઇ જાય છે, તો તેને પછીના રાઉન્ડમાં પર્સનલ ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવે છે. અને આ ઇન્ટરવ્યુંમાં એવા એવા અટપટ્ટા પ્રશ્નો પૂછવામાં આવે છે, કે જે આપણે સપનામાં પણ નહી વિચાર્યા હોય.

એમનો અટપટા પ્રશ્નો પૂછવાનો હેતુ તમારો આઇક્યુ તપાસવાનો હોય છે, જેથી તેઓ તમારી મગજની કુશળતા જાણી શકે. એવા જ એક કિસ્સામાં એક છોકરીએ IAS ની ટેસ્ટ પાસ કરી લીધી. પણ જયારે એનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું તો તેને એવા એવા સવાલ પૂછવામાં આવેલ કે અમે અને તમે વિચારી પણ નથી શકતા. ખબર નહિ આવા સવાલો લોકો લાવે છે ક્યાંથી. ખરેખર છોકરીએ તે સવાલોના શું જવાબ આપ્યા તે પણ જાણી લો.

સવાલોએ પજવ્યા લોકોને :

મિત્રો તમે જાણો જ છો કે આજનો સમય ખુબ ઝડપી અને આધુનિક બનતો જઈ રહ્યો છે. જ્યારથી ઈન્ટરનેટ આવ્યું છે, ત્યારથી બાળકોનું ધ્યાન અભ્યાસથી દુર જ થતું જઈ રહ્યું છે. આજકાલ બાળકો અભ્યાસની જગ્યાએ આખો દિવસ ફોન ઉપર ચેટીંગ કરતા રહે છે કે પછી ટીવી જોતા રહે છે. પહેલા સમયની જેમ આજના બાળકોનું મગજ એટલું વિકસિત નથી રહ્યું. પણ તેમાં બાળકોની પણ એટલી ભૂલ નથી કેમ કે સમય જ એવો છે.

તેમજ આપણે ત્યાં ભ્રષ્ટાચાર પણ એટલો વધતો જાય છે, કે સામાન્ય માણસને મજુરીને બદલે નોકરી મળવી ના બરોબર થઇ ગયું છે. થોડા લોકો ઇન્ટરવ્યુંમાં એવા એવા સવાલ પૂછે છે કે સામે વાળા પોતે જ હાર માની જાય છે. કઈક એવી જ ઘટના હાલમાં જ જોવા મળેલ. જ્યાં એક છોકરીને આઈએએસની પરીક્ષા પછી ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવેલી. ત્યાં તે છોકરીને એવા એવા સવાલ પૂછવામાં આવ્યા કે છોકરી દંગ રહી ગઈ. આવો જાણીએ તે સવાલો વિષે અને જાણીએ તેના જવાબ છેવટે શું છે.

તો આવો મિત્રો અમે તમને જણાવીએ તે સવાલો વિષે અને સાથે જ અમે તમને જણાવીશું જે આ અટપટ્ટા સવાલોના ચટપટ્ટા જવાબો શું હતા. તે સવાલોના જવાબ વાંચતા પહેલા જ મિત્રો એક વખત પોતે જ જવાબ આપવાનો પ્રયત્ન જરૂર કરશો. અમને પૂરો વિશ્વાસ છે કે તે સવાલોનો જવાબ આપી શકવા તમારા માટે પણ સરળ નહી હોય.

પ્રશ્ન ૧ : સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પાન કાર્ડને હિન્દીમાં શું કહેવામાં આવે છે?

જવાબ : સ્થાયી ખાતા નંબર.

પ્રશ્ન ૨ : પૃથ્વીના ભૂસ્તર ઉપર વધારે પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે?

જવાબ : એલ્યુમીનીયમ ધાતુ.

પ્રશ્ન ૩ : ભારતમાં ગુલામ વંશની સ્થાપના કરનાર વ્યક્તિનું નામ શું હતું?

જવાબ : કુતુબદિન એબક.

પ્રશ્ન ૪ : આજ સુધી સૂર્યએ જમીન ઉપર ક્યારે પણ ન જોયેલ વસ્તુ કઈ છે?

જવાબ : અંધારું.