બોલીવુડના કલાકારો પોતાના પ્રાઈવેટ જેટ અહીં પાર્ક કરે છે, જાણશો તો તમે પણ ચકિત રહી જશો.

0
2894

બોલીવુડના કલાકારોની સંપત્તિ વિષે શું વાત કરીએ? એમની પાસે અઢળક રૂપિયો છે. જેટલા માટે સેલીબ્રીટી એટલી વધારે આવક. અને એટલા જ મોટા એમના શોખ. એમની પાસે મોંઘા મોંઘા બંગલા હોય છે, મોંઘી મોંઘી કાર અને બાઈક પણ હોય છે. તેમજ એમની પાસે પોતાના પ્રાઇવેટ જેટ પણ હોય છે. અને હોય જ ને, કારણ કે એમની આવક જ એટલી બધી છે કે તેઓ આટલી મોંઘી વસ્તુઓ ખરીદી શકે છે.

આપણા બોલીવુડમાં એવા ઘણા કલાકાર છે જેમની પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. જી હાં, આ લિસ્ટમાં અત્યાર સુધી ઘણા કલાકાર શામેલ થયા છે. આજે અમે વાત કરીશું એ કલાકારોની જેમની પાસે પ્રાઈવેટ જેટ છે. અને એમના એ જેટ વિષે ઘણા બધા લોકો જાણતા પણ હશે. હા, પણ એ નહિ ખબર હોય કે તેઓ એને પાર્ક ક્યાં કરે છે. એ વાતની જાણકારી અમુક જ લોકોને હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ક્યાં પાર્ક કરવામાં આવે છે આ કલાકારોના પ્રાઈવેટ જેટ.

ભારતના મુંબઈ શહેરમાં બે એયરપોર્ટ છે, અને આ એયરપોર્ટ પર હજારો લોકોની અવરજવર શરુ જ રહે છે. અને એ કારણે આ એયરપોર્ટમાં આખો દિવસ લાખો લોકોની ભીડ રહે છે. તો એવામાં મુંબઈ એયરપોર્ટમાં વધારે ભીડ રહેતી હોવાને કારણે, અહી એટલા પેસેંજર વિમાનો પણ વધારે આવે છે. એટલે અહીં પર પ્રાઈવેટ વિમાનોના પાર્કિંગ માટે જગ્યા નથી બચતી.

આ કારણ સર બોલીવુડના લગભગ બધા કલાકાર પોતાના પ્રાઈવેટ જેટને નાગપુર, હૈદરાબાદ અને અમદાવાદમાં આવેલા એયરપોર્ટમાં પાર્ક કરે છે. અને જણાવી દઈએ કે બોલીવુડના કલાકારના સૌથી વધારે પ્રાઈવેટ જેટ અમદાવાદના એયરપોર્ટમાં પાર્ક થાય છે.

તમને કદાચ ખબર નહિ હોય કે પ્રાઈવેટ જેટને પાર્ક કરવા માટે એયરપોર્ટ ઓથોરિટી જેટના માલિક પાસે એક દિવસના લગભગ 75000 રૂપિયા ભાડું લે છે. એ હિસાબે એક મહિનાના લગભગ 22 લાખ 50 હજાર રૂપિયા ભાડું એ કલાકાર માત્ર પાર્કિંગ માટે ચૂકવે છે. હવે બોલીવુડના આ કલાકારો એટલા તો અમીર હોય જ છે, કે તેઓ આવા શોખ રાખે છે તો એમની પાસે એ શોખ પુરા કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ પણ હોય જ છે.

હવે આપણી બોલીવુડ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં શાહરુખ ખાન, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, શિલ્પા શેટ્ટી, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકાર પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. અને તેઓ પોતાની કમાણી માંથી જ જેટના પાર્કિંગનું ભાડું ચૂકવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.