એક રિસર્ચમાં થયો ચકિત કરી દે એવો ખુલાસો. જે વ્યક્તિ પોતાના પાર્ટનરને ચીપકીને ઊંઘે છે તે…….

0
5030

સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તેમજ આખા દિવસનો થાક ઉતારવા માટે ઊંઘ ઘણીં જરૂરી છે. આપણા બધાના જીવનમાં જેટલું ખોરાક અને પાણીનું મહત્વ છે એટલું જ ઊંઘનું મહત્વ પણ છે. કારણ કે પુરતી માત્રામાં ઊંઘ ન લેવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડે છે.

પુરતી ઊંઘ ન લેવાથી વ્યક્તિના દૈનિક જીવન પર પણ વિપરીત પ્રભાવ પડે છે. અને એનું પરિણામ વ્યક્તિએ કોઈ ને કોઈ રીતે અવશ્ય ભોગવવું જ પડે છે. અને જો આપણે ઊંઘતા સમયે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક સાબિત થઈ શકે છે.

મિત્રો આ દુનિયામાં રહેલા દરેક વ્યક્તિની ઊંઘવાની રીત અલગ હોય છે. ઉદાહરણ તરીકે અમુક લોકો આખા પલંગ પર ફેલાઈને ઊંઘે છે. તો અમુક લોકો એવા પણ હોય છે, જેમને એકલા ઊંઘ નથી આવતી, એટલે તે કોઈની ને કોઈની સાથે ઊંઘે છે. તો જણાવી દઈએ કે, જે લોકો એકલા નથી ઊંઘતા અને જે લોકો પોતાના પાર્ટનર સાથે ઊંઘે છે, એમના સંબંધમાં એક ખુલાસો થયો છે જે ઘણો અલગ અને ચોંકાવનારો પણ છે.

આ લેખમાં અમે તમારી સાથે એની થોડી જાણકારી શેયર કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમાં જ અમેરિકામાં એક શોધ કરવામાં આવી છે. આ શોધ 1000 લવ કપલ્સ પર કરવામાં આવી છે, જેમા 500 લવ કપલ્સ એવા હતા જે રાત્રે એકબીજાથી દૂર ઊંઘતા હતા. અને બીજા 500 કપલ એવા હતા જે રાત્રે એક બીજા સાથે ચિપકીને ઊંઘતા હતા.

અને આ રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે, જે કપલ એકબીજા સાથે ચિપકીને ઊંઘતા હતા તે માનસિક અને શારીરિક રૂપથી ઘણા વધારે ફિટ હતા. અને જે કપલ એકબીજાથી દૂર ઊંઘતા હતા એમની સાથે શારીરિક અને માનસિક મુશ્કેલીઓ બનેલી રહેતી હતી. તો મિત્રો આ રિસર્ચથી એ વાતનો તો ખુલાસો થયો કે, પાર્ટનર સાથે ચિપકીને ઊંઘવાના ઘણા લાભ હોય છે, જે આપણા સ્વાસ્થય સાથે સંબંધિત હોય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એના વિષે જ જણાવવાના છીએ.

આવો તમને જણાવીએ કે એ કયા લાભ છે જે આપણને પાર્ટનર સાથે ચિપકીને ઊંઘવાથી મળે છે.

સૌથી પહેલું તો રાત્રે જે લોકો પોતાના પાર્ટનર સાથે ચિપકીને ઊંઘે છે, એમને ક્યારેય એકલતાનો અનુભવ થતો નથી. અને સાથે જ એવું પણ જાણવામાં મળ્યું કે, એકલા ઊંઘતા લોકોની તુલનામાં કોઈની સાથે ઊંઘતા લોકોની ઉંમર લાંબી હોય છે.

જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા છે, તો એનો પણ એક સારો ઉપાય છે કે તમે પોતાના પાર્ટનરની નજીક ઊંઘો. કારણકે એનાથી તમને સારી ઊંઘ આવશે, અને તમારી ઊંઘ ન આવવાની સમસ્યા પણ જલ્દી જ દૂર થઈ જશે.

એક શોધ પ્રમાણે, જો તમે કોઈને ગળે લગાવો છો, તો એનાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. એટલા માટે તમારે રાત્રે પોતાના પાર્ટનરને ગળે લાગીને જ ઊંઘવું જોઈએ. એની સાથે જ રાત્રે એકબીજાને ચીપકીને ઊંઘવા વાળા લોકોને માથાના દુઃખાવાની તકલીફ પણ નથી રહેતી. કારણકે રાત્રે પાર્ટનર સાથે ચિપકીને ઊંઘવાથી મગજ આખી રાત શાંત રહે છે અને સવારે ઉઠતા સમયે માથાનો દુ:ખાવો પણ નથી થતો.

જણાવી દઈએ કે રાત્રે પાર્ટનર સાથે ચિપકીને ઊંઘવાથી તમારો આખા દિવસનો થાક અને તણાવ, જોશ અને સ્ફૂર્તિમાં બદલાય જાય છે. એ કારણે બીજા દિવસે સવારે તમે ઘણું સારું અનુભવ કરશો.

તેમજ જો પાર્ટનર સાથે ચિપકી ઊંઘવામાં આવે તો તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. એ કારણે તમારું બ્લડ સરક્યુલેશન સારું રહે છે, અને તમારું મન ઉત્તેજિત રહે છે.

અને આ શોધમાં એવું પણ જાણવા મળ્યું છે કે, રાત્રે પાર્ટનર સાથે ચિપકીને ઊંઘવાથી એમની વિચારવાની અને વસ્તુ યાદ રાખવાની ક્ષમતા પણ વધે છે.

હવે એક બીજાને ચીપકીને ઊંઘવાના આટલા બધા ફાયદા જાણ્યા પછી, જો તમને પણ એકલા ઊંઘવાની આદત છે અથવા તમે પોતાના પાર્ટનરથી દૂર ઊંઘો છો, તો આજથી જ એ આદત બદલી નાખવી તમારા માટે ફાયદાકારક રહેશે.