પત્ની સાથે ક્યારેય કરો નહીં ઝગડો, નહીં તો ક્યારેય નહીં બની શકો ધનવાન.

0
11455

પત્ની સાથે ઝગડો કરવા વાળા હંમેશા રહે છે આ વસ્તુની શોધમાં, જાણો.

વ્યક્તિના જન્મ સાથે જ તેની ઉપર તમામ ગ્રહ નક્ષત્રની અસર પડવાની શરુ થઇ જાય છે. તેની ઉપર થોડી સારી અસર પડે છે અને થોડી ખરાબ અસર પડે છે. કોઈપણ બાળકના જન્મ વખતે જ તેની કુંડલી બનાવરાવામાં આવે છે. જેથી તેના ગ્રહ નક્ષત્ર વિષે સારી રીતે જાણી શકાય. પણ ગ્રહો અને નક્ષત્રોથી વધુ માણસના કર્મો તેમના જીવન ઉપર વધુ અસર પાડે છે. જો વ્યક્તિના સારા કર્મો હોય છે તો ગ્રહોની શુભ અશુભ અસર પણ બદલી શકે છે.

દરેક વ્યક્તિની અંદર થોડી સારી ટેવો અને થોડી ખરાબ ટેવો હોય છે. તેમની થોડી ટેવો તો એવી હોય છે, જે તેમની સાથે જીવનભર રહે છે. થોડા લોકો પોતાની ખરાબ ટેવોને સમય સાથે બદલી નાખે છે, પણ થોડીક ટેવો ઈચ્છા હોવા છતાં પણ નથી બદલી શકતા. તમે હંમેશા અમુક લોકોને પોતાની પત્ની સાથે ઝગડા કરતા જોયા હશે. એવા લોકો જીવનમાં ક્યારે પણ ખુશ નથી રહી શકતા.

મહિલાઓ હોય છે ઘરની લક્ષ્મી :

જો તમારી અંદર પણ એવી ટેવો હોય તો સમય જતા બદલી નાખો, નહીંતો જીવનમાં પૈસાદાર બનવાની તમારી ઈચ્છા ક્યારે પણ પૂરી નહીં થઇ શકે. ભારતમાં મહિલાઓને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે. એક મહિલા ઘરને સ્વર્ગ અને નરક બન્ને બનાવી શકે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન થતું નથી, ત્યાં હંમેશા ગરીબી છવાયેલી રહે છે, તેનાથી વિરુદ્ધ જે ઘરમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે, ત્યાં ધનની અછત ક્યારે પણ નથી થતી.

જ્યાં હોય છે સુખ શાંતિ, ત્યાં નથી હોતી ધનની અછત :

એક કુટુંબનો આનંદ બન્ને ઉપર આધાર રાખે છે. જો પતિ અને પત્ની બન્ને હળી મળીને પ્રયાસ કરે છે તો ક્યારે પણ નિરાશા મળતી નથી. સાચું જ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુખ-શાંતિ હોય છે, ત્યાં ધનની કોઈ અછત નથી હોતી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ મહિલાઓની કુંડળી શુક્ર પુરુષોની કુંડળીમાં સુખી કૌટુંબિક જીવનનું કારણ હોય છે. શુક્ર રોમાન્સ અને સંમોહકતાની નિશાની છે. તેનાથી શારીરિક સોંદર્ય, લગ્ન, વંશવૃદ્ધી, અને પ્રેમ વધારે છે. જો કોઈ પ્રુરુષની કુંડળીમાં શુક્ર અશુભ ચાલી રહ્યો હોય છે તો તેને ઘન અને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમારી કુંડળી સાથે શુક્રને યોગ્ય બનાવવાના થોડા ઉપાય :

૧. હંમેશા પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ.

૨. દરરોજ પોતાના જનનાંગોને દહીથી ધોવા જોઈએ.

૩. કાંસાના કોઈ વાસણમાં સાત અનાજ ભરીને કોઈ ધાર્મિક સ્થળ ઉપર દાન કરવું જોઈએ.

૪. ભૂલથી પણ સૂર્યની ઉપસ્થિતિ માં એટલે દીવસમાં શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ.

૫. જ્યાં પણ શરીર ઉપર ખોટી રીતે વાળ ઉગે છે તો તેને સાફ કરતા રહેવા જોઈએ. એવી જગ્યાએ વાળ રાખવા અશુભ હોય છે.