ગરીબ પિતાએ જમીન વેચીને દહેજમાં આપી હતી કાર, દીકરીએ લખાવ્યું હતું એના પર માતા પિતાનું નામ, અને થોડા કલાકો પછી…

0
1994

ભારત માંથી દહેજ પ્રથા નાબુદ કરવાં સરકાર તરફથી, અને સામાજિક કાર્યકર્તાઓ તરફથી તેમજ ઘણા મહાનુભાવો તરફથી વારંવાર પ્રયત્નો થતા રહે છે. છતાં પણ અમુક વિસ્તારોમાં આજે પણ દહેજ પ્રથા ચાલી રહી છે. તમે પણ ઘણી વાર દહેજ પ્રથાને લાગતા સમાચાર સાંભળતા હશો.

પણ આજે અમે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને ખરેખર તમારો પણ આત્મા કંપી જશે. આ સંપૂર્ણ ઘટના પૂર્ણિયા જીલ્લાની છે. જ્યાં છોકરીના ઘર વાળાએ સાસરિયા વાળા ઉપર તેની દીકરીને માર મારવાનો આરોપ લગાવ્યો છે. એ છોકરીના ઘર વાળાએ લગ્ન સમયે દહેજમાં એક કાર આપી હતી. જેની ઉપર તેણે તેના માતા પિતાનું નામ પણ લખાવ્યું હતું. પરંતુ ત્યારે તે નહોતી જાણતી હતી, કે બરોબર આઠ કલાક પછી તે કારમાં તેની લાશ હશે.

મળેલી જાણકારી અનુસાર એ છોકરીનું નામ મીનું હતું. અને તેના પિતાએ પોતાની જમીન વેચીને પોતાની દીકરીને આ કાર ભેંટમાં આપી હતી. થોડા દિવસ અગાઉ જ તેમની દીકરીના લગ્નની વર્ષગાંઠ હતી, એટલે એ લોકો એનીવર્સરી સેલીબ્રેટ કરવાની તૈયારીમાં લાગ્યા હતા. પણ પછી આ છોકરીના ઘરવાળાએ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડી.

પોતે આપેલી કારમાં પોતાની જ દીકરીની લાશ જોઇને માં અને મીનુંની બહેનોની રડી રડીને હાલત ખરબ થઇ ગઈ હતી. મીનુંના પતી કુંદન અંવષ્ઠ પોતાના ભાઈ અને પિતા સાથે મળીને મીનુંના શબને ક્યાંક લઇ જઈ રહ્યા હતા, અને ત્યારે મીનુંના ઘરવાળાઓએ તેને પકડી લીધા, અને પોલીસ સ્ટેશનમાં લઇ જઈને ખુબ બબાલ કરી.

જણાવી દઈએ કે છોકરીના ઘરવાળાઓએ છોકરીના સાસરિયા વાળા વિરુદ્ધ દહેજ ઉત્પીડનાને લઈને હત્યાનો કેસ નોંધાવવા માટે અરજી કરી છે. અને એ વિષે પોલીસનું કહેવું છે કે મીનુંના પતી, તેના દિયર, સસરા અને બીજા લોકો વિરુદ્ધ કેસ નોંધી દેવામાં આવ્યો છે. લગ્ન પછી મીનુંનો પતી હંમશા તેની સાથે લડાઈ ઝગડો કરતો રહેતો હતો. અને તેને હંમેશા કાર માટે ત્રાસ આપતો રહેતો હતો.

મીનુંની બહેનનું કહેવું છે કે, તેના પિતા એક નાના નોટા વેપારી છે, તેમ છતાં પણ પોતાની દીકરીની ખુશી માટે તેમણે જમીન વેચીને તેને એક કાર ખરીદી આપી. પરંતુ તે લોકોની લાલચ વધતી જ ગઈ. અને કાર મળ્યા પછી પણ તે લોકો પૈસાની માંગણી કરવા લાગ્યા.

અને જો સમાચારોનું માનીએ તો મીનુંના પતી બીએસએફ સૈનિક છે. તે શ્રીનગરમાં જ ફરજ બજાવે છે. પરંતુ મંગળવારની રાત્રે જ તે ઘરે આવ્યો હતો, તેવામાં છોકરીના ઘર વાળાનું કહેવું છે કે, બુધવારે રાત્રે તેની દીકરીના સાસરિયા વાળાએ મળીને તેની હત્યા કરી નાખી. આમ તો વિસ્તારના એસપીનું કહેવું છે કે, મીનું એ ગળાફાંસો ખાઈને જાતે પોતાને મારી નાખી છે.

હાલમાં વિડીયો કુટેજ જોયા પછી જ આ કેસની કાર્યવાહી આગળ વધી શકશે. આમ તો તેના વિષે મીનુંના પતીનું કહેવું છે કે, તે બન્ને વચ્ચે હંમેશા સાથે રહેવાને લઈને તણાવ રહેતો હતો, તેણે હંમેશા ફરજને કારણે બહાર જ રહેવું પડતું હતું. જેને કારણે તે બન્નેમાં લડાઈ ઝગડા થતા રહેતા હતા. પણ કારણ ભલે જે પણ હોય, પરંતુ અમે તો એ આશા રાખીએ છીએ કે, જે માતા પિતાએ પોતાની દીકરી ખોઈ છે, તેને ન્યાય જરૂર મળે.