આ રીતે આપે છે પિતૃઓ સંકેત કે તે તમારા ઉપર ખુશ છે કે નાખુશ, આ જાણવું તમારા માટે છે ખુબ જરૂરી

0
23129

આપણા હિંદુધર્મમાં ઘણી બધી પ્રથા અને પરંપરાઓ રહેલી છે. અને તે આજથી જ નહિ પણ પ્રાચીન કાળથી જોવા મળે છે.એમાંથી એક છે પિતૃ એટલે કે મૃત્યુ પામેલા પૂર્વજોને તર્પણ કરવાની પ્રથા. આ પ્રથા પણ ઘણી પ્રાચીન છે. એના માટે આપણા પંચાંગમાં શ્રાદ્ધપક્ષના સોળ દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિ પોતાના પૂર્વજોને યાદ કરે છે અને તેમનું તર્પણ કરાવીને તેને શાંતિ અને તૃપ્તિ પૂરી પાડે છે. જેથી તમને તેમના આશીર્વાદ અને સાથ મળતો રહે.

આપણે ત્યાં એવી માન્યતા પ્રચલિત છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષમાં પોતાના પિતૃને તર્પણ, પીંડદાન અને એમનું શ્રાધ જેવા જરૂરી કાર્યો નથી કરતા તેમણે પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને થોડા એવા સંકેત જણાવવા જઈ રહ્યા છીએ, જે તે વાત તરફ ઈશારો કરે છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે કે પછી ખુશ. તો આવો તમને જણાવીએ એ સંકેતો વિષે.

જો તમારા પિતૃ તમારાથી નારાજ છે અને તમારા ઉપર પિતૃદોષ છે તો થોડા આવા સંકેત પ્રાપ્ત થાય છે :

1) સંતાન સાથે જોડાયેલી સમસ્યા :

જણાવી દઈએ કે તમારા પિતૃ તમારાથી નારાજ રહે છે, તો તેવામાં તમારે જીવન દરમ્યાન સંતાન સાથે જોડાયેલી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. એમાં સંતાન પેદા ન થવું, પેદા થયા પછી પણ જીવિત ન રહેવું અને સંતાનનું હંમેશા બીમાર રહેવું વેગેરે સંકેતો હોય છે. આ બધા સંકેતો એ દર્શાવે છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે, અને તમારે તેને પ્રસન્ન કરવા માટે તરત જ કોઈ ઉપાય કરવા જોઈએ.

2) બની રહે છે ધનની તંગી :

જે વ્યક્તિના ઘરમાં હંમેશા આર્થીક તંગી બની રહેતી હોય, અને ભેગકારેલા પૈસા પાણીની જેમ વપરાતા હોય છે, તેમજ કોઈ પણ પ્રકારના કોઈ લાભ પ્રાપ્ત થતા નથી. તો આ બધા સંકેત પિતૃ દોષના ગણવામાં આવે છે.

3) લગ્નમાં આવે છે અડચણ :

તમારા લગ્નમાં અડચણ આવવી પણ પિતૃદોષનું લક્ષણ હોય છે. એને લીધે કન્યાના લગ્ન ઘણી મુશ્કલીથી થાય છે, અને તેમ છતાં પણ એમને મનપસંદ વર નથી મળી શકતો.

4) ઘરમાં હંમેશા કંકાસ-ઝગડા થાય છે :

જાણકારી માટે જણાવી દઈએ કે જે ઘરમાં પિતૃ ખુશ નથી રહેતા, તે ઘરમાં હંમેશા જ કંકાસ અને લડાઈ ઝગડાનું વાતાવરણ બની રહે છે. ઘરમાં શાંતિ નથી રહેતી અને તે કારણે જ પરિવારના સભ્યો જ એક બીજાના દુશ્મન બની જાય છે.

5) પરિવારના કોઈ ને કોઈ સભ્યનું બીમાર રહેવું :

ઘરમાં પિતૃનો આશીર્વાદ ન રહેવાને કારણે હંમેશા કોઈને કોઈ વ્યક્તિ શારીરિક રીતે બીમાર રહે છે. કે પછી ક્યારે ક્યારે તો કોઈ ગંભીર બીમારી સામે પણ ઝઝૂમવું પડી જાય છે. આ પણ એક સંકેત છે જે તમને મળે છે.

હવે જો પિતૃનો આશીર્વાદ તમારી ઉપર રહેલો છે અને તે તમારાથી પસન્ન છે, તો તમને કાંઈક આવા સંકેત પ્રાપ્ત થાય છે.

1) તમને શ્રાદ્ધ કાળ દરમ્યાન અચાનક ધનની પ્રાપ્તિ થાય, કે અટકેલા કામ શરુ થઇ જાય, તેમજ નવા કામ શરુ થવા આ બધા પિતૃની કૃપાના સંકેત છે.

2) તેમજ જો તમારા ઘરના કોઈ અવસાન પામેલા વ્યક્તિને યાદ કરતા માત્રથી તમારા કામોમાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે, તો એનો અર્થ છે કે તમારી ઉપર પિતૃની વિશેષ કૃપા છે.

3) ત્રીજો સંકેત એ છે કે જો તમને સપનામાં હંમેશા પિતૃ એટલે પૂર્વજ ખુશ અને આશીર્વાદ આપતા જોવા મળે છે, તો તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે.

4) તમારા સપનામાં જો તમે સાંપને પોતાની સુરક્ષા અને સહયોગ કરતા જોવ છો, તો એ પણ તમારા પર પિતૃના આશીર્વાદ હોવાના સંકેત છે.

5) અમાસ કે તે તિથીની આસપાસ જયારે લોકોને હંમેશા નુકશાન થાય છે, ત્યારે તમને વિશેષ લાભ થવો કે વાહન સુખ મળવું, એ પણ તમારા પર પિતૃની કૃપાનો સંકેત હોય છે.

6) છેલ્લી અને અંતિમ વાત એ છે, કે જે વ્યક્તિના પોતાના માતા-પિતા સાથે સારા સંબંધ રહે છે, તેમજ ઘરમાં ક્યારેય કોઈનું આકસ્મિક મૃત્યુ ન થયું હોય તો તેવા પરિવાર ઉપર પિતૃની વિશેષ કૃપા રહે છે.