પીઝાની ડીલીવરી આપવા પહોંચેલા છોકરાએ મહિલાના હોઠોના ઈશારાને સમજી આવી રીતે બચાવ્યો જીવ

0
1195

મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે આપણી દુનિયા જેટલી વિચિત્ર છે, એટલા જ વિચિત્ર આ દુનિયામાં રહેવા વાળા લોકો છે. ઘણા લોકો એવા એવા કામ કરે છે કે, એના વિષે તમે જાણો તો તમે પણ દંગ રહી જશો. આજે અમે તમને એક એવા જ વિચિત્ર માણસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે સાંભળીને તમે પણ દંગ રહી જશો.

અમે આજે તમને જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે અમેરિકાના દક્ષીણમાં આવેલા વિસ્કાસીનના વાલ્ડોની છે. જ્યાં એક વ્યક્તિ પીઝા ડીલીવરીનું કામ કરતો હતો. એક દિવસ તે રોજની જેમ જ એને મળેલા ડીલીવરી એડ્રેસ પર પીઝા ડીલીવરી કરવા માટે ગયો હતો. પરંતુ તેણે તે ઘરમાં કાંઈક એવું જોયું કે તેણે તરત જ પોલીસને બોલાવવા પડ્યા.

જણાવી દઈએ કે એ પીઝા ડીલીવરી કરવા વાળા વ્યક્તિનું નામ જોસેફ ગ્રંડલ છે. એ દિવસે જયારે જોસેફ એ ઘરમાં પીઝા ડીલીવરી કરવા ગયો, તો તે ઘર માંથી એક માણસ પીઝા લેવા ઘરના દરવાજા પાસે આવ્યો. પરંતુ તે વ્યક્તિની પાછળથી એક મહિલા જોસેફને કાંઈક કહી રહી હતી.

અને જોસેફે તે મહિલાના હોઠને ધ્યાનથી જોયા, તો એને લાગ્યું કે એ મહિલા એની પાસે મદદની માંગણી કરી રહી હતી. તે મહિલા જોસેફને પોતાની મદદ કરવા માટે સંકેત આપી રહી હતી. તે સમયે મહિલા તે વ્યક્તિ સામે કાંઈ બોલી શકતી ન હતી, એટલા માટે તે જોસેફને માત્ર ઈશારાથી સમજાવી રહી હતી, અને જોસેફ તે મહિલાના ઈશારા સમજી ગયો.

ત્યારબાદ જોસેફને લાગ્યું કે આ મહિલા કોઈ મુશ્કેલીમાં છે, એટલા માટે તેણે આ મહિલાની મદદ કરવા માટે વિચાર્યુ. અને જેવો તે પીઝાની ડીલીવરી કરીને ઘર માંથી બહાર આવ્યો કે એને તરત પોલીસને કોલ કરીને આખી ઘટના વિષે જણાવ્યું.

અને ત્યાંની પોલીસે પણ તરત પગલા ભર્યા અને સ્થળ ઉપર પહોંચીને, તે મહિલાને તે વ્યક્તિના કબ્જા માંથી બચાવી લીધી. જયારે પોલીસ તે વ્યક્તિના ઘરે એટલે કે જ્યાંથી પીઝાનો ઓર્ડર કર્યો હતો ત્યાં પહોચી, તો ત્યાં એમણે જોયું કે તે વ્યક્તિએ તે મહિલાનું અપહરણ કર્યું હતું અને એને કેદ કરીને રાખી હતી. તેમજ મહિલાની હાલત જોઇને એવું લાગી રહ્યું હતું કે તે વ્યક્તિએ મહિલા સાથે ઘણી માર પિટ કરી હતી.

ત્યાંની સ્થિતિને કાબુમાં લેતા પોલીસે તરત જ તે વ્યક્તિની ધરપકડ કરી લીધી. ત્યારબાદ પોલીસ દ્વારા પૂછપુરછ કરતા મળેલી માહિતી અનુસાર, તે વ્યક્તિ ૫૫ વર્ષનો અને મહિલા ૫૭ વર્ષની હતી અને બન્નેનું અફેયર રહ્યું હતું. પરંતુ કોઈ વાતને લઈને બન્નેનો બ્રેકઅપ થઇ ગયો હતો.

કદાચ એ કારણે તે વ્યક્તિ તે મહિલાને સજા આપવા માંગતો હતો. જણાવી દઈએ કે તે વ્યક્તિનું નામ હાફનેપ હતું. હાફનેપ એક દિવસ ખુબ ગુસ્સામાં તે મહિલાના ઘરમાં આવી ગયો અને તેને તેના જ ઘરમાં અપહરણ કરીને બંધક બનાવી લીધી.

એટલું જ એને બંધક બનાવ્યા પછી એણે મહિલા સાથે ઘણી મારપીટ પણ કરી હતી. બીજું તો ઠીક તે વ્યક્તિએ તે મહિલાના હાથ પગ બાંધીને એને બાથરૂમમાં બંધ કરીને રાખી હતી. પરંતુ એક દિવસ તે મહિલાને બહારના રૂમમાં લાવ્યો અને પીઝા બોય જોસેફની નજર એના પર પડી. ખરેખર જોસેફ મહિલા માટે ભગવાનનો દૂત બનીને આવ્યો અને તેણે મહિલાની મદદ કરી. પોલીસે હાફનેપની ધરપકડ કરી અને મહિલાએ જોસેફને તેની મદદ કરવા માટે આભાર વ્યક્ત પણ કર્યો.

મિત્રો, જો આવી જ રીતે દરેક માણસ મુશ્કેલીમાં બીજાની મદદ કરે તો કદાચ આ દુનિયા ખરેખર સ્વર્ગ બની જાય. કારણ કે એવા લોકો ઘણા ઓછા છે આ દુનિયામાં જેની જરૂર આ દુનિયામાં ઘણી છે.