આ બાળકીના અક્ષર જોઈને તમને એવું લાગશે કે આતો કોઈ કોમ્પ્યુટરની પ્રિન્ટ કાઢીને લાવી છે

0
5330

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જીવનમાં શિક્ષણ મેળવવું ઘણું જરૂરી છે. તમને લખતા વાંચતા આવડતું હોય તો તમે ઝડપથી પ્રગતિ કરી શકો છો. અને લખવાની વાત આવે તો એવું કહેવાય છે કે, માણસના અક્ષર તેના ઓળખનું પ્રમાણપત્ર હોય છે. અને દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના અક્ષર દુનિયામાં સર્વશ્રેષ્ઠ હોય. અને લોકોને જોતા જ ગમી જાય. પરંતુ ઘણા ઓછા એવા લોકો હોય છે, જેમના અક્ષર ખરેખર એકદમ પરફેક્ટ હોય છે.

માણસ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ક્યારેય એવું લખી શકતો નથી, જેને જોઈને એવું લાગે કે આ અક્ષર એક્દમ કમ્પ્યુટર માંથી કાઢેલી નકલ જેવા લાગે. પણ આજે અમે જે છોકરીનો તમારી સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, તેના હાથોમાં જાદુ છે. તેના અક્ષર દુનિયાના તમામ લોકોના અક્ષર કરતા ઉત્તમ છે. આવો તમને એના વિષે જણાવીએ.

આ અક્ષર જોઈને એવું લાગે છે કે જાણે કમ્પ્યુટરમાં લખીને તેની પ્રિન્ટ આઉટ કાઢી હોય :

દુનિયામાં લોકો દ્વારા એવું કહેવાય છે કે “કોણ કહે છે કે આકાશમાં ગાબડું નથી પડાતું, એક પથ્થરને તબિયતથી ફેંકો મિત્રો એ પણ શક્ય છે.” અને બસ આ જ કહેવતને ચરિતાર્થ કરી છે નેપાળની રહેવાસી પ્રકૃતિ મલ્લાએ. મિત્રો આ છોકરીના અક્ષર જોઈને એવું લાગે છે કે, જાણે આ છોકરીએ પોતાના હાથોથી નથી લખ્યું, પણ કોઈ કમ્પ્યુટરમાં લખીને તેની પ્રિન્ટ કાઢી હોય.

પ્રકૃતિ આઠમાં ધોરણમાં ભણતી હતી ત્યારનો એના અક્ષરનો ફોટો વાયરલ થયો છે. તે નેપાળની સૈનિક આવસીય મહાવિદ્યાલયમાં ભણે છે. તેના અક્ષર જોઈને ભલભલા દંગ રહી જાય છે. પોતાના આ સુંદર અક્ષર માટે પ્રકૃતિને નેપાળ સરકાર અને સેનાએ પુરસ્કૃત પણ કરી છે. આ લેખમાં રહેલા ફોટાઓમાં તમે જોઈ શકો છો કે એના અક્ષર કેટલા સુંદર છે.

અને તમે પણ જાણો જ છો કે સારાં અક્ષર હોવાના ઘણા ફાયદા છે. જો તમારા અક્ષર સારા હોય તો તમારી ઓળખ સામેની વ્યક્તિ પર સારી પડે છે. તથા મોટા ભાગના શિક્ષકો પણ એમ કહે છે કે, સારાં અક્ષર વાળા વિદ્યાર્થીઓને પરીક્ષા માં સારા ગુણ મળે છે. અને તમારી પણ એવી ઈચ્છા રહી જ હશે કે તમારા અક્ષર પણ એકદમ સુંદર મોતીના દાણા જેવા હોય.

કોઈ મોટી ઉંમરની વ્યક્તિના ભરપૂર પ્રયત્નો પછી આવા અક્ષર નીકળે તો આપણી તરત માની જઈએ. પણ આટલી નાની ઉંમરમાં આ બાળકીના આટલા સારા અક્ષર જોઈને એવું લાગે કે એના હાથોમાં ખરેખર જાદુ છે. જણાવી દઈએ કે આ છોકરીએ આટલા સારા અને સુંદર અક્ષર ખુબ જ મહેનતથી કેળવ્યા છે. પ્રકૃતિએ ઘણી મહેનત કરીને આવા અક્ષર બનાવ્યા છે. પ્રકૃતિના સગાં વહાલાંનું કહેવું છે કે, તે દરરોજ બે કલાક એના અક્ષર સારા નીકળે એના માટે પ્રેકટિસ કરતી હતી, જેના કારણે જ તેના અક્ષર આજે આટલા સરસ થયા છે.

જો તમારા અક્ષર ગરબડીયા હોય તો એમાં સુધારો થાય એ કરવો, પણ પોતાને બીજાથી ઓછા નાં સમજવા. આ લેખ ફક્ત બીજાને એપ્રીસીયેટ કરવા માટે છે. આવી વાતોથી કદાચ કોઈ મોટીવેટ થઇ શકે છે. પણ આવી વાતોથી તમારા બાળકોને ધમકાવીને નાં કેતા કે જો આના કેટલા સારા અક્ષર છે, અને તારા તો સાવ ખરાબ છે. એને સમજાવીને કહી શકો કે મહેનતથી સારા અક્ષર થઇ શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.