આ ગર્ભવતી જોડિયા બહેનોએ સાથે મળીને કર્યુ એવું કારસ્તાન કે તમે પણ રહી જશો દંગ.

0
1303

મિત્રો કદાચ તમારા માંથી ઘણાએ એ વાત પર ધ્યાન આપ્યું હશે કે, જોડિયા ભાઈ બહેનો વચ્ચે એક જુદા જ પ્રકારનું વિશેષ કનેક્શન હોય છે. તેઓ બીજા સામાન્ય ભાઈ બહેનોથી જોડી કરતા અલગ હોય છે. અને ઘણી વખત એમની વચ્ચેનું કનેક્શન એટલુ વધુ મજબુત અને અદ્દભુત થઇ જાય છે કે, તેમનું જીવન કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગવા લાગે છે. આજે અમે તમને એવી જ એક જોડી અને એમના કારસ્તાન વિષે જણાવીશું.

અમે જે જોડિયા બહેનોની વાત કરી રહ્યા છીએ તે છે એમના નામ Jalynne April Crawford અને Janelle Ann Leopoldo છે. એમના લગ્ન થઈ ગયા છે.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બંને જોડિયા બહેનોએ એક સાથે એક જ હોસ્પિટલમાં, અને એક જ દિવસે બાળકને જન્મ આપ્યો છે. અને હદ તો ત્યારે થઇ ગઈ કે બંને જ બહેનોની ડીલીવરી સી-સેક્સન દ્વારા થઈ અને બંને બહેનોએ દીકરીને જન્મ આપ્યો. હવે એનાથી મજબુત અને ચમત્કારી કનેક્શન તમને ક્યાં જોવા મળશે.

જણાવી દઈએ કે આ બન્ને બહેનોનું કહેવું છે કે, અમે હંમેશથી એક સાથે જ બાળકને જન્મ આપવાનું વિચાર્યુ હતું. પરંતુ અમને ખબર ન હતી કે અમારું એ સપનું એક સાથે એક દિવસે પૂરું થઇ જશે. ખરેખરમાં આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અને અમે ઘણા જ ખુશ છીએ.

સૌથી પહેલા Jalynne ને પોતે ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. તેના બરોબર ચાર દિવસ પછી તેને પોતાની બહેન Janelle નો મેસેજ આવ્યો કે તે પણ ગર્ભવતી છે. અને આ સમાચાર સાંભળતા જ બન્ને બહેનોના આનંદનો પાર ન રહ્યો. બંને બહેનોએ આ વાત માટે ભગવાનનો આભાર માન્યો.

એમની બીજી જાણવા જેવી વાત એ પણ હતી કે, Janelle એ તે પહેલા ઘણી વખત ગર્ભવતી થવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને polycystic ovarian syndrome નામની એક બીમારી હતી, જેના કારણે તે પ્રેગનેન્ટ નહોતી થઇ રહી. પણ પછી મેડીકલ સારવારથી તે એજ દિવસે પ્રેગનેન્ટ થઇ જે દિવસે તેની જોડિયા બહેન પ્રેગનેન્ટ થઇ. હવે આને મોટો સંયોગ કહીએ કે પછી ચમત્કાર.

લગ્ન પછી આ બહેનો જુદા જુદા શહેરોમાં રહે છે. પણ એમની એવી ઇચ્છા હતી કે ડીલીવરીના સમય તે બન્ને એક જ શહેરમાં હોય, જેથી તેમનો પરિવાર બંનેના શુભ પ્રસંગમાં હાજર રહી શકે. આથી તે બહેનો એક જ શહેરમાં આવી અને સંયોગથી એક જ દિવસે બંનેની ડીલીવરી પણ થઇ.

Jalynne એ સવારે એક દીકરીને જન્મ આપ્યો, અને તેની બહેન Janelle એ તે જ દિવસે બપોરે એક દીકરીને જન્મ આપ્યો. એક બીજી જાણવા જેવી વાત એ છે કે, બન્ને બહેનોને જે જુદી જુદી બાળકીને જન્મ આપ્યો હતો. તે પણ જોવામાં ઘણે અંશે એક જેવી જ લાગે છે.

બન્ને બહેનોનું કહેવું છે કે તે તેના જીવનની સૌથી આનંદથી ભરેલો દિવસ હતો. તે આ પળને જીવનભર નહિ ભૂલે. Jalynne એ પોતાની ખુશી વ્યક્ત કરતા ઈંસ્ટાગ્રામ ઉપર એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં બન્ને બહેનો હોસ્પિટલમાં પોતાના બાળકો સાથે જોવા મળી રહી છે. ફોટા સાથે તેમણે લખ્યું છે કે આ બન્ને ચમત્કારી બાળકો જીવનભર બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવાના છે.