તમારા છોડમાં ફૂલ નથી આવી રહ્યા, તો ફક્ત એક વાર છોડમાં નાખો આ વસ્તુ, પછી જુઓ કેવો થાય છે ફૂલોનો વરસાદ

0
9336

કુંડામાં, બગીચામાં કે વાડીમાં ફૂલ ઉગાડવા દરેકને ગમે છે. પણ દરેકને ત્યાં ફૂલ આવતા જ રહે એ જરૂરી નથી. ઘણા બધા કારણો સર લોકોના છોડ ફૂલ નથી આપતા. જો તમે એવી સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને એવા 5 ફર્ટિલાઇઝર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા છોડમાં નાખશો તો તમારા છોડમાં ફૂલ અને ફળ ખુબ વધારે માત્રામાં આવશે. અને સારી વાત એ છે કે આ ઘરમાં બનેલા ફર્ટિલાઇઝર છે. તેની માટે તમારે કોઈ બહારના ખર્ચ કરવાની જરૂરત નથી. આ એકદમ સુરક્ષિત ફ્રિટિલાઇઝર છે. જેનો તમે કોઈ પણ ઋતુમાં ઉપયોગ કરી શકો છો. સંપૂર્ણ જાણકારી માટે વાંચો આખો આર્ટીકલ.

1. કેળાની છાલ :

સૌથી પહેલા ફર્ટિલાઇઝરની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા કેળાની છાલ આવે છે. મિત્રો આપણે હંમેશા કેળા ખાઈએ છીએ તો તેની છાલ ફેંકી દઈએ છીએ. પણ આપણે તેને ફેંકવાની જગ્યાએ તેને તડકામાં 10-15 દિવસ સુકવી દેવી જોઈએ. 10-15 દિવસ પછી કેળાની છાલ કાળી થઇ જશે. તેના પછી તમે ગ્રાઈન્ડરમાં ક્રશ કરીને પાઉડર બનાવી લો, આ પાઉડરને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. એ જરાપણ ખરાબ નહિ થાય. હવે આ ફર્ટિલાઇઝરને 2 થી 3 ચમચી તમે દરેક પ્લાન્ટમાં નાખી શકો છો. જાણકારી માટે જણાવી દઈએ કે કેળાની છાલના ફર્ટિલાઇઝરમાં પોટેશિયમ, કાર્બન, નાઇટ્રોજન વગેરે હોય છે. આ તમારા છોડને ફૂલ ઉગાડવામાં મદદ કરશે.

2. ઈંડુ :

જયારે પણ આપણે ઈંડુ ઉપયોગમાં લઈએ છીએ તે તેને તોડ્યા પછી તેની છાલને પણ ફેંકી દઈએ છીએ. પણ તેને ફેંકવાની જગ્યાએ તે છાલને ધોઈ નાખો. ધોયા પછી તેને એક દિવસ માટે સુકાવા મૂકી શકો છો. જો તમને ઝડપી કરવું હોય તો આને માઇક્રોવેવમાં પણ કરી શકો છો, 1 થી 2 મિનિટ માટે. સુકાયા પછી તેનો ગ્રાઇન્ડરથી પાઉડર બનાવી નાખો. જે લોકો શાકાહારી છે તે લોકો બીજા પાસેથી છાલ લઈને ઉપયોગ કરી શકે છે. પણ એને પોતાના મીક્ષરમાં ન નાખતા, એની જગ્યાએ એક થેલીમાં ભરી પોતાના હાથ વડે કે કોઈ પણ વસ્તુ લઈને ક્રશ કરી શકો છો. 1 થી 2 ચમચી તમે તમારા 10 ઇંચના કુંડામાં નાખી શકો છો. આને તમે વેજિટેબલ, ફળ કે કોઈ પણ ફૂલના છોડમાં એડ કરી શકો છો.

3. ચોખા :

સ્વાભાવિક છે કે હંમેશા આપણે જયારે ચોખા ઉકાળીને બનાવીએ છીએ, તો તેનું પાણી આપણે ફેંકી દઈએ છીએ. પણ તમે આ પાણીને ફેંકવાની જગ્યાએ સ્ટોર કરીને રાખી શકો છો. અને આને લગભગ 5 થી 6 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકાય છે. 5 થી 6 દિવસ પછી તમારે એક જગ ચોખાનું પાણી લેવાનું છે એ તેની સાથે 15 થી 20 જગ સાદું પાણી લેવાનું રહેશે.

એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ પ્યોર સ્ટાર્ચ હોય છે. એટલે તમારે આને ક્યારેય ડાયરેક વાપરવાનું નથી. તમારે એને હંમેશા પાણીની સાથે મિક્ષ કરીને નાખવાનું છે. જો તમે ચોખાનું પાણી સીધે-સીધું છોડમાં નાખો છો, તો તમારા છોડને નુકશાન પહોંચી શકે છે. આને ફર્મેન્ટ કરવાનું છે. જેથી આનું સારું પરિણામ મળશે. જયારે તમે ચોખા બનાવો છો, તો ધ્યાન રહે કે તમે આ ઉપાય કરવાના હોવ તો તેમાં મીઠું વાપરવું નહિ.

4. શાકભાજીનો કચરો :

એ વાત તો સ્વાભાવિક છે કે આપણા બધાના ઘરમાંથી શાકભાજીનો કચરો નીકળે છે, આને ફેંકવાની જગ્યાએ તેને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો તમારે 1 ભાગ લેવાનો છે, તો તેનો 10 ભાગ પાણી લેવું, એટલે કે એક ગ્લાસ પેસ્ટમાં તમે 10 ગ્લાસ પાણી લઇ શકો છો. તમે પાણીના એડ કર્યા પછી તરત પણ નાખી શકો છો નાહિરત 10 થી 15 દિવસ માટે ફર્મેન્ટ થવા દેવો તેના પછી તેનો ઉપયોગ કરો. આ ફર્ટિલાઇઝરને તમે ઉનાળામાં મહિનામાં બે વખત અને જો તમારે ત્યાં સામાન્ય તાપમાન છે, તો તમે આંખુ વર્ષ અડવાડિયામાં બે વખત તમારા છોડમાં નાખી શકો છો.

5. ચા :

ચા તો લગભગ બધા પીવે છે. તમે છોડ માટે પણ ચા બનાવી શકો છો. એના માટે તમારે થોડી અલગ ચા બનાવવાની છે. સૌથી પહેલા ચાનું પાણી ઉકાળો, અને તેમાં ચા પત્તિ નાખ્યા પછી સારી રીતે ઉકાળી લો અને તેને ગાળી લો. બસ ધ્યાન રહે કે તેમાં દૂધ, સાકર હોવી જોઈએ નહિ. આ ચા પત્તીને તમે ઠંડી થયા પછી તમે છોડમાં નાખી શકો છો. ગુલાબ, જાસમીન વગેરે છોડમાં આ વધારે અસર દેખાડે છે. 1 થી 2 ચમચી ચા પત્તીને દર 10 થી 15 દિવસમાં તમે નાખી શકો છો. ધ્યાન રાખો કે જયારે પણ ચા પત્તિ નાખો છો, તો તેના મૂળથી થોડે દુર નાખો.

જણાવી દઈએ કે મિત્રો ઘરમાં બનાવેલ આ ફર્ટિલાઇઝરનો એક વાર ઉપયોગ કરીને જુઓ, તમને જરૂર તમારા છોડમાં ફરક દેખાવા લાગશે. તમે તમારા ઘરે બનાવેલા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને તમારા છોડને સારી રીતે પોષણ આપી શકો છો. આપણા ઘરમાંથી જે પણ કચરો નીકળે છે, તેનો આપણે ખાતર બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ.