રાત્રે જન્મ લેવા વાળા હોય છે ઘણા ખાસ, અને આ અદભુત વિશેષતાઓ એમને જન્મથી જ મળી જાય છે

0
1202

કોઈ પણ મનુષ્યનો જન્મ ભગવાન દ્વારા નક્કી કરેલા સમયે થાય છે. બાળકોના રૂપમાં માનવ આ દુનિયામાં આવે છે. આ ધરતી પર ક્યારે અને કોનું આગમન થશે એ ઉપરવાળો નક્કી કરે છે. જન્મ અને મૃત્યુ બંને ઈશ્વરના હાથોમાં છે. અને એની પર મનુષ્યનો કોઈ વશ નથી. હિંદુ શાસ્ત્રોનું માનીએ તો મનુષ્ય જન્મ લેતા જ પોતાનું ભાગ્ય સાથે લઈને આવે છે. ભગવાન જન્મ સાથે એમનું ભાગ્ય પણ લખી દે છે. પરંતુ આખું સત્ય કદાચ જ કોઈને ખબર હોય.

કારણ કે જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ નથી. પરંતુ કયારેક કયારેક અમુક એવા ચમત્કાર થઇ જાય છે, જેના વિષે મનુષ્ય કયારેય કલ્પના પણ નથી કરી શકતા. આ ચમત્કારોથી લોકોનો વિશ્વાસ ભગવાનમાં વધુ ગાઢ થઇ જાય છે. આ ચમત્કાર વિજ્ઞાનથી પરે હોય છે. એ બધાને ખબર છે કે બાળકનો જન્મ ક્યારે પણ થઇ શકે છે. પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો કે જે બાળકનો જન્મ રાતના સમયે થાય છે એમનામાં થોડી ખાસ વાતો હોય છે. તો આવો જાણીએ શું ખાસ વાત હોય છે એ બાળકોમાં જે રાતના સમયે જન્મ લે છે.

સમજી વિચારીને કામ કરવા :

જે લોકોનો જન્મ રાતના સમયે થાય છે તે ઘણા જવાબદાર હોય છે. કોઈ પણ કામ શરુ કરતા પહેલા તેઓ એના પર સારી રીતે ચર્ચા વિચારણા કરે છે. તે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેતા. એમનામાં પોતાની વાતોથી કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરવાની કળા હોય છે.

કલ્પનાશીલ :

આ લોકો વધારે કલ્પનાશીલ હોય છે. કોઈ પણ વસ્તુની કલ્પના કરવામાં પારંગત હોય છે. અને એવું કરીને તે મોટા લેખક પણ બને છે. તેઓ વધારે રચનાત્મક હોય છે. જે એમને પોતાના જીવનમાં ઘણા આગળ સુધી લઈ જાય છે.

હાર નથી માનતા :

જે લોકોનો જન્મ રાત્રે થાય છે, તે કોઈ પણ કામ પુરા કરવામાં પોતાનો સંપૂર્ણ જીવ નાખી દે છે. અને તેઓ ત્યાં સુધી હાર નથી માનતા જ્યાં સુધી કામ સફળ ન થાય. એમનો અલગ રીતે કામ કરવાનો અંદાજ બધાને એમની તરફ આકર્ષિત કરે છે.

રોમાન્ટિક :

રાત્રે જન્મ લેવા વાળા લોકો રોમાન્ટિક સ્વભાવના હોય છે. તે પોતાના પાર્ટનર પ્રત્યે ઘણી ઈમાનદારીથી વર્તે છે. અને ક્યારેય પણ પોતાના પાર્ટનરને દગો નથી આપતા.

ઓછી વાત કરવી :

ઓછી વાત કરવી એમના સ્વભાવમાં હોય છે. કોઈ સાથે પણ ફાલતુ વાત કરવી પસંદ નથી કરતા. ફક્ત કામની વાતો કરવી એમના સ્વભાવમાં હોય છે.

આલોચક સ્વભાવ :

તેઓ કોઈની સંતુલિત આલોચના કરવાથી પાછળ નથી હટતા. કારણ કે એમનામાં આત્મવિશ્વાસની અછત નથી હોતી, માટે તે કોઈ સાર્વજનિક સ્થાન પર સારું ભાષણ આપવાનું સાહસ રાખે છે. તે સારા વક્તાના રૂપમાં પણ ઓળખાય છે.

નીડર થઈને વાત કરવી :

રાત્રે જન્મ લેવા વાળા લોકો કોઈની પીઠ પાછળ એમની બુરાઈ નથી કરતા. જો તમને કોઈની ભૂલ નજર આવે છે, તો એમના મોં પર જે વાત હોય તે બોલી દે છે. આ લોકો પોતાની વાત નીડર થઈને કહે છે. ભલાઈ હોય કે નિંદા તે સામેથી કરે છે.

દાર્શનિક વિચાર :

રાત્રે જન્મ લેવા વાળા લોકો દિવસે જન્મ લેવા વાળા લોકોથી અલગ વિચાર રાખે છે. તે વધારે ચિંતન મનન કરવા વાળા હોય છે. એમનામાં કોઈ પણ વસ્તુને તપાસવાની પરખવાની ક્ષમતા વધારે હોય છે. જ્યોતિષનું માનવું છે કે તે દાર્શનિક વિચાર વાળા લોકો હોય છે.

ખુલ્લી આંખે સપના જોવા :

રાત્રે જન્મેલા લોકો ખુલ્લી આંખે સપના જોવામાં વિશ્વાસ રાખે છે. તેઓ ફક્ત સપના જોવામાં જ નહિ પણ એને પુરા કરવામાં પણ કોઈ કસર નથી છોડતા. તે પોતાનું ભવિષ્યની કલ્પના કરીને બધું પહેલાથી જ સારી રીતે પ્લાન કરી લે છે.

મહેનતી :

એવા લોકો જે રાત્રે જન્મ લે છે તે બીજા લોકો કરતા વધારે મહેનત કરે છે. એક કામને વારંવાર કરવાથી એમનું કામ નિખરી જાય છે.

સંગીત સાંભળવું :

રાત્રે જન્મ લેવા વાળા લોકોને ગીત-સંગીત સાંભળવાનું ઘણું પસંદ હોય છે.

સારા મિત્ર :

વ્યવહાર કુશળ હોવાને કારણે તે સારા મિત્ર સાબિત થાય છે. તેઓ જો કોઈના એકવાર મિત્ર બની જાય છે, તો મિત્રતાની બધી શરતોનું પાલન કરે છે. ઘણા દોસ્તાના સ્વભાવના હોય છે.

નવું શીખવાની ચાહ :

રાત્રે જન્મ લેવા વાળા લોકો હંમેશા કઈંક નવું શીખવા માટે તૈયાર રહે છે. આ લોકોની સૌથી મોટી ખાસિયત એ હોય છે, કે તે કોઈ પણ મુસીબત આવવા પર પોતાને નબળા નથી થવા દેતા. મુશ્કેલી ભલે કોઈ પણ હોય, તેઓ એનો સામનો અડગ રહીને કરે છે.

જલ્દી શોધી લે છે સમસ્યાઓનું સમાધાન :

તેઓ કોઈ પણ સમસ્યાનું સમાધાન એકદમ જલ્દી જ શોધી કાઢે છે. અને એ અનુસાર ચાલી પોતાની સમસ્યાઓને દૂર પણ કરે છે. કહેવામાં આવે છે કે આ લોકો દિવસ કરતા વધારે કામ રાત્રે કરે છે.

માં સાથે વધારે લગાવ :

રાત્રે જન્મતા લોકો પોતાની માં ને વધારે પ્રેમ કરે છે. પોતાની માં ને દરેક સુખ આપવાના પ્રયત્ન કરે છે. એમની વાત માને છે, માટે તે માં ના પણ ઘણા વાહલા હોય છે.