આ કુંડમાં સ્નાન કરવાથી નિઃસંતાન મહિલા પણ બની જાય છે માં, સ્વયં શ્રીકૃષ્ણએ આપ્યું હતું એને વરદાન

0
7013

એવું કહેવામાં આવે છે કે એક સ્ત્રી ત્યારે જ સંપૂર્ણ માનવામાં આવે છે જયારે તે માં બની જાય છે. ‘માં’ આ જગતનો એક એવો પાયો છે જે પોતાના પરિવાર અને બાળકો માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ આ સંસારમાં ઘણી બધી મહિલાઓ એવી પણ છે જે કોઈ કારણવશ સંતાન સુખથી વંચિત છે. લાખ પ્રયત્નો છતાં પણ એમનું આંગણું સૂનું રહે છે. જો તમારું જીવન પણ સંતાન વગર સૂનું છે, તો આ ચમત્કારી કુંડમાં જરૂર જાવ. જી હાં, અમે જે કુંડ વિષે વાત કરી રહ્યા છીએ, એનું નામ છે રાધા કુંડ. આવો તમને એના વિષે થોડી જાણકારી આપીએ.

મિત્રો એ વાત તો તમે જાણો છો કે ભારતના ઘણા ભાગોમાં રાધા-કૃષ્ણના મંદિર સ્થાપિત છે. આજે અમે એમાંથી એક મંદિર વિષે જણાવીશું, જે સંતાન પ્રાપ્તિ માટે પ્રચલિત છે. રાધા-કૃષ્ણના મંદિરો માંથી એક મંદિર ઉત્તર પ્રદેશની એતિહાસિક નગરી મથુરામાં સ્થાપિત છે જેની અમે વાત કરી રહ્યા છીએ. મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો જેને કારણે આ સ્થળને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ ગણવામાં આવે છે. મથુરાનો આખો વિસ્તાર કાન્હાની ભક્તિમાં લીન રહે છે. મથુરા પાસે અરીતા નામના ગામમાં 2 સરોવર છે, જેને રાધા કુંડ અને કૃષ્ણ કુંડ કહેવામાં આવે છે. અહીં જે રાધા કુંડ છે એના વિષયમાં એવી માન્યતા પ્રચલિત છે, કે જે કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થતી, તો અહોઈ અષ્ટમી (કારતક કૃષ્ણ પક્ષની આઠમ)ની મધ્ય રાત્રીએ આ કુંડમાં સ્નાન કરવાથી તેમને સંતાનની પ્રાપ્તિ થઇ જાય છે.

મિત્રો, આ કુંડ સાથે જોડાયેલી પ્રસિદ્ધ કથા મુજબ શ્રીકૃષ્ણના મામા કંસ તેનો વધ કરવા માંગતા હતા. તેના માટે કંસએ ઘણા રાક્ષસોને પણ મોકલ્યા હતા. તેમાંથી એક અરિષ્ટાસુર નામનો રાક્ષસ હતો. અરિષ્ટાસુર વાછરડાનું રૂપ લઈને શ્રીકૃષ્ણની ગાયોમાં જોડાઈ ગયો અને બાળ ગોવાળોને મારવા લાગ્યો. શ્રીકૃષ્ણ વાછરડાના સ્વરૂપમાં છુપાયેલા રાક્ષસને ઓળખી ગયા. તે રાક્ષસે પ્રભુ પર હુમલો કર્યો. આથી પ્રભુએ તેને પકડીને જમીન ઉપર પછાડી પછાડીને તેનો વધ કરી દીધો.

પણ આ જોઇને રાધાએ કૃષ્ણને કહ્યું કે તેમને ગૌહત્યાનું પાપ લાગી ગયું છે, અને આ પાપ માંથી મુક્તિ માટે તેમણે તમામ તીર્થોના દર્શન કરવા પડશે. રાધાના એમ કહેવાથી શ્રીકૃષ્ણએ દેવર્ષિ નારદ પાસે તેનો ઉપાય પૂછ્યો. ત્યારબાદ દેવર્ષિ નારદે તેમને ઉપાય જણાવ્યો કે તે તમામ તીર્થો પર જઈને તેમને જળ સ્વરૂપમાં બોલાવે, અને તે તીર્થોના જળને એક સાથે ભેળવીને સ્નાન કરે. એમ કરવાથી ગૌહત્યાના પાપ માંથી મુક્તિ મળી જશે. ત્યારબાદ દેવર્ષિના કહેવાથી શ્રીકૃષ્ણએ એક કુંડમાં તમામ તીર્થોનું જળ એકઠું કર્યુ અને કુંડમાં સ્નાન કરીને પાપમુક્ત થઇ ગયા. તે કુંડને કૃષ્ણ કુંડ કહેવામાં આવે છે, જેમાં સ્નાન કરીને શ્રીકૃષ્ણ ગૌહત્યાના પાપ માંથી મુક્ત થયા હતા.

માન્યતા મુજબ એવું જાણવા મળે છે, કે કૃષ્ણ કુંડનું નિર્માણ શ્રીકૃષ્ણએ પોતાની વાંસળીથી કર્યુ હતું. નારદના કહેવાથી શ્રીકૃષ્ણએ પોતાની વાંસળીથી એક નાનો એવો કુંડ ખોદ્યો અને તમામ તીર્થોના જળ માંથી આ કુંડમાં આવવાની પ્રાર્થના કરી. ભગવાનના બોલાવવાથી તમામ તીર્થો ત્યાં જળ લઈને આવી ગયા. માનવામાં આવે છે કે ત્યારથી તમામ તીર્થોના અંશ જળ સ્વરૂપમાં અહીયા રહેલા છે.

શ્રીકૃષ્ણએ બનાવેલા કુંડને જોઇને રાધાએ તે કુંડની બાજુમાં જ પોતાના કંગનથી એક બીજો નાનો એવો કુંડ ખોદ્યો. જયારે ભગવાનએ કુંડને જોયો, તો દરરોજ તે કુંડમાં સ્નાન કરવા અને તેમના બનાવેલા શ્રીકૃષ્ણ કુંડથી પણ વધુ પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું. તે કુંડને દેવી રાધાએ બનાવ્યો હતો, એટલા માટે તે રાધા કુંડ નામથી પ્રસિદ્ધ થયો. માનવામાં આવે છે કે અહોઈ આઠમ તિથી ઉપર આ બન્ને કુંડોનું નિર્માણ થયું હતું. એટલા માટે અહોઈ આઠમ ઉપર અહિયાં સ્નાન કરવાનો વિશેષ મહિમા ગણવામાં આવે છે. દર વર્ષે અહોઈ આઠમ ઉપર રાધા કુંડમાં મોટી સંખ્યામાં લોકો સ્નાન કરે છે.

જણાવી દઈએ કે અહિયાં સ્નાન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. કૃષ્ણ કુંડ અને રાધા કુંડની વિશેષતા છે કે દુરથી જોવાથી કૃષ્ણ કુંડનું પાણી કાળું અને રાધા કુંડનું જળ સફેદ દેખાય છે, જો કે શ્રીકૃષ્ણના કાળા વર્ણના હોવાનું અને દેવી રાધાના સફેદ વર્ણના હોવાનું પ્રતિક છે.

આ માહિતી દૈનિક ભાસ્કર, અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.