રામાયણના રામ, સીતા અને રાવણ 32 વર્ષ પછી દેખાય છે આવા, ઓળખવા પણ મુશ્કેલ છે

0
4356

ટીવી ચેનલો પર રામાયણ પર આધારિત ઘણા ટીવી શો આવ્યા છે. પણ 90 ના દશકમાં રામાનંદ સાગરની સીરીયલ રામાયણને જે પ્રતિષ્ઠા મળી એ બીજા કોઈ શો ને નથી મળી. ખરેખર એ પહેલી વાર હતું કે લોકોએ પુસ્તક અને ધર્મ ગ્રંથો સિવાય અન્ય પર્દા પર રામાયણના પાત્રોને જીવંત જોયા હતા. અને એજ કારણ છે કે એના દરેક પાત્રો આજે પણ લોકોના મગજમાં વસેલા છે, પછી તે રામના રૂપમાં અરુણ ગોવિલ હોય કે પછી દીપિકામાં સીતાની છબી.

જેમણે એ સીરીયલ જોઈ છે એ લોકો આજે પણ આ કલાકારોમાં એ પાત્રની છબી જોય છે. જોકે આ શો ને ટીવી પર પ્રસારિત થયાને 32 વર્ષ વીતી ચુક્યા છે અને આ દરમ્યાન એમના કલાકાર એટલા બદલાય ગયા છે કે કદાચ તમે એમને ઓળખી ન શકો. એવામાં આજે અમે તમને એ કલાકારોના વર્તમાન સ્વરૂપથી મળાવવા જઈ રહ્યા છીએ. તમે પણ જુઓ કે કેટલા બદલાય ગયા છે તમારા પ્રિય કલાકાર.

રામાયણનો આ શો 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 સુધી પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે 25 જાન્યુઆરીએ આ શો 32 વર્ષ પુરા કરવાં જઈ રહ્યો છે. એ સમયે લોકોમાં આના પ્રતિ જબરજસ્ત સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી હતી. પરંતુ હજુ પણ એનો પ્રભાવ દર્શકોની વચ્ચેથી ઓછો નથી થયો. હા પણ આ શો માં કામ કરવા વાળા કલાકારોના લુક જરૂર બદલાય ગયા છે, જે તમે જાતે જ જોઈ લો.

અરુણ ગોવિલ જે બન્યા હતા શ્રી રામ :

1987 માં અરુણ ગોવિલે રામાયણ સીરીયલમાં શ્રી રામનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં તેમની ઉંમર 61 વર્ષની આસપાસ છે. જણાવી દઈએ કે એ સમયે રામના રૂપમાં એમના અભિનયની દર્શકો પર એટલી ઊંડી અસર પડી હતી કે અરુણ પર્દા સિવાય અસલ જીવનમાં ભગવાન રામ બની ગયા હતા. તેઓ પોતે જણાવે છે કે ઘણી જગ્યાએ તેમને જોઈને લોકો હાથ જોડતા હતા. અને તે માને છે કે રામ બનીને જે સફળતા મળી તે કોઈ બીજા ટીવી શો કે ફિલ્મ દ્વારા નથી મળી શકી.

દીપિકા ચિખલિયા જે બન્યા હતા સીતા :

એ સમયની સુંદર અદાકારા દીપિકા ચિખલિયાએ સીતા માતાનું પવિત્ર પાત્ર ભજવ્યું હતું. દીપિકાએ સીતાના રૂપમાં ઘર-ઘરમાં પોતાની એવી જગ્યા બનાવી કે આજે પણ ઘણા લોકો એમને પગે પડે છે. સાથે જ તમને જાણીને આશ્ચર્ય થશે કે સીતા માતાનો રોલ કરવા વાળી દીપિકા તે સમયે 15 વર્ષની હતી, અને એ શો મારફતે એમને એટલી બધી સફળતા મળી જેટલી તેમને આશા પણ ન હતી. ત્યારબાદ દીપિકાએ થોડી ફિલ્મોમાં કામ કર્યું પણ એમને સફળતા મળી નહીં. એવામાં તેમણે ગ્લેમરની દુનિયાથી અંતર બનાવ્યું અને તે ગાયબ જ થઈ ગઈ. ત્યારબાદ તેમણે એક કોસ્મેટિક કંપનીના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કરી પોતાનું ઘર વસાવી લીધું. દીપિકા હાલમાં એ જ કંપનીમાં રિસર્ચ અને માર્કેટિંગ ટીમની હેડ છે.

અરવિંદ ત્રિવેદી જે બન્યા હતા રાવણ :

આ સીરીયલના રામ અને સીતા સિવાયના જે પાત્રએ લોકોના મનમાં પોતાની અલગ છબી બનાવી, એ હતું રાવણનું પાત્ર. જેને નાના પર્દા પર અરવિંદ ત્રિવેદીએ જીવંત કર્યુ હતું. પરંતુ રાવણના પાત્રમાં નજરે આવેલા અરવિંદ ત્રિવેદી વિષે લોકો ઘણું ઓછું જાણે છે. અમે તમને જણાવી દઈએ કે રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી ગુજરાતના સાબરકાંઠાના સાંસદ પણ રહી ચુક્યા છે. આમ તો અરવિંદનો જન્મ તો મધ્યપ્રદેશમાં થયો હતો પણ એમની કર્મ ભૂમિ ગુજરાત બન્યું અને ત્યાંથી જ એમનું કરિયર રંગમંચથી શરુ થયું. એમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાનું ચર્ચિત નામ છે. તમને જાણીને નવાઈ લાગશે કે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે.

અરવિંદ ત્રિવેદી વિષે સૌથી રોચક વાત એ છે કે રામાયણના આ સૌથી મોટા ખલનાયકે લગભગ દરેક ફિલ્મમાં નાયકની ભૂમિકા ભજવી છે. તેમણે ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મમાં સફળ પાળી રમી છે. અને અરવિંદ હવે ઘણી સામાજિક કાર્યો કરવા વાળી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એટલે કે રામાયણમાં સૌથી મોટા ખલનાયકનું પાત્ર ભજવવા વાળા અરવિંદ ત્રિવેદી અસલ જીવનમાં મહાનાયક છે. અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.