રાત્રે ક્યા પડખે સૂવું જોઈએ ડાબે કે જમણે? 90 % ને નથી ખબર આનો જવાબ, જાણો હેલ્થી ટોપિક

0
10331

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે સારા આરોગ્ય માટેના લેખની શ્રેણીમાં વધુ એક લેખ લઈને આવ્યા છીએ. આજનો આપણો વિષય છે રાત્રે કયા પડખે સૂવું જોઈએ. મિત્રો આ પ્રશ્ન ઘણા બધા લોકોને મૂંઝવતો હોય છે. અને ઘણીવાર તો જયારે આપણે રાત્રે સુઇએ છીએ, તો આપણે ક્યાં પડખે સુઇએ તેની આપણેને ખબર જ હોતી નથી. આપણે ક્યારેક ડાબી બાજુના પડખે સુઇએ છીએ, તો ક્યારેક જમણી બાજુએ, તો ક્યારેક ઉંધા પણ સુઇએ છીએ. જેનાથી આપણને લાગે છે કે આપણા શરીરને આરામ મળી રહ્યો છે.

પણ આજે તમને એની સાચી સ્થિતિ અને એના ફાયદા જણાવવાના છીએ. મિત્રો રાત્રે જયારે આપણે સુઇએ છીએ તો તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આપણે ક્યા પડખે સૂવું જોઈએ? કારણ કે આપણી આ પડખા ફરવાની ટેવથી શરીરના ભાગોની સાથે સાથે મગજ ઉપર પણ અસર પડે છે.

તો તમારા મગજમાં ફરી રહેલા આ પ્રશ્નો જવાબ આપતા જણાવી દઈએ કે, જાણકારો અનુસાર ડાબી બાજુ પડખું ફરીને સુવાથી તમારા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. આમ કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી જશો. અને તેનાથી પેટને લગતી ઘણી તકલીફો માંથી પણ તમને છુટકારો મળશે. અને સાથે જ તમારું મગજ સારી રીતે કામ કરશે. જો તમને પેટને લગતી કોઈ તકલીફ જેવી કે, પેટ ફૂલવું, ગેસ થવો, એસીડીટીની તકલીફ વગેરે છે, તો તેનાથી તમને ફાયદો મળી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડોકટરોના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે ડાબી બાજુ પડખું ફરીને સુવાથી શરીરમાં જમા થનારા ટોક્સીન ધીમે ધીમે લસીકા તંત્ર દ્વારા નીકળી જાય છે. કારણ કે ડાબી તરફ પડખું રાખીને સુવાથી આપણા લીવર ઉપર કોઈ જાતનું દબાણ નહી પડે. અને આ કારણે ટોક્સીન શરીર માંથી બહાર નીકળવામાં સફળ થાય છે. જેથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

ડાબી બાજુ પડખું રાખીને સુવાનું અન્ય એક કારણ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ પણ છે. તે ભોજનને નાના આંતરડા માંથી મોટા આંતરડા સુધી આરામથી પહોંચાડવામાં મદદ કરે છે. જેથી તમારું સવારે તમારું પેટ આરામથી સાફ થઇ જાય છે. તેમજ ડાબી બાજુ પડખું ફરીને સુવાથી મગજ અને શરીરના અન્ય ભાગમાં ઓક્સીજનનો પ્રવાહ સરખી રીતે થાય છે. જેનો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે.

એ વાત તો તમે જાણતા જ હશો કે, આપણા શરીરમાં સૌથી વધુ ગંદકી આપણા લીવર અને કિડનીમાં હોય છે. તેના લીધે રાત્રે સુતી વખતે વધુ પ્રેશર પડે છે. જેને લીધે આપણને એસીડીટીની તકલીફ થઇ જાય છે. પણ જણાવી દઈએ કે ડાબી બાજુ પડખું રાખીને સુવાથી આપણા આ બંને અવયવ યોગ્ય રીતે કામ કરે છે. તેનાથી વધુ બાઈલ જુસ નીકળે છે જે વસા(ચરબી) સારી રીતે પચાવે છે. અને સાથે જ લીવરમાં ચરબી જમા નથી થઇ શકતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.