રાત્રે ઊંઘતા સમયે મોજામાં કાંદા મુકવાથી જે થશે, તે તમે વિચારી પણ નહિ શકો

0
11798

આખા દેશમાં જે રીતે પ્રદુષણની સમસ્યા વધી રહી છે, એને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવા લાગી છે. અને જો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં નહિ આવે તો આપણે બધા સરળતાથી ગંભીર બીમારીઓનો શિકાર બની જઈશું. એવામાં આજના આધુનિક જીવન ધોરણથી થયેલી સમસ્યાઓ સામે લાડવા માટે જુના નુસખા અને ઉપાય કારગર સાબિત થઇ શકે છે.

દવાઓના સેવન કરતા તો એ સારું છે કે આપણે પ્રાચીન ઉપાયોને અજમાવીશું તો એ ન ફક્ત લાભકારી રહેશે, પણ એની કોઈ આડઅસર પણ નહિ થાય. હકીકતમાં આપણા રસોડામાં જ ઘણા એવા ખાદ્ય પદાર્થ રહેલા છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. અને આજે અમે એમાંથી જ એક પદાર્થ એટલે કે ડુંગળી વિષે જણાવીશું.

તો મિત્રો તમે ઘણીવાર જોયું હશે કેટલાક લોકો રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીના ટુકડા મૂકે છે. આ જોઇને તમે તેમને સરળતાથી મૂર્ખ સમજી લીધા હશે. હકીકતમાં ઊંઘતા સમયે મોજામાં ડુંગળી રાખવાના એટલા બધા ફાયદા છે કે તમે આને જાણીને દંગ રહી જશો. આ વાતના જરૂરી વૈજ્ઞાનિક પુરાવા હાજર છે. શોધમાં પણ જાણવામાં આવ્યું છે કે રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી આમાં રહેલ પોષક તત્વ તમારી ત્વચામાં સમાઈને ઘણા પ્રકારના ફાયદા કરે છે. અને આજે આપણે એ જ ફાયદા વિષે જાણીશું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે આપણા પગની એડીમાં એવી ઘણી કોશિકાઓ રહેલ છે, જે આખા શરીની અલગ અલગ કોશિકાઓ સાથે જોડાયેલલી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જો રાત્રે પગ નીચે ડુંગળી રાખવામાં આવે તો એનાથી આપણી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે જો રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીના ટુકડા રાખવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના ફાયદાકારક હોય છે. પરંતુ મોજામાં સ્લાઈસ આવી રીતે રાખો કે તે સંપૂર્ણ રીતે પગમાં ટચ કરે. નહીતો કોઈ ફાયદો થશે નહિ.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પગ નીચે અલગ અલગ તંત્રિકા તંત્ર (લગભગ 7,000) હોય છે, જે શરીરના વિભિન્ન અંગોથી જોડાયેલી હોય છે. આ શરીરના અંદર એક શક્તિશાળી વીજળીની સર્કિટની જેમ કામ કરે છે, પરંતુ આ બુટ-ચંપલ પહેરવાના કારણે નિષ્ક્રિય થઇ જાય છે. આ જ કારણ છે કે આપણને કેટલાક કલાકો માટે ખુલ્લા પગે ચાલવાની સલાહ આપવામાં આવે છે. ડુંગળી હવાને શુદ્ધ કરવા માટે જાણીતી છે અને ત્વચા પર આને લગાવવાથી કીટાણુઓ અને જીવાણુઓ મારવામાં તે આપણી મદદ કરે છે

ઉપરાંત ડુંગળીમાં રહેલ ફોસ્ફોરિક નામનું એસિડ લોહીમાં પ્રવેશ કરીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાન રાખો કે એક વાર વપરાયેલી ડુંગળીનો પાછો ઉપયોગ કરવાનો નથી કારણ કે આનાથી આમાં કીટાણુ અને જીવાણું ભેગા થઇ જાય છે. લોહીને શુદ્ધ કરી, કીટાણુઓ અને જીવાણુઓ ને મારવા માટે આનો ઉપયોગ ખુબ સરળ છે. આવો આના ઉપયોગની રીત વિષે જાણીએ.

આંબો જાણીએ ડુંગળી ઉપયોગની રીત :

સ્ટેપ : 1

સૌથી પહેલા ઓર્ગેનિક ડુંગળી (સફેદ કે લાલ ડુંગળી) ની સ્લાઈસ કાપો. ઓર્ગેનિક ડુંગળીનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કારણ કે તે કીટનાશક અને કેમિકલથી મુક્ત હોય છે અને રાત્રે તમારા લોહીમાં પ્રવેશ કરી જાય છે. ડુંગળીને ફ્લેટ સ્લાઈસમાં કાપો જેથી તમે સરળતાથી પગના નીચે લગાવી શકો અને ઊંઘ દરમિયાન ડુંગળી પગના નીચે સરળતાથી તમારા પગમાં અસર કરી શકે.

સ્ટેપ 2 :

ત્યારબાદ કાપેલી ડુંગળીના પ્રત્યેક ટુકડાને પોતાના મોજામાં લગાવીને ઊંઘી જાવો. ડુંગળીની પ્રાકૃતિક ચિકિત્સા શક્તિઓ તમારી ત્વચાના માધ્યમ થી કામ કરી, લોહીને શુદ્ધ કરવા, બેક્ટિરિયા અને કીટાણુઓ મારવા અને વિષક્ત પદાર્થોને અવશોષિત કરવામાં મદદ કરે છે. આ રૂમમાં હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ઈંગ્લેન્ડમાં, પ્લેગ દરમિયાન ડુંગળીને કાપીને હવાને શુદ્ધ કરવા માટે રૂમમાં મૂકી દેતા હતા.

બેક્ટિરિયા અને રોગ રહશે દૂર :

તમને જણાવી દઈએ કે આ સામાન્ય દેખાતી ડુંગળીમાં એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી-વાયરલ ગુણ હોય છે. આખો દિવસ ચાલવાથી અને માટીના સંપર્કમાં કે પરસેવાના કારણે પગમાં ઘણા બધા જીવાણુ ચીપકી જાય છે, જેની સફાઈ પર આપણું ધ્યાન હોતું નથી. એડી આપણા શરીરનું શિરોબિંદુ છે આના કારણે એડી પર ડુંગળીનો રસ રગડવાથી બેક્ટિરિયા અને રોગાણુઓનો નાશ થાય છે.

ડુંગળી લોહીને કરશે શુદ્ધ :

મિત્રો આજકાલ આપણા ખાન-પાનની ખોટી આદતોના કારણે આપણા શરીરમાં લોહીમાં ઘણા પ્રકારની અશુદ્ધિઓ ભળી થઇ જાય છે, એ કારણે આપણે બીમાર પડી જઈએ છીએ. પણ ડુંગળીમાં ફોસ્ફોરિક એસિડ રહેલ છે. અને આ એસિડ ત્વચાના માધ્યમથી અવશોષિત થવા પર લોહી શુદ્ધ કરવામાં તમારી મદદ કરે છે.

હવાને શુદ્ધ કરે છે ડુંગળી :

જયારે પણ તમે ઊંઘો છો, તો તમારા પગની આસ-પાસની હવાને શુદ્ધ કરવા, પગની દુર્ગંધથી છુટકારો અપાવવા અને ઝેરીલા પદાર્થો અને કેમિકલને અવશોષિત કરવાનું કામ ડુંગળી કરે છે. આ રીતે ઊંઘતા પહેલા ડુંગળીની સ્લાઈસને મોજામાં લગાવવાથી તમને ઘણા પ્રકારના ફાયદા થઇ શકે છે. તમે પણ આ પ્રયોગ કરીનેએનો લાભ લઇ શકો છો.

આ માહિતી ઈન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.