થોડા દિવસો સુધી રાત્રે આ વસ્તુ સફેદ વાળ પર લગાવો, પછી જુઓ વાળ એટલા કાળા થશે કે 7 વર્ષના બાળક લાગશો.

0
5783

ઉંમર પહેલા વાળ સફેદ થઈ જવાની સમસ્યા આજકાલ ઘણા બધા લોકોમાં જોવા મળે છે. હવે તો ૨૩-૨૪ વર્ષથી ઉંમરના યુવાનોના પણ તમારા વાળ સફેદ થઈ જવા લાગ્યા છે. એવામાં આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, એવા સફેદ વાળને પાછા મૂળ માંથી કેવી રીતે કાળા કરી શકાય. અને તે પણ ડાઈ કે કલર કર્યા સિવાય. તો એના માટે તમે અમારો આ લેખ જરૂર વાંચ જો.

સમયની સાથે સાથે એટલે કે ૪૫-૫૦ વર્ષ પછી વાળ કાળા થવા લાગે તો તે એક સામાન્ય વાત માનવામાં આવે છે. પણ જો તમારી ઉંમર ઓછી છે, છતાંપણ તમારા વાળ સફેદ થઈ ગયા છે, કે થવાના શરુ થઈ ગયા છે, તો તેને અટકાવવાના થોડા ઉપાય કરવા જરૂરી છે.

આજકાલ ઓછી ઉંમરના લોકોના વાળ સફેદ થવા, દાઢી સફેદ થવી વગેરે જેવી સમસ્યા આજકાલના દોડધામ ભરેલા જીવનમાં એક સામાન્ય વાત બની ગઈ છે. મિત્રો જો માથામાં બે થી ત્રણ વાળ સફેદ થઈ ગયા હોય, તો તેને મૂળમાંથી કાઢી શકીએ છીએ, પણ વધુ માત્રામાં વાળ સફેદ થઈ ગયા હોય, તો તે સમસ્યા મોટી સમસ્યા બની જાય છે.

અને આ સમસ્યા થવા પર લોકો વાળને કાળા કરવા માટે જાત જાતના કેમિકલ્સ વાળા હેયર ડાય અને દવાઓનો ઉપયોગ કરે છે. પણ એની એમના વાળ ઉપર ઘણી જ ખરાબ અસર પડે છે, અને સમય જતા એની આડ અસરનો સામનો કરવો પડી શકે છે, જેવી કે વાળ ખરવા, વાળ નબળા પડી જવા, અને સ્કીન એલર્જી જેવી આડ અસર થઈ શકે. એટલા માટે ઉત્તમ છે કે તમે કોઈ કુદરતી નુસખો અજમાવો. અને આજના આ લેખમાં અમે તમને એના માટે એક અસરદાર કુદરતી નુસખો જણાવવાના છીએ.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વાળા માટે જરૂરી પોષક તત્વોની શરીરમાં ઉણપ થાય છે, તેના કારણે પણ આપણા વાળ સફેદ થઈ શકે છે. શરીરમાં નેનેલીનની કમી સર્જાવી એ આ સમસ્યાનું મોટું કારણ છે. વાળનું સફેદ થવા પાછળનું કારણ ખુબ જ વધુ તણાવ પણ જવાબદાર હોઈ શકે. જો તમે ખુબ જ વધુ ટેન્શનમાં રહો છો તો પણ તમારા વાળ સફેદ થઈ જાય છે. અને વાળની સારી રીતે જાળવણી ન કરવી, ઉપરાંત હાર્મોન્સમાં સંતુલન ન હોવાને કારણે પણ વાળ સફેદ થઈ જાય છે. આજનો અમારો આ નુસખો વાળને મૂળમાંથી કાળા કરી દેશે.

એના માટે સૌથી પહેલી જે વસ્તુ જોઇશે, એ છે કોકોનેટ ઓઈલ એટલે કે નારિયેળનું તેલ. જે તમારા ઘરમાં સરળતાથી મળી જશે. લગભગ તમામ ઘરોમાં તેનો ઉપયોગ તો થાય જ છે. આ ઉપાય માટે તમારે કાંઈ ખાસ કરવાનું નથી. તમારે એક વાટકી લેવાની છે, અને લગભગ તેમાં એક થી બે ચમચી કોકોનેટ ઓઈલ નાખવાનું છે. ત્યારબાદ તમારે લેવાનું છે અડધું કાપેલું લીંબુ, અને આ લીંબુ તેમાં સંપૂર્ણ નીચોવી દેવાનું છે. હવે તેને સારી રીતે મિક્ષ કરવાનું છે.

હવે તેમાં લગભગ એક ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. અને આ ત્રણેને સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. તો આપણું આ પેક અહિયાં તૈયાર થઈ ગયું છે. આ પેલ જેટલું સફેદ દેખાય છે એટલા જ તે તમારા વાળને કાળા કરશે. આને વાળમાં લગાવવાનો સૌથી ઉત્તમ સમય છે રાત્રે સુતા પહેલાનો. સુતા પહેલા તમારા વાળને કોઈપણ હર્બલ શેમ્પુથી સારી રીતે ધોઈ લો, તેનાથી જો કોઈ પ્રકારનું ઓઈલ લાગેલું હોય તો તે નીકળી જશે. પછી તમે તમારા વાળ સુકવીને આ પેક તમારી આંગળી ઉપર લઈ લો અને વાળના મૂળમાં એનાથી મસાજ કરો.

આવી રીતે ૫ થી ૭ મિનીટ મસાજ કરીને પછી તેને એમ જ છોડી દો જેથી સારી રીતે કામ કરી શકે. અમે જે વસ્તુ ભેળવી છે તે તમારા વાળાના મૂળમાં સારી રીતે ઉતરશે અને વાળને મૂળમાંથી કાળા કરશે. સવારે ઉઠીને તમે સૌથી પહેલા કોઈ સારા હર્બલ શેમ્પુથી વાળ ધોઈ લો, અને જરૂર લાગે તો તેનો ઉપયોગ બપોરે પણ કરી શકો છો, તેનાથી કોઈ આડ અસર થતી નથી, અને તેનાથી તમારા વાળ લાંબા, કાળા, મજબુત થશે.