કોલેસ્ટ્રોલ અને શરીરની વધારાની ચરબી ઘટાડે છે આ ચમત્કારીક ઘરેલુ ઉપાય, જાણો કઈ રીતે સેવન કરવું

0
5578

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે કોલેસ્ટ્રોલ અને મોટાપા વિષે તમને થોડી જાણકારી આપીશું. મિત્રો કોલેસ્ટ્રોલ અને મોટાપો બધાના માટે એક મુખ્ય ટોપિક બની ચુક્યો છે. આ ટોપિક પર આપણને ઘણા લોકોની સલાહ મળશે. અને આ બંને સમસ્યા આપણા માટે ઘણી હાનીકારક છે.

જો શરીરમાં લોહીનું પરિભ્રમણ કરતી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે, તો સમય પસાર થતા તે બ્લોક થઈ શકે છે. અને તે આપણા જીવ માટે જોખમ ઉભું કરે છે. માટે એનો ઈલાજ સમય સર કરાવી લેવો જરૂરી છે. અને મોટાપો પણ આજકાલ ઘણા બધા લોકોને થઈ રહ્યો છે.

જયારે મોટાપો આવે છે ત્યારે તે એકલો નથી આવતો. તે પોતાની સાથે બીજી બીમારીઓ પણ લઈને આવે છે. અને મોટાપા માંથી છુટકારો મેળવવો ઘણું જ અઘરું કામ થઈ જાય છે. મોટાપો થવાના મુખ્ય કારણોમાં ખોટું ખાનપાન અને ઓછો શારીરિક શ્રમ હોય છે.

આજે અમે તમારા માટે કોલેસ્ટ્રોલ અને શરીરની વધારાની ચરબીને ઓછી કરવાનો ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપાય બનાવવામાં ખુબ સરળ છે અને અસરકારક પણ છે. અને બીજી ખાસ વાત એ છે કે એના માટે ઉપયોગમાં લેવાથી સામગ્રી તમને તમારા ઘરમાં જ મળી જશે. તો આવો તમને એ ઉપાય માટે શું શું જોઈએ? અને એને કેવી રીતે તૈયાર કરવાનો છે? તેમજ તેનું સેવન કેવી રીતે કરવાનું છે એના વિષે જણાવીએ.

જરૂરી સામગ્રી :

શુદ્ધ પાણી – 2 લીટર

લીંબુ – 3 નંગ

લીલા ધાણા – 2 ઝૂડી

ખાવાનો સોડા

ઔષધી બનાવની રીત :

આ ઔષધી બનાવવા માટે તમારે સૌથી પહેલા લીંબુ લેવાના રહેશે. ત્યારબાદ લીંબુને ખાવાના સોડાથી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ પાણી લઈને પાણીને ઉકળવા મુકી દો. પાણી ઉકાળ્યા પછી પાણી ઠંડુ થવા સુધી રાહ જોવો.

જયારે પાણી ઠંડુ થઇ જાય તો તેમાં લીંબુ અને લીલા ધાણા કાપીને તેમાં નાખી દો, અને ડબ્બાને સારી રીતે બંધ કરીને ફ્રિજમાં રાખી દો. અને બીજા દિવસે આ મિશ્રણને કોઈ જારમાં કે બોટલમાં નીકાળીને સારી રીતે હલાવી નાખો. દરરોજ 100 ગ્રામ આ મિશ્રણનું સેવન કરો તો ફાયદો થશે. આ ઉપાય ઘણો જ કારગર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.