લીલી ડુંગરી કરશે ડાયાબીટીશમાં ફાયદો, પરિણામ થોડા દિવસમાં, જાણો ઉપયોગ કેવી રીતે કરવો?

0
7638

ડાયાબિટીસ એક જટિલ રોગ છે. એને શુગર પણ કહેવામાં આવે છે. આ રોગ વિષે ચરક અને શુશ્રુતે પણ 3 હજાર વર્ષ પહેલા પોતાના ગ્રંથોમાં વિવરણ કર્યું છે. આજે પણ આ રોગના સફળ ઈલાજ માટે શોધ ચાલી રહી છે. ડાયાબિટીસ જીવલેણ મીઠુ ઝેર છે. જે એકવાર કોઈ વ્યક્તિને થઈ જાય તો જીવનભર આ રોગને ઝેલવો પડે છે.

આજકાલ આ રોગ વૃદ્ધોની સાથે-સાથે યુવાનોને પણ પ્રભાવિત કરી રહ્યો છે. ભારતમાં ડાયાબિટીસ એટલે મધુમેહની સમસ્યા વધતી જ જાય છે. અત્યાર સુધી ચાર કરોડ કરતાં પણ વધારે ભારતીય ડાયાબિટીસનો શિકાર બની ચુક્યા છે. અને આ રોગનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, અને સાચી જાણકારી જ એનો કારગર ઈલાજ છે.

ખાન-પાન પર ધ્યાન ન આપવું, પશ્ચિમી જીવનશૈલી અપનાવવી વગેરે તેના મુખ્ય કારણ છે. આ રોગ બેસીને કામ કરવા વાળા લોકોને પણ થઈ શકે છે. મીઠાઈનું વધારે માત્રામાં સેવન કરવું, વધારે માત્રામાં નશીલા પદાર્થોનું સેવન તેમજ ચિંતા અને માનસિક રોગથી પણ ડાયાબિટીસ થઈ શકે છે.

ડાયાબિટીસના રોગીઓ માટે જરૂરી છે કે, તે પોતાનો આહારનો સમય નિર્ધારિત કરે. જો તમે સમય પર આહાર લેશો તો ડાયાબિટીસ સમય પહેલા દૂર કરી શકશો. જો તમે અથવા તમારા કોઈ સંબંધી ડાયાબિટીસથી પરેશાન છો અને દવાઓ લઈ લઈને પરેશાન થઈ ગયા છો, તો આ લેખને આખો વાંચજો, આમાં તમને ડાયાબિટીસનું સમાધાન મળશે. આજે અમે આ લેખ મારફતે જણાવીશું કે, કઈ રીતે તમે ઘરેલું ઔષધિથી આ જીવલેણ રોગમાં રાહત મેળવી શકો છો.

સામગ્રી :

૧. 1 લીલો કાંદો મૂળ સાથે

૨. શુદ્ધ પાણી

વિધિ :

લીલા કાંદા (પહેલા ધોઈને સાફ કરી લો) ને મૂળ સાથે પાણીમાં 24 કલાક માટે પલાળી રાખો અને બીજા દિવસે એ પાણીને ગાળી લો. પછી આખો દિવસ એ પાણીનું સેવન કરો. થોડા દિવસમાં તમને ફરક જણાશે. સારા પરિણામ માટે એનો સતત ઉપયોગ કરો અને તમે ડાયાબિટીસમાં ઘણી રાહત મેળવી શકશો.