શું તમે જાણો છો લગ્ન કરવાની સાચી ઉંમર કઈ છે? જાણો તેનો વૈજ્ઞાનિક અભિગમ અને યોગ્ય ઉંમર

0
2564

વિજ્ઞાનનું કહેવું છે કે આ છે લગ્ન કરવાં માટે સાચી ઉંમર, અત્યારે નહી તો ક્યારેય નહી.

આજે અમે તમને લગ્ન કરવાં માટે સાચી ઉંમર વિષે જણાવીશું, અને એ પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે. લગ્ન માટે જીવન સાથીની શોધ કરવી એક અઘરું કામ હોય છે, અને આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ. આપણા માટે લગ્નની સાચી ઉંમર કઈ છે? તે વાત પણ જાણવી જરૂરી હોય છે.

અને યુનીવર્સીટી ઓફ ઉતાહના પ્રોફેસર નિકોલસ એચ. વોલ્ફિંગર મુજબ લગ્નની સાચી ઉંમર ૨૮ થી ૩૨ વર્ષ જણાવવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ ઉંમરમાં લગ્ન થાય છે, તો લગ્ન જીવન સુંદર ચાલે છે, અને છૂટાછેડાની શક્યતા લગભગ નહી બરાબર રહે છે.

લગ્ન પર થયેલા એક સંશોધન અનુસાર ૩૨ વર્ષ પછી જો લગ્ન થાય છે, અને ૪૦ ની શરૂઆતમાં લગ્ન કરવામાં આવે છે, તો તેવા લોકોમાં છૂટાછેડાની શક્યતા વધી જાય છે. તેમજ એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ ૩૨ વર્ષ પછી લગ્ન કરે છે તો છૂટાછેડાની શક્યતા લગભગ ૫ ટકા થઇ જાય છે.

અને જો કોઈ વ્યક્તિના ૩૦ વર્ષની ઉંમરમાં લગ્ન થઇ જાય છે, તો તેવા લોકો જીવનમાં ઘણા ખુશ રહે છે. તેમને પોતાના લગ્ન કોઈ ભારણ નથી લાગતું. તે લગ્ન પ્રત્યે ઘણા ગંભીર પણ રહે છે. અને તેને કારણે તે લોકો પોતાનું લગ્નજીવન સારી રીતે અને આનંદ પૂર્વક પસાર કરે છે.

એમના જણાવ્યા અનુસાર ૩૦ વર્ષની ઉંમરમાં કપલ ઘણા સમજુ થઇ જાય છે, અને એ સમયે એમની આર્થિક સ્થિતિ પણ સારી થઇ જાય છે. તેમજ આ સંશોધનને ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેમીલી સ્ટડીઝમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને જે લોકો મોડેથી લગ્ન કરે છે તેવા લોકો માનસિક અને આર્થીક રીતે ઘણા મજબુત હોય છે, અને એ વાતને વોલ્ફિંગર દ્વારા જણાવવામાં આવી છે.

આ બધા સંશોધનો દ્વારા એ વાત જાણવા મળે છે કે લગ્નની સાચી ઉંમર ૨૮ થી ૩૨ વર્ષ છે. આ ઉંમર સુધીમાં લગ્ન થઇ જવા જોઈએ.

પણ તમે જોયું હશે કે આજકાલ લોકો પોતાનું કેરિયર બનાવવાના ચક્કરમાં મોડેથી લગ્ન કરે છે. અને આ વાત આજકાલ છોકરીઓમાં પણ ઘણી વધુ જોવા મળી રહી છે. તેઓ પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે છે, ત્યારબાદ નોકરી કરીને ક્યાંક સેટલ થાય છે. અને પછી જ લગ્નનો વિચાર પોતાના મનમાં લાવે છે. તે બધામાં તેમની ઉંમર ૨૫ થી ઉપર થઇ જાય છે.

અને એવું છોકરાઓમાં પણ જોવામાં આવે છે. કારણ કે છોકરાઓની જવાબદારી ઘણી હોય છે, છોકરાઓએ આર્થિક રીતે વધુ મજબુત થવું પડે છે. જેથી તે પોતાના લગ્ન પછી પોતાના ઘર પરિવાર અને પત્ની પણ જવાબદારીઓ ઉપાડી શકે. અને તે બધું કરવામાં તેમની ઉંમર ૨૭ વર્ષથી વધુ થઇ જાય છે. તે કારણોથી હંમેશા છોકરા છોકરી ૨૫ વર્ષ પછી લગ્ન બંધનમાં બંધાવાનું પસંદ કરે છે.

હવે તમે તો વિજ્ઞાનની વાતથી સહમત જ હશો કે લગ્નની સાચી ઉંમર શું છે? જોવામાં આવે તો છોકરીઓએ ૩૦ થી પહેલા લગ્ન કરી લેવા જોઈએ, કેમ કે તે ઉંમર પ્રજનન માટે સાચી ઉંમર ગણવામાં આવી છે.