ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં પણ તેમની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો નથી થતો. ઘણા કેસમાં તો એવું પણ થાય છે કે કોઈ વ્યક્તિ આર્થિક રીતે પરેશાન હોય છે. પરંતુ કોઈ અકસ્માતને લીધે બધા પૈસા ખર્ચ થવા લાગે છે અને તે ગરીબીમાં જતો જાય છે.
આ બધી વસ્તુ તમારા ઘર ઉપર પણ ભમ્યા કરતી રહે છે. જે આપણા રહેલા દુર્ભાગ્યને કારણે પણ થઇ શકે છે. તેવામાં તમારે તમારા દુર્ભાગ્યને સોભાગ્યમાં બદલવું પડશે. આ કામમાં તમારી મદદ કરવા માટે આજે અમે એક ઘણો જ જાણવા જેવો ઉપાય લઈને આવ્યા છીએ. આ ઉપાય ઘણો સરળ છે. જેને તમે તમારા ઘરના રસોડામાં જ કરી શકો છો.
ઘરમાં રસોડુ હોય છે. જ્યાં ઘરના તમામ સભ્યોનું ખાવાનું બનાવવામાં આવે છે. તેવામાં તેનો સીધો સંબંધ ઘરના તમામ સભ્ય સાથે રહેલો હોય છે. રસોડાની અંદર બધી અન્ય સામગ્રી પણ હોય છે. અહિયાં અન્નની દેવી અન્નપૂર્ણા વાસ કરે છે, એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ અન્નપુર્ણામાંને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે. તેમના ઘરમાં અન્ન અને ધન બન્નેની જ કોઈ ઉણપ નથી રહેતી. તે ઘરમાં બરકત હંમેશા બની રહે છે. એટલું જ નહિ તે ઘરની પ્રગતીના પણ નવા નવા રસ્તા ખુલી જાય છે.
પણ હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે અમે છેવટે એવું શું કરીએ? જેનાથી અન્નપુર્ણા દેવી જલ્દીથી ખુશ થઇ જાય અને અમારા ઘરમાં બરકત બનાવી રાખે. તો આવો આપણે આ રહસ્ય ઉપરથી પણ પડદો ઉચકી આપીએ. ખાસ કરીને આ ઉપાય તમારા રસોડા સાથે જ જોડાયેલો છે. તમે તમારા રસોડામાં રોજ ખાવાનું તો જરૂર બનાવતા હશો. આ ખાવામાં મોટાભાગે ઘરોમાં રોટલી પણ રોજ જરૂર બનતી હશે.
જયારે તમે ખાવાનું બનાવો તો રોટલી બનાવતાના સૌથી છેલ્લા લોટનો નાનો એવો ટુકડો ચપટો કરીને તવેતી ઉપર મૂકી દો. આ ટુકડો તમારે ત્યારે રાખવાનો છે, જયારે તમે બધી રોટલી બનાવ્યા પછી ગેસ બંધ કરી દો છો. તે દરમિયાન તાવડી થોડી ગરમ આમ પણ રહે છે. તો તે સમયે તેની ઉપર લોટના આ ટુકડાને મૂકી દો. જયારે તે થોડો શેકાઈ જાય તો તમે તેને ગેસના ચુલા ઉપર થોડી વાર માટે ભોગ સ્વરૂપે મૂકી દો.
તે ભોગ એક રીતે તમારા ઘરમાં ફરી રહેલી નકારાત્મક ઉર્જા માટે હોય છે. આ સન્માનને જોઇને તે તમને કે તમારા ઘરને કોઈ નુકશાન નહિ પહોચાડે. સાથે જ તેનામાં ફરી કોઈ એક્ટીવીટી ન થવાથી ઉપરથી રસોડાનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે છે. આ સકારાત્મક વાતાવરણને જોઇને અન્નપુર્ણા દેવી ખુબ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં અન્ન અને ધનની ખામી નથી આવવા દે.
તમે ગેસના ચુલા ઉપર જે લોટનો ટુકડો રાખ્યો હતો તેને તમે કોઈ પ્રાણી જેવા કે ગાય, કુતરા કે કાગડાને ખવરાવી શકો છો. જો તમારા ઘરમાં કોઈ દિવસ રોટલી નથી બનતી તો તમે બીજી ખાવાની વસ્તુ પણ મૂકી શકો છો. આ ઉપાય તમારે રોજ સવારે અને સાંજે કરવાનો છે.