રશિયાના વૈજ્ઞાનિકોએ 4000 ફૂટ ઊંડાઈ સુધી ખોદ્યું અને પછી તેમને મળી ગયો નર્કનો દરવાજો.

0
1686

મિત્રો આપણી દુનિયા ઘણી મોટી છે. અને અહીં જ એટલા જ મોટા પરાક્રમ પણ થતા રહે છે. લોકો દરેક ક્ષેત્રમાં નવા નવા મુકામ પ્રાપ્ત કરતા રહે છે. અને આપણી આ દુનિયાના રહસ્યો જાણવા માટે વિજ્ઞાન નવા નવા પ્રયોગો કરતુ રહે છે. જેમાંથી અમુક સફળ થઇ જાય છે, તો અમુક પ્રયોગ કોઈ કારણસર મજબુર થઈને વચ્ચેથી જ બંધ કરી દેવા પડે છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અમે જે ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ એ રશિયાની છે. મિત્રો રૂસમાં એક એવી જગ્યા છે, જ્યાં દુનિયાનો સૌથી ઊંડો ખાડો (બોરવેલ) છે. એ ખાડાને ‘કોલા સુપરડીપ બોરવેલ’ નામ આપવામાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ખાડાને રશિયાના વૈજ્ઞાનિકોએ 1970 માં ખોદવાનું શરુ કર્યુ હતું. તેઓ અમેરિકાના વૈજ્ઞાનિકોને પડકાર આપવા માટે વધારે માં વધારે ઊંડો ખાડો ખોદવા માંગતા હતા.

અને સતત 19 વર્ષના ખોદકામ પછી વૈજ્ઞાનિકો જમીનમાં 12.26 કિલોમીટર ઊંડે (40,230 ફૂટ) સુધી પહોંચી ગયા હતા. આ એટલું ઊંડું છે કે એમાં 240 ફૂટના 167 કુતુબમિનાર સમાય જાય. આ ઉંડાઈએ પહોંચ્યા પછી વૈજ્ઞાનિકોએ ખોદકામ રોકવું પડ્યું હતું. પણ આટલી ઊંડાઈ સુધી કોઈ બીજું પહોંચી શક્યું નથી.

આ કારણે રોકવું પડયું ખોદકામ :

મિત્રો સામાન્ય વાત છે કે આ કામ કરવું માનવીના હાથ અને પાવડા કોદાળીના વશનું નથી. એટલે આ ખોદકામ કરવા માટે ‘ઉરલમાસ’ (Uralmash) નામનું ભીમકાય ડ્રિલિંગ મશીન બનાવવામાં આવ્યું હતું. આ મશીન કોઈ પણ પરિસ્થિતિમાં ડ્રિલ કરવા માટે સક્ષમ હતું. મલ્ટી લેયર ડ્રિલિંગ સિસ્ટમ વાળા આ મશીનની ટારગેટ ડેપ્થ 15,000 મીટર (49,000 ફૂટની આસપાસ) હતી.

વર્ષોની સખત મહેનત પછી જ્યારે રશિયાના વૈજ્ઞાનિક 12.26 કિલોમીટર (40,230 ફૂટ) સુધી પહોંચ્યા ત્યારે મશીને કામ કરવાનું બંધ કરી દીધું. અને એ સમયે જમીનનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધારે માપવામાં આવ્યું હતું. અને માત્ર એટલું જ નહિ, પણ આ તાપમાન ઝડપથી વધવા પણ લાગ્યું હતું. એ પરિસ્થિતિ જોઈને તાત્કાલિક કામ રોકી દેવામાં આવ્યું. ત્યારે વૈજ્ઞાનિકોએ આ ખાડાનું નામ નર્કનો દરવાજો (Door to Hell) રાખ્યું. ત્યાર બાદ સોવિયત સંઘના વિઘટન પછી એનું ખોદકામ ફરીથી શરુ કરવામાં આવ્યું નથી.

સપાટીથી માત્ર 0.2% જ થયું ખોદકામ :

મિત્રો જમીનમાં 12 કિલોમીટર ઊંડું ખોદકામ કરવું રૂસના વૈજ્ઞાનિકો માટે પોતાનામાં જ કોઈ અજુબાથી ઓછું નથી. પણ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે, ધરતીથી સપાટીથી લઈને ધરતીના કેન્દ્ર જેટલી ઊંડાઈ સુધીનું તે 0.2% જેટલું પણ નથી.

કારણ કે વૈજ્ઞાનિકો પ્રમાણે ધરતીનું કેન્દ્ર 6371 કિલોમીટર નીચે છે, જ્યાં પહોંચવાનો વિચાર પણ નહિ કરી શકાય. પણ આમણે આટલી ઊંડાઈ સુધી ખોદકામ કરી દેખાડ્યું એ અદભુત છે. જો એ મશીન બંધ ન થયું હોત, તો કદાચ તેઓ વધુ ઊંડાઈ સુધી ખોદવામાં સફળ થયા હોત. પણ સંજોગો વસાત કામ ત્યાં હ રોકવું પડ્યું.