કમજોર દિલ વાળા આ ઘટના વાંચતા નહિ, આ વાંચીને તમારી આંખો માંથી પાણી આવી જશે

0
11999

આજે અમે તમારા માટે એક વાર્તા લઈને આવ્યા છીએ. આ વાર્તા એવા પિતાની છે જે પોતાના દીકરાને ઉછેરીને મોટો કરે છે, એના લગ્ન કરાવે છે અને જયારે એ બાપનું ધડપણ આવે છે ત્યારે એ દીકરાને પોતાના બાપને પોતાની સાથે રાખવા ભારે પડે છે. એ પત્ની વિહોણા બાપની વેદના અમે થોડા શબ્દોમાં તમારી સમક્ષ રજુ કરીએ છીએ. એકવાર વાંચ્યા પછી એને શેર જરૂર કરજો.

ગઈકાલે રાત્રે હું અને મારી પત્ની બહાર જમવા ગયા હતા. અમે એક હોટલમાં ઓડર આપી બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ મારી નજર બહાર રોડ પર ગઇ. રોડ ઉપર એક ઉંમર લાયક વડીલ હાથમાં લાકડીનો ટેકો લઇને હોટલ સામે જોઈ રહયા હતા. તેવામાં ત્યાં એક કારમાં એક કપલ આવીને ઉભુ રહે છે. લાકડીનો ટેકો લઇને તે વડીલ ધીમે ધીમે તે કાર તરફ આગળ વધી રહયા હતા. એમણે કારમાં બેઠેલા કપલ પાસે જમવાનું માગ્યું પણ એ લોકો એની વેદના સમજી શકતા નહિ.

ત્યારબાદ હું અને મારી પત્ની હોટલ માંથી બહાર નીકળીને એમની પાસે ગયા, અને એમને પુછયું કે અમે તમારી શું મદદ કરી શકીએ? તે વડીલ બે હાથ જોડીને કાંઈ બોલે એ પહેલાં તો તેમની આંખો માંથી ચોધાર આંસુ સરી પડ્યા અને તે વડીલ રડી પડ્યા. તે રડતા રડતા બોલ્યા, બહુ જ ભુખ લાગી છે…બેટા કાંઇક ખાવાનું હોય તો આપો…

ત્યારબાદ મેં અને મારી પત્નીએ એ વડીલના હાથ પકડી એમને હોટલની બહાર ના ટેબલ પર બેસાડ્યા, અને એમની સાથે હું અને મારી પત્ની પણ ત્યાં એ જ ટેબલ પર ગોઠવાઈ ગયા. અમે એમને પૂછ્યું કે શું જમશો? તો વડીલ બોલ્યા આ ઉંમરે હું બહુ ભારે ખોરાક નહી ખાઇ શકું, ફક્ત ખિચડી ખાઇશ. પછી મેં પુછયું કે પુલાવ ખાશો? ત્યારે એ બોલ્યા કે એના પૈસા વઘુ થશે. એવું ન મંગાવતા. એટલે મેં કિઘુ કે એનો કોઇ વાંઘો નથી.

અમે ઓર્ડર આપ્યો અને વાતચીત શરૂ કરી. મેં એમને પુછયું આપનું નામ શું છે દાદા? તેઓ બોલ્યા રમેશભાઈ. પછી મેં પૂછ્યું કે દાદા પરિવારમાં કોઈ ખરું? ત્યાં તો એમની આંખો માં ફરી આંસુ આવી ગયાં, અને બોલ્યા દિકરો અને એની પત્ની છે અને મારા પત્ની ગુજરી ગયા છે….

મેં કહ્યું તો આમ કેમ બહાર…

દાદા કહે, બેટા મારો દિકરો કંપનીમાં નોકરી કરે છે. લગ્ન પહેલાં મારો દિકરો મને કહે તો કે……હું તમારા લીધે સુખી છું…

અમે બધા ભેગા રહીએ છીએ, પણ મારો દિકરો કંપનીમાં નોકરી કરતો હોવાથી બહાર જવાનું થતુ હોય છે. અને જયારે હું એકલો હોવ એટલે મારા દિકરાની પત્ની મને જમવા નથી આપતી. તે કહે છે કે અમારી કમાણી માંથી કાંઈ વઘતુ નથી, એટલે તમે તમારી જાતે કમાઈને ખાઓ. તું જ બોલ દીકરા, હવે હું આ ઉંમરે કયાં કમાવવા જાઉં. દીકરા જો આજે મારી પત્ની જીવતી હોત. તો મારે આવા દિવસો ના જોવા પડત…..

અને આજે મારો એ જ દિકરો મને એમ કહે છે, કે તમારા લીધે અમે દુ:ખી છીએ….

દીકરા મારાથી હવે બહુ સહન નથી થતુ. ભગવાન હવે મને લઇ લે તો સારુ…એ દાદા અમારી સામે ખુબ રડયા. અને હું અને મારી પત્ની પણ એમની આ વેદના સાંભળી અમારા આંસુને રોકી શકયા નહિ, અમે એમને સાંત્વન આપી જમાડયા….

સાથે જ એમના અંતીમ શબ્દો મારા હદયમાં છપાઈ ગયા છે, અને એ આ મુજબ છે.

પ્રભુ મને તમારા જેવા સંતાનો આવતા ભવમાં આપે, બેટા તમારા જેવા વહુ દિકરા ભગવાન દરેકને આપે…

એ અંતરના આશીર્વાદ આપણને કયાય આગળ લઈ જાય છે…એ દિકરા અને એની પત્નીને ભગવાન સદ્દબુદ્ધિ આપે.

આ સંપૂર્ણ શબ્દો એ દાદાએ કહેલા છે.

મિત્રો માં બાપ છે તો આપડે છીએ..કયારે પણ એ સાક્ષાત ભગવાનને દુ:ખી ના કરતા.

જય સિયારામ…