સુંદરતામાં કરીનાને ટક્કર આપે છે સૈફની એક્સ ગર્લફ્રેન્ડ, નામ સાંભળતા જ આવી જાય છે બેબોને ગુસ્સો

0
3201

સૈફની એક્સ ગર્લફ્રેન્ડ એટલી સુંદર છે કે તે કરીનાને પણ ટક્કર આપે છે, તેનું નામ સાંભળતા જ બેબોને આવી જાય છે ગુસ્સો.

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. સૈફ અલી ખાન પોતાની દીકરી સારા અલી ખાનને લઈને ચર્ચામાં રહ્યા છે. જી હાં, બોલીવુડના નવાબ સૈફ અલી ખાન પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે પોતાનું અફેયર હોય કે પોતાના લગ્ન. હંમેશાથી જ એમનું અંગત જીવન સમાચારમાં રહ્યું છે. આ બધા વચ્ચે હાલના દિવસોમાં સૈફ અલી ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ઘણી સમાચારોમાં રહી છે. તો ચાલો જાણીએ અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે?

ફિલ્મ ‘બેખુદી’ થી પોતાના કરિયરની શરૂઆત કરવા વાળા સૈફ અલી ખાનને હવે ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષ પુરા થઇ ગયા છે. જી હાં, છેલ્લા 26 વર્ષોથી સૈફ અલી ખાનના કરિયર અને પર્સનલ લાઈફમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સૈફ અલી ખાનના ફિલ્મી કરિયરમાં ઘણું બધું બદલાયું છે. એટલું જ નહિ, હવે એમની એક્ટિંગમાં પણ નવો અંદાજ જોવા મળે છે. તો બીજી તરફ એમનું અંગત જીવન પણ કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછું નહિ રહ્યું. અંગત જીવનમાં એમનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયું, તેમજ એમણે બે-બે લગ્ન પણ કર્યા છે.

સૈફ અલી ખાને વર્ષ ૨૦૦૧ માં પોતાની ઉંમર કરતા ૧૦ વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. અમૃતા સાથે થોડા વર્ષો તો સારી રીતે પસાર થયા, પરંતુ પછી તેમનું એક બીજા સાથે ખાસ બન્યું નહિ. આમ તો તેમણે બે બાળકો ઈબ્રાહીમ અને સારા અલી ખાનને જન્મ આપ્યો. પણ વર્ષ ૨૦૦૪ માં બન્નેએ એક બીજાથી છુટા થવાનો નિર્ણય લીધો અને છુટાછેડા લઇ લીધા હતા.

ત્યારબાદ ૪ વર્ષ પછી વર્ષ ૨૦૦૮ માં સૈફ અલી ખાને ફિલ્મ ટશન દરમિયાન કરીના કપૂરને ડેટ કરવાનું શરુ કરી દીધું. અને એમની લવ સ્ટોરી સફળ થતા એમણે વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા હતા. લગ્નના ચાર વર્ષ પછી એટલે વર્ષ ૨૦૧૬ માં તેમને એક દીકરો તેમુર અલી ખાન થયો. હવે સૈફ અલી ખાનને ત્રણ બાળકો છે. પરંતુ અમૃતા સિંહ સાથે છુટાછેડા અને કરીના કપૂર સાથે અફેયર વચ્ચેનો સમય ૪ વર્ષ હતો અને તે દરમિયાન છોટે નવાબ એકલા હતા અને તેમના આ એકલાપણું દુર કર્યું વિદેશી મોડલ રોસા કૈટાલાનોએ. રોસા કૈટાલાનોએ હોલીવુડની એક-બે ફિલ્મો કરી છે.

રોસા કૈટાલાનોનો જન્મ ઇટલીમાં થયો અને તે સ્વીસ મોડલ પણ છે. તેની સુંદરતા કરીના કપૂર અને અમૃતા સિંહથી પણ ઘણી વધુ છે. રોસાને જોયા પછી એની સુંદરતા આગળ સૈફ અલી ખાન પોતાનું દિલ હારી ગયા, અને તેમનો અફેયર રોસા સાથે શરુ થઇ ગયો. રોસા અને સૈફ અલી ખાનની પહેલી મુલાકાત કેન્યામાં એક શો દરમિયાન થઇ હતી. ત્યાર પછી રોસા કામના અનુસંધાને ભારતમાં આવી અને મુંબઈમાં રહેતી હતી. આથી બંને જણાની મુલાકાતો શરુ થઇ. જયારે રોસાને સૈફ અલી ખાનના લગ્ન વિષે ખબર પડી તો તે ચોંકી ગઈ કેમ કે તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.

વિદેશી મોડલ રોસાએ ભારતમાં પોતાના એક ઈન્ટરવ્યું દરમ્યાન એ વાતનો ખુલાસો કર્યો હતો, કે સૈફ અલી ખાન સાથે તેની મુલાકાત પછી સૈફે તેના લગ્ન વિષે નહોતું જણાવ્યું. એવા પણ સમાચાર છે કે અમૃતાએ સૈફ સાથે પોતાના લગ્ન એજ કારણે તોડ્યા હતા કે તેની મુલાકાત રોસા સાથે થઇ હતી અને તેને રોસા સાથે પ્રેમ થઇ ગયો હતો. પણ સૈફ અલી ખાનએ તેનાથી પણ આ બધું છુપાવ્યું હતું.