રોજ સાંજના સમયે દીવો કરી તુલસીની સામે બોલો આ એક મંત્ર, પછી જુઓ જીવનમાં નહિ આવે સમસ્યાઓ

0
6172

હિંદુ ધર્મ ઘણો જ પ્રાચીન ધર્મ છે. અને એમાં ઘણા પ્રકારના નિયમો પણ છે. તેમજ ધર્મના નિયમો અને માન્યતાઓ મુજબ જો વ્યક્તિ પોતાનું જીવન જીવે છે, તો એના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ રહેતી નથી. વર્તમાન સમયની વાત કરીએ, તો આ દુનિયામાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે જે તકલીફોથી મુક્ત હશે. દરેકના જીવનમાં થોડી ગણી તકલીફો તો હોય જ છે. પરંતુ જે લોકો ધર્મ અનુસાર કર્મ કરે છે, તેમના જીવનની તકલીફો ઘણી જલ્દી દુર પણ થઈ જાય છે.

અને એના માટે હિંદુ ધર્મમાં ઘણી બધી એવી વાતો જણાવવામાં આવી છે, જેનું અનુસરણ કરવામાં આવે તો સુખી જીવન જીવી શકાય છે. તેમજ જે લોકો ધાર્મિક નિયમોનું પાલન નથી કરતા, તેમના જીવનમાં કાયમ કોઈ ને કોઈ પ્રકારના દુ:ખ રહેતા જ હોય છે. આજે અમે એમાંથી એક નિયમ વિષે તમને થોડી માહિતી આપીશું, જે જીવનમાં આવતી સમસ્યાઓ માંથી તમને છુટકારો અપાવશે.

મિત્રો આપણા પૌરાણિક ધાર્મિક શાસ્ત્રોમાં સૂર્યોદય અને સુર્યાસ્તના મહત્વ વિષે જણાવવામાં આવ્યું છે. આ બન્ને સમય પૂજા પાઠ માટે ખુબ જ શુભ હોય છે. તે સમયે પૂજા પાઠ કરવાથી વ્યક્તિના જીવનની તમામ તકલીફો હંમેશા માટે દુર થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે સૂર્યોદયના સમયે ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્ય અને તુલસીને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.

તુલસીને સ્પર્શ કરી લેવાથી માણસ થઈ જાય છે પવિત્ર :

સૂર્યોદયના સમયે ઉપર જણાવેલા બે કામ કરવા સિવાય, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સુર્યાસ્તના સમયે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવો જોઈએ. અને તેની સાથે જ એક મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનની તકલીફોથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે. મિત્રો તુલસીના છોડ વિષે એવું કહેવામાં આવે છે કે, તુલસીના છોડ વગર શ્રી નારાયણની પૂજા સફળ જ થતી નથી.

તુલસીના છોડને માત્ર સ્પર્શ કરી લેવાથી જ વ્યક્તિના ઘણા પાપ ઓછા થઈ જાય છે. એનાથી વ્યક્તિ જન્મો જન્મના પાપથી હંમેશા માટે મુક્ત બની જાય છે. જણાવી દઈએ કે તુલસીના છોડને સ્વર્ગનો છોડ પણ કહેવામાં આવે છે. તેમાં ઘણા દેવી-દેવતાઓનો વાસ હોય છે એવું માનવામાં આવે છે.

સવારે જળ ચડાવો અને સાંજે તુલસીની નીચે દીવો પ્રગટાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, વિષ્ણુ પુરાણ અનુસાર જો ઘરના મુખ્ય દ્વાર ઉપર તુલસીનો છોડ ઉગાડવામાં આવે, તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાયેલી રહે છે, અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અને તુલસીના છોડને સવારે જળ ચડાવવાથી, તેમજ સાંજના સમયે તેની નીચે ઘી નો દીવો પ્રગટાવવાથી ઘર કુટુંબમાં સુખ-સમૃદ્ધી જળવાયેલી રહે છે. દીવો પ્રગટાવ્યા પછી આ મંત્ર બોલવાથી શુભ ફળની પ્રાપ્તિ પણ થાય છે.

મંત્ર :

महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी

आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।

અર્થ :

હે તુલસી તમે જીવનમાં તમામ પ્રકારના સૌભાગ્યોને વધારવા વાળા છો. હંમેશા તમે લોકોની બીમારીઓને દુર કરીને તેને સ્વસ્થ રાખો છો. અમે તમને નમન કરીએ છીએ.

જો તમે ન જાણતા હોવ તો જણાવી દઈએ કે, તુલસી માતા ધનની દેવી માં લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તેને કારણે ભગવાન વિષ્ણુ તુલસીથી ખુબ જ પ્રસન્ન થાય છે. એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ છળથી તુલસીનું વરણ કર્યુ હતું. અને તે કારણે જ શ્રી હરીને પથ્થર બની જવાનો શ્રાપ મળ્યો હતો. ત્યાર પછી શ્રીહરીએ શાલીગ્રામનું રૂપ લઈ લીધું હતું. શાલીગ્રામ રૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વગર ક્યારે પણ સ્વીકારવામાં આવતી નથી.