બોલીવુડની આ સુપરસ્ટાર અભિનેત્રી સાથે કામ કરવાથી ડરતા હતા સલમાન ખાન, નામ જાણીને રહી જશો દંગ

0
1421

બોલીવુડમાં સલમાન ખાનનું નામ ઘણું મોટું છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો એમના નામથી ડરે છે. એમને દબંગ ખાન એમજ નથી કહેવામાં આવતા. તેમજ સલમાન ખાન બોલીવુડમાં નવા-નવા લોકોને કામ કરવાની તક આપવા માટે જાણીતા છે. અને બોલીવુડમાં ઘણા લોકોનું કરિયર તો સલમાન ખાનને કારણે જ બન્યું છે. અને નવા કલાકારોની એવી જ ઈચ્છા હોય છે કે સલમાન ખાન એમને લોન્ચ કરે. એટલે કે જો અમે સીધા શબ્દોમાં કહીએ તો બોલીવુડના ઘણા બધા કલાકાર સલમાન ખાન સામે નમે છે.

એમનાથી ડરવાની વાત આવે તો, એ તો તમને બધાને યાદ જ હશે કે બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને પણ સલમાનની માફી માંગવી પડી હતી. એ પછી બંને વચ્ચે સંબંધ ઘણી હદ સુધી સુધરી ગયા છે. અને બીજી તરફ અરિજિત સિંહ જેવા સિંગર પણ સલમાન ખાનથી ડરે છે. ખરેખર સલમાન ખાન વાસ્તવમાં બોલીવુડના દબંગ છે.

અને એ કારણે બોલીવુડના બધા કલાકારો એમની ઘણી ઈજ્જત કરે છે. બધા એમની કહેલી વાત માને છે. પણ બોલીવુડમાં એક કલાકાર એવી હતી જેનાથી દબંગ ખાન ડરતા હતા. આજે અમે તમને એ અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ભાઈજાન પોતે ડરતા હતા.

સલમાન ખાને એ અભિનેત્રી સાથે ફક્ત બે જ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ એમની એ બંને ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. છતાંપણ સલમાન ખાન આ એક્ટ્રેસ સાથે કામ કરવાથી ઘણા ડરતા હતા. ખરેખર એમનું નામ જાણીને તમે પણ ચકિત રહી જશો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમે અહીં કોઈ બીજાની નહિ પણ બોલીવુડની હવા હવાઈ એક્ટ્રેસ સ્વ. શ્રીદેવીની વાત કરી રહ્યા છીએ.

જોકે હાલમાં પણ બોલીવુડના ઘણા એક્ટર અને એક્ટ્રેસ સલમાન ખાન સાથે કામ કરવાથી ડરે છે. જેવા કે કરીના કપૂર, અનુષ્કા શર્મા વગેરે સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાથી ઘભરાતા હતા. હકીકતમાં સલમાન ખાનના ગુસ્સાથી દરેક પરિચિત છે. એના સિવાય બોલીવુડમાં એમની છબી કંઈક એ પ્રકારની બની ગઈ છે કે, દરેક એમની સામે બોલવાથી ડરે છે.

પણ તમને જણાવી દઈએ કે શ્રીદેવી એ પહેલી અને એકમાત્ર એવી એભિનેત્રી હતી જેમની સાથે કામ કરવામાં સલમાન ખાનને ડર લાગતો હતો. હકીકતમાં સલમાન ખાન જયારે શ્રીદેવી સાથે ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા, ત્યારે શ્રીદેવીએ બોલીવુડમાં એક મોટું સ્થાન મેળવી લીધું હતું. અને ત્યારે તે બોલીવુડની ટોપ એક્ટ્રેસ માંથી એક હતી.

એ વાતમાં કોઈ શંકા નથી કે શ્રીદેવીમાં કોઈ પણ ફિલ્મને સફળ કરવાની કુશળતા હતી. પરંતુ અફસોસ એ વાતનો રહ્યો કે એમણે સલમાન ખાન સાથે જે બે ફિલ્મોમાં કામ કર્યુ, તે ફિલ્મો ફ્લોપ થઈ હતી. સલમાન ખાને ફિલ્મ “ચંદ્રમુખી” અને “ચાંદ કા ટુકડા”માં શ્રીદેવી સાથે કામ કર્યુ હતું.

એ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે, સલમાન ખાન શ્રીદેવીને ઘણી પસંદ કરતા હતા. અહીં સુધી કે જયારે એમને શ્રીદેવી સાથે કામ કરવાની તક મળી, ત્યારે તે ઘણા ઉત્સાહિત થઈ ગયા હતા. સલમાન ખાને પોતે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન એ વાત કહી હતી કે, એમને શ્રીદેવી સાથે કામ કરવાથી ડર લાગતો હતો. જો કે હવે શ્રીદેવી આ દુનિયામાં નથી રહ્યા, પણ એમની ફિલ્મો આપણને એમની યાદ અપાવતી રહે છે.