મુસ્લિમોના આ દેશમાં દટાયેલું છે હજારો વર્ષો જુનું સમુદ્ર મંથનનું રહસ્ય, અહી આજે પણ હયાત છે સમુદ્ર માંથી નીકળેલો અમૃત કળશ

0
2213

આપણા ભારતની સંસ્કૃતિ ઘણી જૂની છે. અને એટલી જ રહસ્યમય પણ છે. ભારતમાં ઘણી બધી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એ પૌરાણિક કથાઓમાં તમે સમુદ્ર મંથનનો ઉલ્લેખ જરૂર સાંભળ્યો હશે. સમુદ્ર મંથન સમયે સમુદ્ર માંથી અમૃત કળશ નીકળ્યું હતું, જેના માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. અને એ અમૃતને ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને તમામ દેવતાઓમાં વહેચ્યું હતું. આ વાત વર્ષો જૂની છે. તો સમુદ્ર મંથન માંથી નીકળેલું એ અમૃત તો પૂરું થઈ ગયું એવું સાંભળવા મળે છે, છતાં પણ ઈતિહાસના પાનાઓમાં એ અમૃત કળશનો ઉલ્લેખ આજે પણ મળી આવે છે.

અને હાલમાં એવો દાવો થઇ રહ્યો છે કે એ અમૃત કળશ દુનિયામાં હયાત છે. વાત એમ છે કે મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયાના કંડી સુકુહ નામના પ્રાચીન મંદિરમાં અમૃત કળશ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આ પ્રાચીન મંદિરમાં એવું કળશ છે જેમાં એક દ્રવ્ય ન જાણે કેટલા હજારો વર્ષોથી રહેલું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એ અમૃત છે જે હજારો વર્ષોથી નથી સુકાયું. એવી પણ માન્યતા છે કે તે એ જ કળશ છે જે સમુદ્ર મંથન દરમ્યાન નીકળ્યું હતું, જેમાં એક શિવલિંગ પણ છે.

કળશ ક્યારે અને કઈ રીતે મળ્યું :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ મંદિરમાં એક દીવાલ પર મહાભારતનું આદિપર્વ અંકિત કરેલું છે. વર્ષ 2016 ની શરૂઆતમાં અહીંના પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરની જાણવણી માટેનું કામ કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે એ મંદિરની દિવાલના પાયામાંથી એક્સ્પર્ટ્સની ટીમને જે મળ્યું એણે આ મંદિર વિષે એમનો અભિપ્રાય હંમેશ માટે બદલી નાખ્યો.

અહીં જાણવણી કરતા સમયે એક્સપર્ટસની ટીમને એક તાંબાનું કળશ મળ્યું, જેમાં એક પારદર્શી શિવલિંગ જોડાયેલું હતું. એની અંદર એક ખાસ પ્રવાહી ભરેલું છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે તાંબાના પાત્ર સાથે એને ઘણું ઝીણવટ પૂર્વક જોડવામાં આવ્યું છે, જેથી એને કોઈ પણ રીતે ખોલી શકાય નહિ. અને એની સૌથી વધારે આશ્ચર્ય ચકિત વાત એ છે કે જે દીવાલ માંથી આ મળી આવ્યું, એ દીવાલ પર ‘અમૃત મંથન’ નું નકશીકામ થયેલું છે. મંદિરમાં ખજૂરાહોની જેમ ‘કામમાં લિપ્ત (લેપાયેલ)’ મૂર્તિઓ અને માત્ર એક દીવાલ પર આદિપર્વનું હોવું આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.

ત્યારબાદ આ કળશ પર રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું, કે આ કળશની કાર્બન ડેટિંગ લગભગ બારમી સદીની છે. જણાવી દઈએ કે આ કાળમાં મલેશિયા સંપૂર્ણ હિંદુ રાષ્ટ્ર હતું, પરંતુ પંદરમી સદીમાં જયારે ઈસ્લામથી ભય ઉભો થયો ત્યારે કિમતી વસ્તુઓને આ મંદિરમાં છુપાડી દેવામાં આવી હશે. અને આ કળશ અને લિંગ સાથે બીજા પણ ઘણા કિમતી રત્ન મળ્યાં છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.