સંજય દત્તે અંબાણી પરિવારની આ વહુ વિષે કહ્યું હતું, “તે ફક્ત મારી છે અને મને તેને એક્સપોઝ કરવાનું પસંદ નથી.”

0
2021

મિત્રો બોલીવુડના કલાકારો વિષે વાત કરીએ તો તેમનુ અંગત જીવન ઘણું ચર્ચામાં રહે છે. તેઓ કોઈ ને કોઈ વાતને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. અને એવા જ વધારે ચર્ચામાં રહેલા કલાકારો માંથી એક સંજય દત્ત વિષે આજે અમે તમને થોડી જાણકારી આપીશું.

તમે ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘સંજુ’ તો જોઈ જ હશે. તે સંજય દત્તની બાયોપિક હતી. જેમાં સંજય દત્તના જીવન સાથે જોડાયેલા થોડા એવા ખુલાસા પણ થયા, જે સામાન્ય લોકો જાણતા ન હતા. જેમ કે સંજય દત્તના જીવનમાં એક બે નહિ લગભગ ૩૫૦ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. પણ કદાચ તમે એ વાત નહિ જાણતા હોવ કે, સંજય દત્તની આ ગર્લફ્રેન્ડ માંથી એક ગર્લફ્રેન્ડ અંબાણી પરિવારની વહુ પણ છે.

અને આ વાતનો ખુલાસો સંજય દત્તે પોતે એક ઈન્ટરવ્યું દરમિયાન કર્યો હતો. અને આજે અમે તમને આ લેખમાં સંજય દત્તની એ જ ગર્લફ્રેન્ડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે હવે અંબાણી પરિવારની વહુ છે. તે સંજય દત્તથી ઘણી દુર જઈ ચુકી છે. તો આવો જાણીએ કે છેવટે કોણ છે તે જેના વિષે સંજય દત્તએ ત્યાં સુધી કહી દીધું હતું કે, “તે ફક્ત મારી છે.”

જાણકારી માટે જણાવી દઈએ કે, જે અંબાણી પરિવારની વહુ વિષે સંજય દત્તે કહ્યું હતું કે, તે ફક્ત મારી છે, એ હકીકતમાં અનીલ અંબાણીની પત્ની અને ફિલ્મ અભિનેત્રી ટીના મુનીમ છે. ટીના જયારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે એમની અને સંજય દત્તની રીલેશનશીપ ઘણા દિવસો સુધી ચાલી હતી. સંજય દત્તની ભૂતકાળની ગર્લફ્રેન્ડ માંથી ફક્ત ટીના જ એવી છે, જેના વિષે સંજય દત્તે મીડિયામાં ખુલીને વાત કરી છે.

જાણવી દઈએ કે ભૂતકાળમાં સંજય દત્તે પોતાના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તે પોતાની ગર્લફ્રેન્ડને લઈને ઘણો વધુ પોજેસીવ રહેતો હતો. ખાસ કરીને ટીના મુનીમને લઈને તો ઘણો વધુ ઓવર પોજેસીવ હતો. તેમજ પોતાના અન્ય એક ઈન્ટરવ્યુંમાં સંજય દત્તે જણાવ્યું હતું કે, ટીના સાથે તેની મુલાકાત પોતાની પહેલી ફિલ્મ ‘રોકી’ ના સેટ ઉપર થઇ હતી.

આ ફિલ્મમાં ટીના મુનીમ હિરોઈન હતી અને તે દરમિયાન જ સંજય દત્ત અને ટીના મુનીમ એક બીજાથી ઘણા નજીક આવવા લાગ્યા હતા. સંજય દત્તની પહેલી ફિલ્મની રીલીઝના થોડા દિવસો પહેલા જ તેની માં અને અભિનેત્રી નરગીસનું મૃત્યુ થઇ ગયું હતું, એ કારણે તે તૂટી ગયો હતો. એવામાં તે સમયે સંજયના જીવનમાં ટીના જ એક એવી વ્યક્તિ હતી, જેણે તેને માં ની જેમ સંભાળ્યો હતો અને પ્રેમ આપ્યો હતો.

આ વાત સંજય દત્તએ પોતે જણાવી હતી કે, ટીના આમ તો તેની માં ની જેમ જ ડોમિનેટ કરતી હતી. પણ તેમ છતાં એ બન્ને વચ્ચે ઘણો બધો પ્રેમ હતો. સંજયને જયારે પૂછવામાં આવ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડના કેરિયરને લઈને હંમેશાથી જ પોજેસીવ રહે છે, એવું કેમ?

તેના જવાબમાં સંજય દત્તે કહ્યું હતું, કે ખરેખરમાં ટીનાને લઈને તે ઘણો જ વધુ પોજેસીવ હતો. કેમ કે તે ફક્ત મારી હતી. અને હું નહોતો ઈચ્છતો હતો કે તે એક્સપોઝ થાય. સંજય દત્તનું માનીએ તો ટીનાના જીવનમાં તેના કપડા સિવાય તેણે ક્યારેય કોઈ ડખલગીરી નથી કરી. તેમજ તેમણે ક્યારે પણ ટીના મુનીમને એ નથી કહ્યું કે, તેણે કઈ ફિલ્મ કરવી જોઈએ અને કઈ ફિલ્મ નહિ. અને ન તો ક્યારેય ફિલ્મોની પસંદગીને લઈને ટીનાએ પણ તેને ટોક્યો હતો.

એ દરમ્યાન લોકોએ ઘણી વખત ટીના મુનીમ ઉપર એ આરોપ પણ લગાવ્યો હતો કે, તે સંજયને હંમેશા પરિવાર પાસે જવાથી અટકાવતી હતી. તો તેના જવાબમાં સંજય દત્તે જણાવ્યું હતું કે, તે એકદમ ખોટું છે. હકીકતમાં ટીના મુનીમ તે હતી જે હંમેશા જ તેને તેના પિતા અને બહેનની નજીક રહેવા માટે ફોર્સ કરતી હતી.