સારા પહેલા દેખાતી હતી આવી, ખાવાની એક ટ્રીક બદલીને આજે બની ગઈ સ્લિમ

0
5101

સારા અલી ખાનને તમે બધા સારી રીતે ઓળખાતા જ હશો. સારા અલી ખાન એટલે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી. સારા દેખાવમાં ઘણી સુંદર છે. સારા એ થોડા સમય પહેલા જ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે. તેની પહેલી બોલીવુડ ફિલ્મ હતી કેદારનાથ. જેમાં એમની સાથે હીરો તરીકે હતા સુશાંત સિંહ રાજપૂત. એ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી. અને એ પછી સરાની બીજી ફિલ્મ આવી સિમ્બા. આ ફિલ્મમાં એમની સાથે રણવીર સિંહ હતા. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ. એટલે કે સારાનો અભિનય લોકોને પસંદ છે.

આ તો થઈ એમની ફિલ્મોની વાત. પણ હવે એમની થોડી પર્સનલ લાઈફની વાત કરીએ. સારા ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે. ભારતના ઘણા છોકરાઓ એમની સુંદરતાના દીવાના છે. સોશિયલ મીડિયા પર પણ સારાના લાખો ફોલોઅર્સ છે. એમનું ફિગર પણ એમની સાવકી માં કરીના કપૂર જેવું છે. પણ તમને કદાચ ખબર નહિ હોય કે સારાનું શરીર પહેલાથી આટલું પાતળું ન હતું. ફિલ્મોમાં આવવા પહેલા તેમનું વજન ઘણું વધારે હતું. તમે અહીં ફોટામાં જોઈને એ વાતનો અંદાજો લગાવી શકો છો કે સારા પહેલા કેટલી વધારે જાડી હતી.

એમણે પોતાનું વજન ઓછુ કરીને પોતાને આટલી સુડોળ કાયાની માલિક બનાવી છે. તમે પણ એમની જેમ પોતાનું વજન ઓછુ કરી શકો છો. એના માટે તમારે થોડી એવી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે સારા અલી ખાને પોતાનું ભારે ભરખમ શરીર ઘટાડીને એક આકર્ષક ફિગર મેળવ્યું છે. આવો તમને એમની ટ્રીક વિષે જણાવીએ, જેના દ્વારા તેમણે પોતાનું શરીર પાતળું બનાવ્યું છે. આવો તમને એમની સ્લીમ ટ્રીમ બનવાની ટ્રીક વિષે જણાવીએ.

સારા એ વજન ઘટાડવા માટે એકદમ સરળ એવી ટ્રીકનું પાલન કર્યુ છે. આ ટ્રીક ન માત્ર તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે પરંતુ એનાથી તમે સ્વસ્થ અને હેલ્દી પણ રહેશો. એ વાતમાં કોઈ શંકા નથી કે દરેકને ફીટ અને હેલ્દી રહેવું ગમે છે. પરંતુ વજન જરૂર કરતા વધી જવું ઘણા લોકોની તકલીફનું કારણ બની જાય છે. વજન ઓછું કરવા માટે લોકો ઘણા પ્રયત્ન પણ કરે છે, જેવા કે ડાયટીંગ, કસરત અને યોગા. પરંતુ ઘણી વખત આ ઉપાય કામ નથી આવતા અને વજન ઓછું નથી થઇ શકતું.

એવામાં તમે પણ સારાની જેમ માઈન્ડફૂલ ઇટીંગને અપનાવી શકો છો. તેનાથી તમને પણ વજન ઘટાડવામાં સરળતા થશે. આ ટ્રીક છે સારી પણ ઘણા લોકોને એના વિષે જાણકારી નથી હોતી, અને તે કારણે તે તેનો ઉપયોગ નથી કરી શકતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે માઈન્ડફૂલ ઇટીંગ શરીરની જમા થયેલી ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે, અને શરીરને ફીટ રાખે છે. તો આવો આજે તમને એના વિષે માહિતી આપીએ, જેથી તમે પણ એનો ઉપયોગ કરીને સારાની જેમ પોતાનું વજન ઓછું કરી શકો.

માઈન્ડફૂલ ઇટીંગ શું હોય છે?

સામાન્ય ભાષામાં કહીએ તો માઈન્ડફૂલીંગ ઇટીંગનો અર્થ ખોરાકને ધ્યાનથી ખાવું એવો થાય છે. તમે પણ ખોરાકને ધ્યાનપૂર્વક ખાશો તો તેનાથી તમે ન માત્ર ખાવાનો આનંદ લઇ શકશો, પરંતુ તમારો ખોરાક સરળતાથી પચી પણ જશે. જેવું આ ભાગદોડ વાળા જીવનમાં લોકો ફટાફટ ખાવાની ટેવ ધરાવે છે. એનાથી ફક્ત તમે થોડો સમય બચાવો છો બીજું કઈ નહિ.

એની જગ્યાએ જો તમે સારી રીતે થોડું ધીરે ધીરે અને ચાવી ચાવીને ખાવ છો, તો તમને એ ખોરાકનો ફાયદો મળે છે. ચાવી ચાવીને ખાવાથી તમને એનો સાચો સ્વાદ જાણવા મળે છે. તેમજ ખાધેલો ખોરાક સારી રીતે પચે છે, અને એમાં રહેલા પોષક તત્વો તમારા શરીરને મળે છે. મિત્રો માઈન્ડફૂલ ઇટીંગ દરમિયાન ખોરાકને સારી રીતે ચાવીને ખાવાનો હોય છે. ખોરાકને ચાવીને ખાવાથી તમને જલ્દી જલ્દી ભૂખ નથી લાગતી, જેથી તમે અસ્વસ્થ ખોરાકનું સેવન નથી કરતા અને તમારું વજન નિયંત્રિત રહે છે.

તેમજ માઈન્ડફૂલ ઇટીંગ આપણા પેટને એ સંકેત આપે છે કે તે ભરાઈ ગયું છે, અને તેને કારણે તમે ઓવરઇટીંગ નથી કરતા, એટલે કે વધારે પડતું ખાવાનું નથી ખાતા. પરંતુ જયારે તમે જલ્દી જલ્દી ખાવ છો તો તમારા પેટને મોડેથી સંકેત મળે છે, જે કારણે તમે ઓવરઇટીંગ કરો છો અને તમારું વજન પણ વધે છે.

ફૂડ ક્રેવીંગને ઓછું કરે છે :

ફૂડ ક્રેવિંગ એટલે કે ખોરાકની તૃષ્ણા. સાદી ભાષામાં કહીએ તો તમને એક જ પ્રકારનો ખોરાક વારંવાર ખાવાની ઈચ્છા થવી. માઈન્ડફૂલ ઇટીંગ ફૂડ ક્રેવીંગને ઓછું કરે છે. કેમ કે તે દરમિયાન તમારા પેટને યોગ્ય સમયે સિગ્નલ મળી જાય છે, જેથી તમને ખાવાની ઈચ્છા ઓછી થવા લાગે છે. ફૂડ ક્રેવીંગ ન થવાને કારણે તમારું વજન નિયંત્રિત થઇ જાય છે અને શરીરમાં વધારાની ચરબી પણ જમા થતી નથી.