શિયાળામાં સરગવાનું શાક ખાવાથી ૩૦૦ રોગો દુર રહે છે, જાણો સરગવો ખાવાના અદભુત ફાયદા વિષે

0
6836

શિયાળાની ઋતુ દરેકને ગમે છે, અને આ ઋતુમાં બજારમાં ઢગલાબંધ લીલા શાક ભાજી પણ જોવા મળે છે. અને તેવામાં તમે આ લીલા શાકભાજીના શોખીન છો, તો તમારે એક વાર સરગવાનું શાક જરૂર ખાઈને જોવું જોઈએ. જણાવી દઈએ કે સરગવાનું બનેલું શાક કે સૂપ તમને અસંખ્ય બીમારીઓથી દુર રાખવામાં મદદ કરે છે. આમ તો લોકો ઘણા પ્રકારના પોષ્ટિક તત્વોથી ભરપુર સરગવાને ઈડલી સાથે ખવાતું સાંભર બનાવવા માટે ઉપયોગમાં લેવાતું શાક માનીને ચાલે છે. પણ એનું કામ ફક્ત એટલું જ નથી.

આના ઢગલાબંધ ફાયદા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એટલા માટે જો તમે શાકાહારના શોખીન છો, તો તમારે સરગવાનું શાક જરૂર ખાવું જોઈએ. તે તમારા આરોગ્યને સારું બનાવે છે, સાથે જ તે સ્વાદમાં પણ ઉત્તમ છે. સરગવો માત્ર સ્વાદમાં જ નહિ, પરંતુ આરોગ્ય અને સોંદર્યના ઉત્તમ ગુણોથી પણ ભરપુર છે. જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે શાક ઉપરાંત તેના ફૂલ અને પાંદડા પણ આરોગ્ય માટે ગુણકારી છે.

તમારા માંથી ઘણા લોકોને તેના ગુણ વિષે જાણકારી નહિ હોય. આ શાક દુકાનમાં અને લારી પર હોય તો છે, પણ તેના વિષે સમજણ ન હોવાને કારણે જ ઘણા ઓછા લોકો તેને ખરીદે છે. આપણા આયુર્વેદ ગ્રંથોમાં સરગવાથી ૩૦૦ રોગોના ઉપચાર વિષે જણાવવામાં આવ્યું છે. તો હવે તમને થોડો અંદાજો આવી ગયો હશે કે તે સામાન્ય એવું દેખાતું શાક આપણા આરોગ્ય માટે કેટલું લાભદાયક છે.

પણ આજે અમે તમને તેના બીજા ઘણા બધા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આજથી જ સરગવાનું શાક ખાવાનું શરુ કરી દેશો. તો આવો જાણીએ એના વિષે.

આપણા હાડકા બનાવે મજબુત :

જણાવી દઈએ કે સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, એનાથી હાડકા મજબુત બને છે. તે ઉપરાંત તેમાં આયરન, મેગ્નેશિયમ અને સીલીયમ હોય છે. તે આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં ઘણું જ જરૂરી હોય છે.

સરગવો શ્વાસની બીમારીમાં આવે છે કામ :

આજકાલ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેથી શ્વાસની સમસ્યા વાળા દર્દી પરેશાન રહે છે. તેવામાં લોકો લીલા શાક ખાસ કરીને સરગવાનું સેવન કરવું જોઈએ.

સરગવો કરે છે પાચનતંત્ર અને મોટાપાને કંટ્રોલ :

મોટાપો એવી સમસ્યા છે જેનાથી આજે લગભગ દરેક બીજો માણસ પીડિત હોય છે. જેમાંથી સરગવો તમને છુટકારો અપાવી શકે છે. અને જો તમારી પાચન શક્તિ બરાબર નથી કે પછી તમને કબજીયાત અને ગેસની સમસ્યા રહે છે. તો તમે સરગવાનું સેવન કરો. તે તમારા પાચન તંત્રને મજબુત તો બનાવશે જ, સાથે જ પેટની બીજી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવવામાં કામ કરી શકે છે.

સરગવો રાખે ઘડપણને કાબુમાં :

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે સરગવામાં વિટામીન એ હોય છે, જે જુના સમયથી જ સોંદર્ય માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જો તમે આ લીલા શાકભાજીને હંમેશા તમારા ભોજનમાં લેશો તો તમે ક્યારેય ઘરડા નહિ થાવ. તેનાથી આંખોની દ્રષ્ટિ પણ સારી રહે છે.

સ્ત્રીની માહવારી સબંધિત સમસ્યા :

સ્ત્રીઓની માહવારી કે પીરીયડ સબંધી અનિયમિતતા એક સામાન્ય સમસ્યા છે, જેનાથી ઘણી બધી મહિલાઓ પીડિત રહે છે. એવી સ્થિતિમાં મહિલાઓ માટે સરગવાનું સેવન ફાયદાકારક ગણી શકાય છે.

ડાયાબીટીસમાં પણ છે ફાયદાકારક :

ડાયાબીટીસથી ઘણા બધા પરેશાન છે. જો તમે પણ ડાયાબીટીસના દર્દી છો તો તમારા માટે સરગવો કોઈ રામબાણ ઉપાયથી ઓછો નથી. કેમ કે તે તમારા બ્લડમાં શુગરના લેવલને કંટ્રોલ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે સરગવો :

જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને તેનું જ્યુસ આપવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેનાથી ડીલીવરીમાં થતી સમસ્યા માંથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માં ને તકલીફ ઓછી થાય છે.

પથરીની સમસ્યાને પણ દુર કરે :

સરગવાના શાકનો એ પણ એક ફાયદો છે, કે તેના નિયમિત સેવનથી કીડનીની પથરી ઘણા ઓછા સમયમાં દુર થઇ જાય છે. તેને કારણે જ પથરીની સમસ્યા માટે પણ સરગવો ઘણો જ લાભદાયક છે.

યૌન શક્તિને વધારે :

પ્રાચીન સમયથી જ ભારતમાં સરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. એવું એટલા માટે કેમ કે તેમાં ઝિંક હોય છે જે સ્પર્મને વધારે છે.

રોગ પ્રતિકારક શક્તિને વધારે છે :

સરગવો વિટામીન સી નો સારો સ્ત્રોત છે. તે એક એવું શાક છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.